Last Update : 21-June-2012, Thursday

 

સ્વિડન સામે ૦-૨થી પરાજય છતાં ફ્રાન્સની આગેકૂચ
રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું

ગોલ-લાઇન રેફરીની ભુલને કારણે યુક્રેનની આશા પર પાણી ફરી વળ્યું

ડોનેટ્સ્ક,તા.૨૦
બે મેચના પ્રતિબંધ બાદ પુનરાગમન કરનારા સુપરસ્ટાર વેન રૃનીના એક માત્ર હેડર ગોલને સહારે ઈંગ્લેન્ડે યુક્રેનને હરાવીને યુરો કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. યુક્રેનનાખેલાડીઓએ જોરદાર લડત આપી હતી અને એક વખત તો લગભગ ગોલ ફટકારી દીધો હતો. જો કે ગોલ-લાઇન રેફરીએ ભુલ કરી હતી અને યુક્રેનને ગોલથી વંચિત રાખ્યું હતુ. જેના કારણે યુક્રેન બહાર ફેંકાયું હતુ. ગુ્રપ ડીની અન્ય મેચમાં ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયેલા સ્વિડને ફ્રાન્સ સામે ૨-૦થી વિજય મેળવ્યો હતો પણ તેઓ ફ્રાન્સને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશતું અટકાવી શક્યા નહતા. આ સાથે ફ્રાન્સ છ વર્ષમાં પ્રથમ વખત કોઇ મેજર ફૂટબોલ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહ્યું હતુ.
કીવમાં રમાયેલી મેચમાં સ્વિડીશ ટીમે ફ્રાન્સને પરેશાનકર્યું હતુ. સ્વિડનના સ્ટાર સ્ટ્રાઇકર ઇબ્રાહિમોવિચે ૫૪મી મિનિટે તેની સુપર સ્ટ્રાઇકરની પ્રતિભા દર્શાવતા પાવરફૂલ કીકને સહારે સ્ટાઇલીસ્ટ ગોલ ફટકાર્યો હતો. જે પછી ૯૦મી મિનિટે સેબાસ્ટીયન લાર્સને ગોલ ફટકારીને સ્વિડનને ૨-૦થી સરસાઇ અપાવી હતી. પરાજીત ફ્રાન્સ તરફથી બેન્ઝેમા-રીબેરીએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો પણ તેઓ ગોલ ફટકારી શક્યા નહતા. આ સાથે સ્વિડને ફ્રાન્સ સામે ૪૩ વર્ષમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. તેઓ છેલ્લે ઓક્ટોબર ૧૯૬૯મા ફ્રાન્સ સામે જીત્યા હતા. વધુમાં ફ્રાન્સનો સતત ૨૩ મેચમાં અજેય રહેવાના રેકોર્ડનો પણ અંત આવી ગયો હતો.
યુક્રેનના ડાન્ટસ્કમાં રમાયેલી ઈંગ્લેન્ડ અને યુક્રેનની મેચ વિવાદિત રહી હતી. નવી હેરસ્ટાઇલ સાથે રમવા ઉતરેલા વેન રૃનીએ મેચની ૪૮મી મિનિટે હેડર ગોલ ફટકારીને ઈંગ્લેન્ડને સરસાઇ અપાવી હતી. જો કે વિવાદ ૬૨મી મિનિટે સર્જાયો હતો. જ્યારે યુક્રેનીયન ખેલાડી માર્કો ડેવિસના ગોલને ગોલ-લાઇન રેફરીએ નકારી કાઢ્યો હતો. ડેવીસે ઈંગ્લિશ ગોલ કિપર જો હાર્ટ આગળ આવી જતાં બોલને તેની ઉપરથી ચીપ કરી દીધો હતો. ગોલમાં જઇ રહેલા બોલને ડિફેન્ડર ટેરીએ જોરદાર પ્રયાસ કરતાં બહારની તરફ ફટકાર્યો હતો. ટીવી રીપ્લે દર્શાવતા હતા કે બોલ ગોલ લાઇનને ક્રોસ કરી ગયો હતો, પણ અફસોસ ગોલ-લાઇન રેફરી આ જોઇ શક્યો નહતો અને ગોલ હોવાની યુક્રેનીયન ખેલાડીઓની અપીલને ઠુકરાવી દેવાઇ હતી. યુક્રેનને તેના સ્ટાર ખેલાડી શેવ્ચેન્કોની ઇજાથી ફટકો પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત શેવ્ચેન્કોને મોડેથી મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, જે પછી તે કોઇ ચમત્કાર સર્જી શક્યો નહતો. આ સાથે શેવ્ચેન્કો હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દેશે તેમ મનાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved