Last Update : 21-June-2012, Thursday

 

કોંગ્રેસની ઠંડી તાકાત, એનડીએનો ફિઆસ્કો
૧૩મા રાષ્ટ્રપતિ બનવાની દિશામાં ઉપડેલો પ્રણવનો રથ

 

- સંગમાની હાસ્યાસ્પદ ઉમેદવારી

- આજે ડાબેરી પક્ષો પ્રણવને ટેકો આપવા બેઠક કરશે ઃ બંગાળ ફોર બંગાળ

રાષ્ટ્રપતિપદ માટે પ્રણવ મુકરજીનું નામ નિશ્ચિત બની રહ્યું છે. કોંગ્રેસે પ્રણવનું નામ ઉમેદવાર તરીકે આગળ વધારતાં રોજ તેને વિવિધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે. આજે ગુરૂવારે ૨૧ જુને પ્રણવના રથને ટેકો આપવા બાબતે ડાબેરી પક્ષો નિર્ણય લેશે. પ્રણવ સામેના મુખ્ય પ્રતિસ્પર્ધી એ.પી.જે કલામે ઉમેદવારી નોંધાવવાની ના પાડતાં પ્રણવ મુકરજીનું નામ રાષ્ટ્રપતિ તરીકે ઉપસી આવ્યું છે. રાષ્ટ્રપતિપદની આ ઉમેદવારની પસંદગીના જમેલામાં કોંગ્રેસે તેની ઠંડી તાકાતનો પરચો આપ્યો હતો. જ્યારે યુપીએના સાથી પક્ષ તરીકે તૃણમુલ કોંગ્રેસે પોતાનો અલગ ચોકો રચવા પ્રયાસ કર્યો હતો. જોકે વિરોધ પક્ષ તરીકે એનડીએ તો સાવ પાણીમાં બેસી ગયો હતો. ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં ઉમેદવારની પસંદગી અંગેના ધાંધીયા ચાલતા હતા ત્યાં જ તેમના સંભવિત ઉમેદવાર એ.પી.જે. કલામે રાષ્ટ્રપતિના જંગમાં ઉતરવાની ના પાડતાં એનડીએ કફોડી હાલતમાં મુકાઈ ગયો હતો.
એક વાત તો નિશ્ચિત બની ગઈ હતી કે જેની પાસે વઘુ મત તેના ઉમેદવાર ચૂંટાશે. કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ પાસે મત વધતા જાય છે જ્યારે સામે છેડે એક માત્ર સંગમા છે જેમને તેમના પક્ષે પણ ટેકો નથી આપ્યો. માત્ર એનડીએ નહીં પણ કલામના નામે યુપીએ સરકાર સાથે સંબંધો બગાડનાર મમતા બેનરજીને પણ મોટો ઝાટકો વાગ્યો હતો. પ્રણવ મુકરજી પશ્ચિમ બંગાળના છે માટે મમતા બેનરજી બહુ વાંધો નહીં ઉઠાવે એમ માનવામાં કોંગ્રેસ થાપ ખાઈ ગઈ હતી. રાજકીય પરિસ્થિતિ ડામાડોળ તો ત્યારે બની હતી કે જ્યારે મુલાયમસંિહ યાદવ અને મમતા બેનરજીએ રાષ્ટ્રપતિના જંગમાં પોતાનો અલગ ઉમેદવાર મુકવાની જાહેરાત કરી હતી.
પરંતુ આગળ લખ્યું છે એમ કોંગ્રેસે અહીં પોતાની ઠંડી તાકાતનો પરચો બતાવ્યો હતો. કોંગ્રેસે મુલાયમસંિહને સમજાવવામાં સફળતા મેળવી હતી. મમતા બેનરજી માટેની આ આઘાતજનક સ્થિતિમાં કલામે ઉમેદવારી કરવાની ના પાડીને વધારો કર્યો હતો.
આ રેસમાં પી.એ. સંગમાની ઉમેદવારી હાસ્યાસ્પદ પુરવાર થઈ રહી છે કેમકે ખુદ તેમના પક્ષ એનસીપીએ જ પ્રણવને ટેકો જાહેર કર્યો છે. સંગમા ઉમેદવાર તરીકે ગમે એટલા સક્ષમ હોય પરંતુ પોતાના પક્ષનો ટેકો લેવામાં નિષ્ફળ જતા હતાશ થયા છે.
૨૧ જુને ડાબેરી પક્ષો જે નિર્ણય લેશે તે મહત્વનો એટલા માટે છે કે ડાબેરીઓના ૫૪ હજાર વોટ પ્રણવને મળશે તો તે નિશ્ચિતપણે રાષ્ટ્રપતિ બનશે. ડાબેરીઓ ટેકો જાહેર કરશે એટલે અન્ય નાના પક્ષો પણ તેમની સાથે જોડાશે. તૃણમુલ કોંગ્રેસ કરતાં ડાબેરી પક્ષો પાસે ૯૦૦૦ વોટ વધારે છે. ડાબેરી પક્ષોના કેટલાક ઘટક પક્ષો મતદાન વખતે ગેરહાજર રહીને પ્રણવને ટેકો આપશે તો કેટલાક બંગાળની લોબીને આગળ વધારવા પ્રણવનું સમર્થન કરશે. ડાબેરીઓના આજના નિર્ણય બાદ મમતા બેનરજી રાજકીય રીતે કેટલા કૂણા પડે છે તે જોવાનું રહ્યું છે. જો મમતા અક્કડ વલણ રાખશે તો યુપીએ સરકાર સાથેના તેમના સબંધો વઘુ વણસશે.
સમાજવાદી પક્ષના મુલાયમસંિહ યાદવે યુપીએ કેન્દ્ર સરકારની સાથે રહેવાનું આપેલું પ્રોમીસ મમતા બેનરજીને અકળાવનારું બની રહેવાનું છે. મમતા હજુ યુપીએમાં છે પરંતુ તે એકલા-અટૂલાં પડી ગયા છે. તેમના પ્રધાનોને રાજીનામા આપવાની તેમણે કરેલી વાત અંગે પણ ફેરવિચારણા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિપદ માટેની આ રેસમાં યુપીએ કેન્દ્ર સરકાર વઘુ મજબુત બનીને બહાર આવી છે. જ્યારે એનડીએના સંગઠનનો ફિઆસ્કો થયો છે. ખુદ ભાજપના નેતૃત્વમાં જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે પસંદગી નહોતી. ભાજપના સાંસદ મેનકા ગાંધી તો પ્રણવના ઘેર જઈને અભિનંદન આપી આવ્યા હતા.
રાષ્ટ્રપતિપદ માટેના જંગમાં પોતાનો ઉમેદવાર પ્રણવ મુકરજીને જીતાડીને કોંગ્રેસ રાજકીય જંગ જીત્યાનો સંતોષ માનશે પરંતુ આ જંગમાં તેનો મહત્વનો સાથી તૃણમુલ કોંગ્રેસ એક નબળી કળી સમાન સાબિત થયો હતો. આ જંગમાં એનડીએના આંતરીક વિખવાદો સપાટી પર આવી ગયા હતા. જેડી(યુ)ના નીતિશકુમારે ભાજપની પસંદગીનો વિરોધ કર્યો હતો. આમ તો યુપીએ અને એનડીએ એમ બંનેમાં સાથી પક્ષોએ બંડ પોકાર્યું હતું.
દેશના સર્વોચ્ચ સ્થાન માટે મોટા પાયે ચાલતી રાજકીય ગતિવિધીમાં દેશનો આમઆદમી ક્યાંય નથી તેનું આશ્ચર્ય થાય છે. બંધારણ અનુસાર તે મતદાન કરી શકતો નથી પરંતુ આશ્ચર્ય તો એ વાતનું છે કે તેનો ઓપીનીયન પણ કોઈ પક્ષ લેતો નથી. દરેક પોતપોતાના રાજકીય સમિકરણોમાં વ્યસ્ત છે. બધાની નજર સામે ૨૦૧૪ની ચૂંટણીઓ છે. પરંતુ રાષ્ટ્રપતિના હોદ્દાની ગરીમા જાળવવાનો સમય કોઈ પાસે હોય એમ દેખાતું નહોતું.
આજે ભગવાન જગન્નાથની સુપ્રસિદ્ધ રથયાત્રાનો માહોલ છે. પ્રણવ મુકરજીનો રથ પણ રાઈસાના હીલ ખાતે ૧૩મા રાષ્ટ્રપતિપદ મેળવવા તરફ આગળ વધી ચૂક્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 

 

 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved