Last Update : 21-June-2012, Thursday

 
૩૦ સેકન્ડનો તરખાટ

લોકશાહી શાસનવ્યવસ્થાનો છૂટોછવાયો ઇતિહાસ ધરાવતા પાકિસ્તાનમાં વડાપ્રધાનો પોતાની પાંચ વર્ષની મુદત પૂરી ન કરે તેની નવાઇ નથી. અત્યાર લગી પાકિસ્તાનના ૧૩ વડાપ્રધાન એક યા બીજા કારણસર મુદત પહેલાં જ હોદ્દેથી કે દુનિયામાંથી વિદાય થયા છે. તાજા ભૂતપૂર્વ બનેલા વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીનો નંબર એ યાદીમાં ૧૪મો છે. છતાં, ગીલાનીનો કિસ્સો અગાઉના ૧૩ કરતાં ઘણી રીતે જુદો છે.
પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતની સાત ન્યાયાધીશોની બેન્ચે એપ્રિલ, ૨૦૧૨માં ગીલાનીને અદાલતના તિરસ્કારના ગુના બદલ દોષી ઠેરવ્યા અને તેમને ૩૦ સેકન્ડની સજા કરી. એ વખતે લાગ્યું કે અદાલતે લવંિગ કેરી લાકડીએ સજા કરીને ગીલાનીને જવા દીધા. સરકારી વકીલો અને વડાપ્રધાનના કાનૂની સલાહકારોએ પણ ૩૦ સેકન્ડની સજાને ગંભીરતાથી લીધી નહીં. તેની સામે અપીલ કરવાની તસ્દી પણ લેવાઇ નહીં. તેમને લાગતું હતું કે આટલી સજાથી ગીલાનીના હોદ્દા પર કે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના તેમના દરજ્જ પર કશી અસર પડવાની નથી. સંસદીય લોકશાહીની પ્રણાલી પ્રમાણે, ગીલાનીને હોદ્દેથી દૂર કરવાનો અધિકાર ફક્ત સંસદના અઘ્યક્ષનો ગણાય. અદાલતનો ચુકાદો આવ્યા પછી ૩૦ દિવસમાં તે ચૂંટણીપંચને આ અંગે લખી મોકલે અને એ પ્રમાણે ચૂંટણી પંચ સાંસદના ભવિષ્ય અંગેનો ફેંસલો જાહેર કરે.
ગીલાનીના કિસ્સામાં અઘ્યક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં જ હતાં. તેમણે ૩૦ સેકન્ડની સજાને હળવાશથી લીધી અન ે ગીલાનીને યથાવત્‌ હોદ્દે ચાલુ રહેવા દીધા. તેની સામે ઇમરાનખાનની તહેરીકે ઇન્સાફ પાર્ટી સહિત કેટલાક અરજદારોએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી. તેમની દલીલ હતી કે સર્વોચ્ચ અદાલતની બેન્ચ દ્વારા દોષી જાહેર થઇ ગયા પછી, ગીલાની વડાપ્રધાનપદે ચાલુ રહી શકે નહીં. આ અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો બાજુ પર રાખવાનો અધિકાર સંસદના અઘ્યક્ષને પણ નથી.
પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે આ રજૂઆત માન્ય રાખીને ૨૬ એપ્રિલ, ૨૦૧૨ની અસરથી ગીલાનીને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠેરવવાની જાહેરાત કરી. ચાર ન્યાયાધીશોની બનેલી બેન્ચે ચુકાદામાં એમ પણ કહ્યું કે અદાલતના તિરસ્કારની સજા સામે ગીલાનીના પક્ષે કોઇ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નહીં કે એ સજાને પડકારવામાં આવી નહીં. તે ગીલાનીના પક્ષ ગુનાનો એકરાર સૂચવે છે. એટલે બંધારણ મુજબ ગીલાની સાંસદ તરીકે અને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠર્યા. એટલું જ નહીં, નિયમ પ્રમાણે તે આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી નહીં શકે. તેમની ગુનેગાર તરીકેની સત્તાવાર કુંડળી જોઇને ચૂંટણી અધિકારી તેમનું ફોર્મ સ્વીકારશે નહીં.
પાકિસ્તાનમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાવાની છે. તેમાં ગીલાની ઉમેદવારી કરી શકશે નહીં. એવી જ રીતે, ૨૦૧૭ની ચૂંટણી એપ્રિલ મહિના સુધીમાં થાય તો ગીલાનીએ તે ચૂંટણીને પણ ભૂલી જવી પડશે. ટૂંકમાં, ગીલાનીની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ નહીં તો પણ બહુ મોટું અને ગમે ત્યારે પૂર્ણવિરામમાં ફેરવાઇ શકતું અલ્પવિરામ મૂકાઇ ગયું છે. ગીલાનીના બન્ને પુત્રો સામે ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તપાસ થઇ રહી છે. અત્યાર લગી વડાપ્રધાન તરીકે ગીલાનીએ તપાસ ખાળવાના યથાશક્તિ પ્રયાસ કર્યા હતા, પણ હવે તેમના પુત્રો માટે ચઢાણ કપરાં રહેશે.
સૌથી લાંબા સમય માટે વડાપ્રધાનપદ ભોગવનારા ચૂંટાયેલા પાકિસ્તાની નેતાઓમાં ગીલાની પ્રથમ વડાપ્રધાન લિયાકતઅલીખાન પછી બીજા ક્રમે આવે છે. હોદ્દા પર હોય એ દરમિયાન ત્રણ વાર સર્વોચ્ચ અદાલતમાં હાજર થવું પડ્યું હોય એવા અને અદાલતના તિરસ્કાર બદલ સજા ભોગવનારા- એ કારણથી હોદ્દો ગુમાવનારા પણ ગીલાની પહેલા નેતા બન્યા છે. અગાઉ પરવેઝ મુશર્રફના રાજમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને દેશની તિજોરીને નુકસાન પહોંચાડવાના આરોપસર ગીલાનીની ધરપકડ થઇ હતી. ત્યાર પછી આશરે છ વર્ષ જેટલો સમયગાળો તેમણે જેલમાં વીતાવ્યો હતો. આટલો લાંબો જેલવાસ વેઠીને વડાપ્રધાન બનનારા પણ ગીલાની પહેલા પાકિસ્તાની નેતા હતા. અગાઉ બેનઝીર ભુત્તોની ધરપકડ થઇ હતી, પરંતુ તેમને જેલમાં મોકલવાને બદલે નજરકેદ રાખવામાં આવ્યાં હતાં.
વર્ષ ૨૦૦૯માં ફોર્બ્સ સામયિકની સૌથી પાવરફુલ વ્યક્તિઓની યાદીમાં રશિયાના પ્રમુખ મેડ્‌વેડેવ અને ઇઝરાઇલના નેતાન્યાહુ કરતાં પણ આગળ, ૩૮મા ક્રમે ગીલાનીનું નામ આવ્યું હતું. પરંતુ સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી હવે તેમનું નામ તમામ યાદીઓમાંથી બાકાત થઇ ગયું છે. આ ઘટનાક્રમથી એ હકીકત પણ સિદ્ધ થઇ છે કે સર્વોચ્ચ અદાલત સંસદની કાર્યવાહીમાં દખલગીરી કરી શકે નહીં અથવા તેને ઉલટાવી શકે નહીં, પરંતુ સંસદના અઘ્યક્ષ જો પક્ષીય કે બીજાં કોઇ પણ કારણોસર અદાલતના ચુકાદાને અવગણવાનો પ્રયાસ કરે, તો અદાલત એ બાબતમાં અઘ્યક્ષના પ્રયાસો નિષ્ફળ બનાવી શકે અને પોતાનો ચુકાદો આખરી તથા બંધનકર્તા ઠરાવીને તેને લાગુ પાડી શકે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved