Last Update : 21-June-2012, Thursday

 

કચ્છના ધોળાવીરા પાસે છ વર્ષ બાદ આટલી તીવ્રતાનો આંચકો
ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ

કચ્છ ઉપરાંત રાજકોટ,જામનગર સહિત સૌરાષ્ટ્ર ધુ્રજ્યું, કચ્છમાં અનેક ફોલ્ટલાઈન સક્રિયઃ ધોળાવીરા બુધવારે બપોરે પણ આંચકા

રાજકોટ,બુધવાર
ઈ.સ.૨૦૦૧ના ભૂજ પાસેના ૭.૭ના ભયાનક ભૂકંપની યાદ તાજી કરાવતો શક્તિશાળી ૫.૦ની તીવ્રતાના ભૂકંપે ગત મધ્યરાત્રિએ ફરી સૌરાષ્ટ્ર-કચ્છને વધુ એક વાર ઉંઘમાંથી જગાડીને ધુ્રજાવી દીધું હતું. કચ્છના ઐતહાસિક સ્થળ ધોળાવીરાથી દક્ષિણ-પૂર્વે ૨૬ કિ.મી. દૂર ધરતીમાં ૧૧.૪ કિલોમીટરની ઉંડાઈએથી થોડા વર્ષોમાં સક્રિય થયેલી ફોલ્ટલાઈનમાં રાત્રિના ૧.૪૪ વાગ્યે ૫ મેગ્નિટયુડની તીવ્રતાનો આંચકો ઉદ્ભવ્યો હતો જેનાથી સમગ્ર કચ્છ ઉપરાંત રાજકોટ સહિતના શહેરોના લોકોની ઉંઘ પણ ઉડાડી દીધી હતી. આ આંચકા પછી સવારે સુરેન્દ્રનગરમાં આંચકા અને તલાલા નજીક સવારે ૭.૩૧ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મૂજબ આ આંચકા પછી સવારે ૯.૫૬ સુધીમાં ધોળાવીરામાં એપિસેન્ટર આસપાસથી ૨૭ આફ્ટરશોક્સ આવ્યા હતા તેમાં રાત્રે ૨.૧૨ વાગ્યે તો ૩.૦ની નોંધપાત્ર તીવ્રતાનો બીજો ભૂકંપ જેેવો શક્તિશાળી આંચકો હતો. રાત્રે ૧.૪૪ વાગ્યે ધોળાવીરા નજીક તીવ્ર ભૂકંપના એક કલાકમાં જ ૧૨ આંચકા આવી ગયા હતા, સવાર સુધીમાં ૨૭ અને ત્યારબાદ વધુ ત્રણ સહિત કૂલ ૩૦ આંચકા માત્ર ધોળાવીરા પાસે આવતા ધરતી સતત ધુ્રજતી રહી હતી. રાપરની ઉત્તર પશ્ચિમે ગત મધરાત્રે ૧૨.૫૭ વાગ્યે ૧.૪ અને સવારે ૮.૨૭એ ૧.૭ની તીવ્રતાના આંચકા આવ્યા હતા જેને કારણે સવાર સુધી લોકોને ધરતીકંપે જાણે ઉંઘવા દીધા ન્હોતા.
આ સિલસિલો આજે બપોર પછી પણ ચાલુ રહ્યો હતો અને ધોળાવીરા પાસે ૧૨.૫૦એ ૨.૬ અને બપોરે ૨.૧૦એ વધુ એક ૨.૩ની નોંધપાત્ર તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે કોઈ જાનહાનિના અહેવાલો નથી.
અગિયાર વર્ષ પહેલા ૨૦ હજાર લોકોનો ભોગ લેનારા ભૂજ પાસેના ભૂકંપ પછી કચ્છમાં રાપર, ભચાઉ અને ધોળાવીરા પાસેની ફોલ્ટલાઈન સક્રિય થઈ છે નાનામોટા કંપન સતત થતા રહે છે.
કચ્છમાં કંપનો સતત ચાલુ હતા ત્યારે બીજી તરફ નવી જ અને જુદા પ્રકારની ફોલ્ટલાઈન ધરાવતી તલાલા ગીરની ધરતીમાં પણ સવારે ૭.૩૧ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો આંચકો આવતા ગભરાટ ફેલાયો હતો. તો સુરેન્દ્રનગરની ફોલ્ટલાઈન ઘણા સમયથી સક્રિય છે અને આજે પણ ત્યાં બપોર સુધીમાં ત્રણ આંચકા આવ્યા હતા.
રાજકોટમાં ખાસ કરીને ફ્લેટમાં આંચકો વધુ અનુભવાયો હતો. અનેક લોકો મધરાત્રે ઉંઘમાંથી જાગીને બહાર નીકળી ગયા હતા અને ફોનના દોરડાં ધણધણાવ્યા હતા. જો રાત્રે ધરતીમાં તીવ્ર કંપારી અનુભવવા સાથે વાસણો ખખડયાનો અનુભવ લોકોએ કર્યો હતો. રાજકોટમાં આ અંગે માહિતી આપવા ડિઝાસ્ટર સેન્ટરમાં કોઈ વ્યવસ્થા ન્હોતી. તો મધરાતે આ આંચકો ખંભાળિયા સહિત જામનગર જિલ્લામાં પણ અનુભવાયો હતો.
આ ફોલ્ટલાઈન પર ભૂતકાળમાં કદિ આવો આંચકો આવ્યો નથી, આ અંગેના અધિકારીઓનો સંપર્ક સાધતા જણાવાયું કે કચ્છમાં ૬ વર્ષમાં પ્રથમવાર આટલી તીવ્રતાનો આંચકો આવ્યો છે. જો કે તે પહેલા આના કરતા પણ વધુ તીવ્રતાના ૫.૯ સુદીના આંચકા આવી ગયા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved