Last Update : 21-June-2012, Thursday

 
 

લીએન્ડર પેસ પણ હવે બહિષ્કારમાં જોડાયો
ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

ભૂપતિ કે બોપન્ના પછીના પાર્ટનરનો ક્રમાંક ૨૦૭ અને ૩૦૬ છે, તેઓ જોડે જોડી બનાવીને મેડલ ન જીતી શકાય ઃ પેસ

''ભૂપતિ-બોપન્નાએ નાટકબાજી બંધ કરવી જોઇએ''

નવી દિલ્હી, તા. ૨૦
ભારતીય ટેનિસને વિશ્વસ્તરે નીચા જોવાપણું થાય તેમ પ્રત્યેક દિવસે નવા શરમજનક વિવાદાસ્પદ વળાંકો આકાર પામતા જ જાય છે. હવે લીએન્ડર પેસે આજે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જો મારી જોડી નબળા ખેલાડી જોડે બનાવાશે તો હું ઓલિમ્પિકમાં ભાગ નહીં લઉં. પેસે એમ પણ કહ્યું હતું કે વિશ્વના ૨૦૭ અને ૩૦૬માં ક્રમાંકિત ખેલાડીઓ જોડે મને રમવાનું જણાવાશે તો હું નહીં રમું.
ભારત તરફથી ભૂપતિ અને બોપન્ના જ પેસ જોડે રહીને મેડલ જીતવાની આશા અપાવી શકે છે. પેસને પણ તેની ડબલ્સમાં આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા હોઇ ઘણા જ પાછળના ક્રમના વૈકલ્પિક ખેલાડીઓ જોડે ઉતરીને તે મેડલ ના જીતાવી શકે તો તેની ઈમેજને ફટકો પહોંચે. ભારતના બીજા બે ડબલ્સ ખેલાડીઓ ૨૦૭ અને ૩૦૬માં ક્રમાંકિત છે.
તેણે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનના સેક્રેટરીને પત્ર લખીને જણાવ્યું છે કે તે આટલા વિવાદ પછી પણ ભૂપતિ કે બોપન્ના તૈયાર થાય તો જોડી બનાવીને ઓલિમ્પિકમાં ઉતરવા તૈયાર છે.
પેસે સ્પષ્ટતા કરી હતી કે હું આપણા દેશને મેડલ જીતવાની આશા ઊભી થાય તેથી તમામ મતભેદો ભૂલી જવા માંગુ છું પણ જો ભારતનો નંબર વન અને વિશ્વનો સાતમો ક્રમાંકિત ખેલાડી હોવા છતાં મારી સાથે નંબર ૧૩ ભૂપતિ કે નંબર ૧૫ બોપન્નાને એસોસિએશન ઉતારી ના શકતું હોય તો હું પણ સાવ પાછળના ક્રમાંકિત ખેલાડીઓ અપાય તો તેમની સાથે રમવા તૈયાર નથી. ભારતનાં તે પછીના ડબલ્સના ખેલાડીઓ વિશ્વમાં ૨૦૭ કે ૩૦૬ છે. જે અનુક્રમે વિષ્ણુ અને ભાંભરી છે.
વર્લ્ડ નંબર ૭ તરીકે પેસે ઓલિમ્પિકમાં સીધો પ્રવેશ મેળવી લીધો છે. પેસને તેનો પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે. જ્યારે ભૂપતિ અને બોપન્ના ઓલિમ્પિકમાં ફરજીયાત એક ટીમ તરીકે જ રમી શકે.
ભારત ઓલિમ્પિકમાં બે ટીમ મોકલી શકે તેમ છે. પેસ જોડે મજબુત ટીમ ઉતારવી હોય તો ભૂપતિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ભૂપતિ પેસ જોડે ઉતરે એટલે ભૂપતિ-બોપન્નાની જોડીમાં ભંગાણ થાય. તેઓ તેમની ડબલ્સ ટીમ તરીકે ના ઉતરી શકે.
પેસ ભૂપતિ કે બોપન્ના સિવાય નબળા ઉતરતા ક્રમાંકના ખેલાડી જોડે જોડી બનાવવા નથી માંગતો અને તેમ થશે તો ઓલિમ્પિકમાં નહીં રમે.
જો ઓલ ઈન્ડિયા ટેનિસ ફેડરેશન બે ટીમ ઉતારે તો એક ટીમ તો ફરજીયાત ભૂપતિ અને બોપન્નાની જ રાખવી પડે કેમ કે તેઓ જોડી તરીકે છૂટા પડી શકે તેમ નથી. તે જ રીતે ક્વોલીફાઇ થઇ શક્યા છે.
પેસ ઈચ્છે તેને રાખી શકે તેમ છે. મેડલની આશા જીવંત રાખવા સ્વાભાવિક છે કે એસોસિએશન અને પેસ-ભૂપતિની માંગ કરે. બીજી ટીમ તરીકે બોપન્ના જોડે કોઇ ૨૦૭ કે ૩૦૬ ક્રમાંકનો ઉતરતો ખેલાડી ઉતારી શકાય. આથી એસોસિએશન પેસ-ભૂપતિની એક જ ટીમ ઓલિમ્પિકમાં ઉતારવા માંગે છે.
જ્યારે ભૂપતિ અને બોપન્ના પેસ જોડે રમવાની ના પાડીશું અને આપણે જોડી તરીકે ડાયરેક્ટ એન્ટ્રીને હકદાર થયા હોઇ ઉતરીશું તેમ માનતા હશે.
પેસને જો ઓલિમ્પિકમાં મેડલની આશા સાથે ઉતરવું હોય તો ભૂપતિ કે બોપન્ના જોડે રમવા સિવાય છૂટકો પણ નથી.
આમ કોકડુ બરાબરનું ગુંચવાયું છે. માની લઇએ કે સમાધાન થઇ જાય અને ભૂપતિ કે બોપન્નાને પેસ જોડે રમવાની ફરજ પડાશે તો તેઓ મન વગર લેવા ખાતર ભાગ લઇને શરૃના રાઉન્ડમાં જ બહાર ફેંકાઇ જતી રમત બતાવશે.
પેસે બંને ખેલાડીઓની ટીકા કરતા કહ્યું છે કે ભૂપતિ અને બોપન્નાની આવી નાટકબાજીથી ભારતીય ટેનિસ રમતના વર્તમાન અને ભવિષ્ય પર ખરાબ ઉદાહરણ ઊભું થશે.
ભૂપતિ અને બોપન્નાએ ભેગા મળીને જોહૂકમી સાથેનું વર્તન કરીને એસોસિએશન સામે બંડ પોકાર્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved