Last Update : 21-June-2012, Thursday

 
વાવાઝોડા સાથેના વરસાદમાં
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી

૨૪ કલાક વીતી ગયા બાદ પણ ૬ ગામોમાં હજી અંધારપટ

તરસાડી, બુધવાર
માંગરોળ તાલુકાના કોસંબા-તરસાડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદે વિનાશ વેર્યો હતો. ૧૫૦થી વધુ વૃક્ષો તૂટી પડતાં અને અનેક વીજપોલ ધરાશયી થતાં અંધારપટ છવાયો હતો. વીજકંપની ૨૪ કલાક બાદ પણ વીજપુરવઠો ચાલુ કરી શકી નથી.
કોસંબા-તરસાડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગતરાત્રે ૭-૦૦ વાગ્યા બાદ તોફાની પવન સાથે વરસાદ શરૃ થયો હતો. વાવાઝોડા સાથેના વરસાદને કારણે અનેક સ્થળે વૃક્ષો તૂટી પડયા હતા. વૃક્ષો તૂટીને વીજતાર પર પડતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. કોસંબા-તરસાડી ૬૬ કે.વી. વીજ સબસ્ટેશનમાં ખામી સર્જાતા અને ઠેકઠેકાણે વાયરો તૂટી પડતાં અંધારપટ છવાયો હતો. તરસાડી ટાઉનમાં ૨૬ વીજપોલ ધરાશયી થયા હતાં.
જયારે કોસંબા-તરસાડી અને આસપાસના ૬ ગામોમાં કુલ ૧૫૦થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ અંધારપટ છવાયો હતો. પંડવાઇ, ખરચ, પાંજરોલી અને કુંવરદા ગામના ૩ ફીડર ઠપ થતાં વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. વીજકંપનીની વિવિધ ટીમો વીજપ્રવાહ પૂર્વવત કરવાની કવાયતમાં જોતરાઇ છે. પણ ૨૪ કલાક વીતી જવા છતાં હજી કોસંબા-તરસાડી સહિતના ગામડાઓમાં હજી અંધારપટની સ્થિતિ છે. વીજકંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ ૪૮ કલાક સુધીમાં વીજપ્રવાહ શરૃ કરી દેવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved