Last Update : 21-June-2012, Thursday

 

એનડીએ સંગ્માને ઉમેદવાર બનાવવા સંભવ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંગ્માની ઉમેદવારી પાકી ઃ એનસીપીમાંથી રાજીનામું

સંગ્માનાં પુત્રી અગાથા પિતાને ટેકો આપશે તો કેન્દ્રીય મંત્રીનું પદ ગુમાવશે ઃ એનસીપી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી તા.૨૦
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં લડી લેવા માંગતા એનસીપી નેતા પી.એ. સંગ્માએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના પક્ષ નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ તેમને ચૂંટણીમાંથી ખસી જવા અથવા શીસ્તભંગના પગલા માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. સંગ્માએ ચૂંટણીમાંથી ખસી જવાને બદલે પક્ષમાંથી છુટા પડવાનો નિર્ણય લેતાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારી નિશ્ચિત મનાય છે. જ્યારે ચૂંટણી પણ કાંટાની ટક્કરથી યોજાવાની શક્યતા સર્જતા એક બનાવમાં વર્તમાન સરકારના પ્રબળ વિરોધી સુબ્રમણ્યન સ્વામી પ્રથમ સંગ્માને અને ત્યાર બાદ ભાજપ નેતા એલ.કે. અડવાણીને મળ્યા હતા. જ્યારે એનસીપીના પુમુખ શરદ પવારે સંગ્માને રાજીનામાનો સ્વિકાર કર્યો હતો.
પોતાના રાજીનામામાં સંગ્માએ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે તેઓ પર્વતાળ વિસ્તારની આદિવાસી જાતીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પક્ષ તરફથી તેમની ઉમેદવારી સંદર્ભે દાખવવામાં આવેલા વલણથી તેઓ વ્યથીત હતા. તેમણે પક્ષના કાર્યકર તરીકે દેશના અમુક વિસ્તારમાં તેનો ફેલાવો કરવામાં જે મહેનત કરી હતી તેને પક્ષે લક્ષમાં લીધી નહતી. તેમણે ઉમેર્યું હતું કે તેમનું લક્ષ્ય રાયસીના હિલ્સ, જે તેમનો મત વિસ્તાર છે, તે છે. નહીં કે રાષ્ટ્રપતિ ભવન અને પક્ષના દબાણ હેઠળ તેઓ પોતાના વિસ્તારને છેહ દઈ શકે નહીં.
બીજા એક બનાવમાં સંગ્માને, સરકારના પ્રબળ વિરોધી સુબ્રમણ્યમ સ્વામી આજે પી.એ. સંગ્માને મળ્યા હતા. જ્યારે એનસીપીના વડા શરદ પવારે ચેતવણી ઉચ્ચારી હતી કે તેમના પક્ષ વતી કેન્દ્રમાં પ્રધાન પદે રહેલા પી.એ. સંગ્માના પુત્રી અગાથા સંગ્મા જો તેમના પિતા વતી પ્રચાર કરતા નજરે ચઢશે તો તેમની સામે પણ પક્ષ પગલા લેતા ખચકાશે નહીં.
સુબ્રમણ્યમ સ્વામી સંગ્માને મળ્યા બાદ ભાજપ નેતા અડવાણીને મળ્યા હતા. આ ઘટના બાદ પાટનગરમાં ઘેરા પ્રત્યાઘાતો સર્જાયા હતા. સંગ્માના રાજીનામાની તેમણે મેઘાલયના સ્પીકરને જાણ કરી હતી.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભે જનતદળ (યુ) ના વડા શરદ યાદવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીએ એક મહત્વની બાબત છે. તે અંગે દરેકના મંતવ્યો મેળવવામાં સમય લાગી શકે છે આ સંદર્ભે અંતિમ નિર્ણય લેવાયો નથી. જ્યારે પણ એનડીએના વડા એલ.કે. અડવાણી આ સંદર્ભે બધા પક્ષોની બેઠક બોલાવશે ત્યારે તેઓ બેઠકમાં હાજરી આપશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved