Last Update : 21-June-2012, Thursday

 
દિલ્હીની વાત
 

નીતીશ V/S મોદી
નવી દિલ્હી, તા.૨૦
બિહારના મુખ્યપ્રધાન અને જનતાદળ (યુ)ના નેતા નીતીશકુમાર અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દુશ્મની જગજાહેર બની ચૂકી છે. એટલે જ તેમણે મોદી પર તાજેતરમાં કરેલા શાબ્દિક હુમલાથી કોઈને આશ્ચર્ય નથી થયું. આશ્ચર્ય તો એ વાતનું થયું કે બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ઉદારમતવાદી હોવા જોઈએ એવી નીતીશકુમારની વાતને ટેકો આપ્યો હતો. રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખરજીની ઉમેદારી અંગે પણ જેડી (યુ), એનડીએ કરતાં સાવ વિરૃધ્ધ મત ધરાવતી હતી.
બિહારમાં રાજકીય
ડખો થશે
પોતાના કટ્ટર હરીફ એવા સંજય જોષી અંગે કડક વલણ બતાવનાર અને પક્ષની તમામ જવાબદારીમાંથી જોષીને મુક્ત કરાવનાર નરેન્દ્ર મોદી તેમના આ પગલા માટે લોકોની આંખમાં આવી ગયા હતા. એટલે જ નીતીશના શાબ્દિક હુમલાના ઘેરા પ્રત્યાઘાત માત્ર મોદીના ભાવિ પર જ નહીં પણ એનડીએના જોડાણ પર પણ પડી શકે છે. નીતીશ એકતરફ બિહાર ભાજપને ક્લીનચીટ આપે છે જ્યારે બીજી તરફ મોદીને ટાર્ગેટ બનાવે છે.
અહીં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે કોણ પહેલું જોડાણમાંથી ખસી જશે?? બિહારમાં ભાજપ-જેડી(યુ)ની જોડાણવાળી સરકારનું શું થશે?!
મોદી વિરોધીઓને રાહત
નીતીશના શાબ્દિક હુમલાએ રસપ્રદ વળાંક લીધો છે. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો વિરોધ કરતાં ભાજપની અંદરના લોકોને રાહત મળી છે. પક્ષના વર્તુળો કહે છે કે અરૃણ જેટલી કે એલ.કે. અડવાણી જેવા નેતાના વડાપ્રધાન પદ માટેની ઉમેદવારીના ચાન્સને ટેકો મળ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે નીતીશકુમારને અરૃણ જેટલી સાથે સારા સંબંધો છે. પરંતુ કેટલાક નેતાઓ એમ માને છે કે નીતીશનું નિવેદન એવી ઈમ્પ્રેશન ઉભી કરી રહ્યું છે કે આંતરીક મતભેદોના કારણે એનડીએ સરકારના વિકલ્પ તરીકે બહાર આવી શકતી નથી.
બિગ બ્રધર આરએસએસ
અહીં નોંધપાત્ર વાત એ છે કે આરએસએસના વડા મોહન ભાગવતે નીતીશને તેમનું સ્થાન બતાવી દીધું છે અને મોદી અંગે એવો ખુલાસો કર્યો છે કે દેશમાં હિંદુવાદી વડાપ્રધાન આવે એમાં કશું ખોટું નથી. આ નિવેદન મોદી માટે કરાયું હતું તે સ્વભાવિક છે. આજે નહીં તો કાલે પણ ભાજપે તેના બીગ બ્રધર આરએસએસ આગળ ઝુકવું પડશે.
કોંગ્રેસ ફાઈટ માટે તૈયાર
નીતીશના મોદી વિરૃધ્ધના પ્રચારથી કોંગ્રેસની છાવણીમાં રાહત પ્રસરી છે. કેન્દ્રના કાયદા પ્રધાન સલમાન ખુરશીદે ત્વરીત પ્રત્યાઘાત આપતા કહ્યું હતું કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર સાથે કોંગ્રેસના નેતાઓને વાતચીત ચાલે છે. મોદી અંગે ભાજપમાં જ ચાલતા વિવાદનો લાભ ગુજરાતની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ ઉઠાવશે. પક્ષના નેતા કેશુભાઈ પટેલ અને અન્ય ગોરધન ઝડફીયા જેવા નેતાઓએ શરૃ કરેલા મોદી વિરૃધ્ધના પ્રચારનો પણ કોંગ્રેસને લાભ મળશે. આ વખતે ગુજરાતમાં મોદીને મોટી ફાઈટ આપવા કોંગ્રેસ તૈયાર થઈ રહી છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved