Last Update : 21-June-2012, Thursday

 

વાંકાનેરના દિધલીયા ગામની સીમમાં
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

મેટાડોરમાં માંસનો જથ્થો અમદાવાદ લઈ જવાની પેરવી કરતો એક શખ્સ પકડાયો, ત્રણ નાસી છૂટયા, જીવદયાપ્રેમીઓ લાલઘુમ

વાંકાનેર,તા.૨૦
વાંકાનેરના દિધલીયા ગામની સીમમાં ગત મધરાત્રે જાહેરમાં ૨૦ જેટલા બળદોની ક્રૂરતાપૂર્વક કતલ કરીને ૧૨૦૦ કિલો માંસનો જથ્થો મેટાડોરમાં ભરી અમદાવાદ લઈ જવાની પેરવી કરતા એક શખ્સને ગ્રામજનો અને પોલીસે ઝડપી લીધો હતો. જયારે ત્રણ શખ્સો કારમાં નાસી છૂટયા હતાં.
દિધલીયા ગામની સીમમાં નિ ર્જન સ્થળે ચારેક શખ્સો ૨૦ જેટલા બળદોને લઈ આવીને કતલ કરી રહ્યાની જાણ થતાં દિધલીયા ઉપરાંત આસપાસના કેરાળા, પાંજ, લુણસરીયાનાં ગ્રામજનો એકઠ્ઠા થઈ ગયા હતાં. આ અંગે પોલીસને જાણ કરતા પી.એસ.આઈ. વાલાણી અને જોશી સહિતની ટીમ દોડી ગઈ હતી અને મધરાત્રે બે વાગ્યે ગ્રામજનોને સાથે રાખીને દરોડો પાડતા કસાઈઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસના દરોડામાં અમદાવાદના મીરઝાપુરનો મહમદહૂશેન રફીકભાઈ કુરેશી (ઉ.વ.૪૫) મેટાડોર લઈને નાસવા જતાં ગ્રામજનો અને પોલીસે ઝડપી લીધો હતો. જયારે પરવેઝ, અસલમ અને ઈસરાઈલ નામના ત્રણ શખ્સો બોલેરો કારમાં નાસી છૂટાયા હતાં. મેટાડોરમાંથી ૧૨૦૦ કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. જેનું સ્થાનિક વેટર્નરી અધિકારી પાસે પરીક્ષણ કરાવતા બળદ અને વાછરડાનું માંસ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેના આધારે પોલીસે ચારેય કસાઈ શખ્સો વિરૃધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શખ્સને પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.
બીજી તરફ ગૌવંશની કતલ થયાની જાણ થતાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરીષદ ટ્રસ્ટ દિલ્હીના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સંત શ્રી અવધૂત રામાયણી મહારાજ સહિતના આગેવાનો, કાર્યકરો, જીવદયાપ્રેમીઓ ઉમટી પડયા હતા અને આરોપીઓ સામે સખત પગલા ભરવા માંગણી કરી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved