Last Update : 21-June-2012, Thursday

 

ભારતનું રેટિંગ ઘટાડયા બાદ
'ફિચે' SBI સહિત ૧૨ બેંકોનું ક્રેડિટ રેટિંગ ઘટાડી નેગેટિવ કર્યું

અપૂરતા સુધારા, મોંઘવારી અને મંદ વૃદ્ધિ કારણભૂત બેંકોને વિદેશમાંથી મળતી ડિપોઝિટ ઘટશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૦
વૈશ્વિક સંસ્થા ફિચે, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને પીએનબી સહિત ૧૨ નાણાંકીય સંસ્થાઓનો આઉટલૂક 'સ્ટેબલ'માંથી ઘટાડી 'નેગેટિવ' કરી નાખ્યો છે. આ પૂર્વે તેણે ભારતના સોવરેન આઉટલૂકને તો સ્ટેબલમાંથી નેગેટિવ દર્શાવી જ દીધો હતો. આના પરિણામે, એસબીઆઈએ વિદેશી બજારોમાંથી ૨ અબજ ડોલર ઉભા કરવાની જાહેર કરેલી યોજના ખોરંભે પડવાની પણ આશંકા રહેલી છે. ફિચ દ્વારા ભારતની આ સંસ્થાઓનું રેટિંગ ઘટાડતાં હવે તેમને વિદેશોમાંથી ભંડોળો મેળવવાં મોંઘા પડશે તેમ વિશ્લેષણકારોનું માનવું છે. આ પૂર્વે ફિચેએ ભારતનું રેટિંગ ઘટાડતાં જણાવ્યું હતું કે આ માટે રાષ્ટ્રમાં વ્યાપી રહેલો ભ્રષ્ટાચાર અપૂરતા સુધારાઓ ઊંચો ફુગાવા દર અને મંદવૃદ્ધિ દર કારણભૂત છે.
ફિચ દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નાણાંકીય સંસ્થાઓના આઉટલૂકમાં કરવામાં આવેલો ફેરફાર તેઓનાં સોવરેઇન સાથેના નિકટવર્તી સંકલન ઉપર તેમજ સ્થાનિક પરિસ્થિતિ અને આંતરિક દેવું પણ કારણરૃપ છે.
જેઓનો આંક નીચે ઉતારવામાં આવ્યું છે (ડાઉન ગ્રેડ કરવામાં આવ્યું છે) તેમાં સરકાર હસ્તકની છ બેન્કો (જેમાં સરકાર હસ્તકની બેન્કોની આંતરરાષ્ટ્રીય પેટા શાખાઓ પણ સમાવિષ્ટ છે) તો પણ સમાવેશ થાય છે. આ બેન્કોમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ બેન્ક (ન્યુઝીલેન્ડ), કેનેરા બેન્ક અને આઇડીબીઆઈ બેન્કનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત સરકારની સંપૂર્ણ માલિકીની બે સંસ્થાઓ એકસપોર્ટ ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઇંડિયા અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ને પણ ડાઉન ગ્રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત આઇડીએફસી બેન્ક અને ઇન્ડિયા રેલવે ફાયનાન્સ કોર્પોરેશન લિ.ની સ્થિતિ પણ ઋણાત્મક (નેગેટિવ આઉટલુક)માં મુકવામાં આવી છે. આમ છતાં ફિચે જણાવે છે કે આ બેન્કો પાસે ગણનાપાત્ર ડીપોઝીટો છે તેમજ સ્થાનિક સાથીઓ (ડોલેસ્ટિક ફેન્ચાઇઝ) તથા પૂરતાં નાણાં ભંડોળો પણ છે. પરંતુ નોન બેન્કિંગ સંસ્થાઓ પાસે ભંડોળોની કમી છે. જે તેમને બજારની અસ્થિરતા સમયે જોખમમાં મુકી શકે તેમ છે.
ફિચે જણાવ્યું છે કે આ બેન્કોને પીઠબળ પણ સારું છે તેથી તેઓ મજબૂત રહી શકે તેમ છે. સરકાર હસ્તકની નાણાકીય સંસ્થાઓ (બેન્કો વ.)ને ડીપોઝિટસ અને સીસ્ટમ એસેટસનો ટેકો છે. જયારે સંપૂર્ણ રીતે સરકારી માહિતીની સંસ્થાઓને તો સરકારનો જ પૂરો ટેકો છે.
ભારતની આર્થિક પરિસ્થિતિ વિષે આ વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું છે કે ભારતમાં ધીમા વિકાસ અને વધતા જતા ફુગાવાનું એક વિચિત્ર સંયોજન થયું છે આથી દેશને રોકાણ માટેની પરિસ્થિતિ સુધારવાની જરૃર છે. તેમજ ભ્રષ્ટાચાર દૂર કરવાની અને જરૃરી આર્થિક સુધારાઓ ઝડપથી હાથ ધરવાની જરૃર છે. નહીં તો સ્ટેગફલેશન માં દેશ પડી જશે.
સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅરે (એસ એન્ડ વીએ) એપ્રિલ મહિનામાં ભારતનું રેટિંગ સ્ટેબલમાંથી નેગેટિવ કર્યું હતું. સાથે ૧૧મી જૂને તેણે તેવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે બ્રિક દેશોમાંથી કદાચ તે તેનું સ્થાન ગુમાવશે. એસ એન્ડ પીએ પણ સ્ટેગફલેશન (એક તરફ વિકાસ સ્ટેગનન્ટ (સ્થિર-અટકી) ગયો હોય તો બીજી તરફ ઇન્ફલેશન (ફુગાવો) વધતો જતો હોય)ની સ્થિતિમાં ભારત ફસાઇ જશે.
ફિચની આ જાહેરાત સાથે અસહમત થતાં બેન્ક ઓફ બરોડાના સીએમડી એમ.ડી. માલ્યાએ કહ્યું હતું કે, ''ફિચે સોવરેન અંગે લીધેલાં પગલાંને લીધે તેણે આ મંતવ્ય આપ્યું છે...''
જ્યારે ખાનગી બેન્ક એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે ફિચનાં આ નિવેદનથી બેન્ક ઉપર કોઈ અસર નહીં પડે. એક્સિસ બેન્કના પ્રેસિડેન્ટ (ટ્રેઝરી અને ઈન્ટરનેશનલ બેન્કિંગ) પી.મુખરજીએ, ફીચના આ નિવેદનને નગણ્ય જણાવતાં કહ્યું હતું કે ''આથી અમારી બેન્ક ઉપર કોઈ અસર નહીં પડે.''
ફિચે આ નાણાંકીય સંસ્થાઓ ઉપરાંત, એનટીપીસી, સેઈલ, આઈઓસી, પીએફસી, ગેઈલ, આરઈસી અને એનએચપીસી સહિત કુલ ૧૯ ભારતીય સંસ્થાઓનું તા. ૧૮મી જૂને ડાઉન ગ્રેડીંગ કર્યું હતું.
કઈ કઈ બેંકોનું રેટિંગ નેગેટિવ કર્યું ?
(૧) SBI
(૨) ICICI
(૩) પંજાબ નેશનલ બેંક
(૪) એકિસસ
(૫) બેન્ક ઓફ બરોડા
(૬) બેન્ક ઓફ બરોડા (ન્યૂઝીલેન્ડ)
(૭) કેનેરા બેન્ક
(૮) IDBI બેન્ક
(૯) એકસપોર્ટ- ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઇન્ડિયા
(૧૦) હુડકો
(૧૧) IDFC
સાત જાહેર સાહસોનું પણ રેટિંગ ઘટયું
(૧) NTPC
(૨) SAIL
(૩) IOC
(૪) PFC
(૫) GAIL
(૬) REC
(૭) NHPC
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved