Last Update : 21-June-2012, Thursday

 

રાષ્ટ્રપતિ પદે ચૂંટાવવા
પ્રણવ મુખર્જી તૃણમૂલમાં તડાં પડાવવા પ્રયાસ કરે છે ઃ બ્રાયન

તૃણમૂલના સાંસદને ફોન કરી પ્રણવ મુખર્જીએ ટેકો માગેલો

નવી દિલ્હી, તા. ૨૦
રાષ્ટ્રપતિભવન તરફની રેસ ધીરે ધીરે રસપ્રદ બની રહી છે અને સાથે યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જી આ પદે પસંદગી પામે તેવી શક્યતાઓ પણ પ્રબળ બનતી જાય છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસે મુખર્જી પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. તૃણમૂલના સાંસદ ડેરીક ઓબ્રેઈને પ્રણવદા તૃણમૂલમાં ભંગાણ પડાવવાનો પ્રયત્ન કરતાં હોવાનો આરોપ મુક્યો છે. અગાઉ ગઈકાલે કોંગ્રેસે તૃણમૂલના વડા મમતાને મનાવવાનો વધુ એક નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.
તૃણમૂલના સાંસદે ટ્વિટર પર લખ્યું હતું કે પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ પદ માટે તૃણમૂલના સાંસદ પાસે ટેકો માગ્યો હતો. રાજકીય મૂલ્યો મુજબ આવું કરવું યોગ્ય છે? મુખર્જી તૃણમૂલમાં તિરાડ પાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પણ તેઓ સફળ થશે નહી. પ્રણવ તૃણમૂલના ''પાણીમાં માછીમારી'' કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે મુક્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખર્જીએ તૃણમૂલના સાંસદ કબિર સુમન સાથે વાત કરી હોવાનું તેમજ કબિરે તેમને ટેકો આપ્યો હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના સંદર્ભે તૃણમૂલ હાલ કફોડી સ્થિતિમાં છે. મમતાના પક્ષે આ પદ માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને ટેકો આપ્યો હતો પણ હવે કલામે આ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે. બીજી બાજુ તૃણમૂલ હજુ પણ યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપવાના મૂડમાં જણાતી નથી ત્યારે પ્રણવદાએ મમતાના સાંસદ પાસે સમર્થન માગતાં તૃણમૂલમાં રોષની લાગણી જન્મી છે.
કલામે નિર્ણય જાહેર કર્યા બાદ મમતાએ હજુ સુધી રાષ્ટ્રપતિ પદ માટે કોને ટેકો આપશે તે જાહેર કર્યું નથી અને કદાચ મમતાનો પક્ષ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગેરહાજર રહે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
દરમિયાન તૃણમૂલના સાંસદ કબિર સુમને જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ ટેકો મેળવવા નહીં પણ તબિયત પૂછવા તેમને ફોન કર્યો હતો. સુમને વધુમાં કહ્યું હતું કે ''પ્રણવ મુખર્જી જેવા ઉંચા ગજાની વ્યક્તિ ટેકો લેવા માટે ફોન કરે ખરા? તેમણે ક્યારેય મારું સમર્થન માગ્યું નથી પણ તેઓ રાષ્ટ્રપતિ બને તેવું જરૃર ઈચ્છું છું. તેઓ દ્રષ્ટા અને ઉમદા વ્યક્તિ છે. હું તેમને મત આપીશ.''
પ્રણવદા તૃણમૂલમાં ભંગાણ પડાવવા પ્રયત્નશીલ હોવાના આરોપ અંગે પૂછાતાં સુમને કહ્યું હતું કે પ્રણવ મુખર્જી 'જેન્ટલમેન' છે અને તેમના અંગે કોઈ ગેરસમજ થઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે તૃણમૂલના વડા મમતા બેનર્જીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું પણ પક્ષના અન્ય નેતાઓ મુખર્જી પરના આરોપોને વળગી રહ્યાં હતાં.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved