Last Update : 21-June-2012, Thursday

 

PSIની પરીક્ષામાં પાસ કરાવવાનો ભાવ રૂ.12 લાખ

-આણંદ પોલીસ બેડામાં ચકચાર

 


-જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનાં સીટી ક્લાર્ક સામે ફરિયાદ

આણંદ,તા.૨૦
આણંદ શહેરની જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં સીટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ઉમરેઠના એક શખ્શને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી આપવાના બહાને રૃા.૧૨ લાખની માતબર રકમનો ચુનો ચોપડતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં આવેલ આઈટીઆઈની બાજુમાં રહેતા અંબાદાન કાનજીભાઈ ગઢવીના પુત્ર ધર્મેન્દ્રસિંહે ગત ૨૦૧૦ની સાલમાં પીએસઆઈની પરીક્ષા આપી હતી. દરમ્યાન તેમનો સંપર્ક તેમના જ જ્ઞાાતિબંધુ અને આણંદ શહેરની જિલ્લા પોલીસ વડાની કચેરીમાં સીટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નવલદાન નાથુજીભાઈ ગઢવી (રહે.સામરખા) સાથે થયો હતો. દરમ્યાન નવલદાન ગઢવીએ અંબાદાન ગઢવીને જણાવ્યું હતું કે મારે ડાયરેક્ટ ડીજી સાથે સારી ઓળખાણ છે. તમારા પુત્રને જો પીએસઆઈ બનાવવો હોય તો ૧૨ લાખ રૃપિયા આપવા પડશે તેમ જણાવતા જ અંબાદાન ગઢવી પુત્રને પીએસઆઈ બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા અને ત્રણ હપ્તામાં રૃા.૧૨ લાખની રકમ નવલદાન ગઢવીને આપી હતી. ત્યારબાદ પરીક્ષા લેવાઈ ગઈ હતી અને પરિણામ જાહેર થતાં અંબાદાન ગઢવીનો પુત્ર ધર્મેન્દ્રસિંહ નાપાસ થયો હતો. આમ નવલદાન ગઢવીએ રૃા.૧૨ લાખની રકમ લઈ પીએસઆઈની પરીક્ષા પાસ નહી કરાવી અંબાદાન ગઢવી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી. અંબાદાન ગઢવીએ આપેલ રૃા.૧૨ લાખની પરત માંગણી કરી હતી. પરંતુ નવલદાન ગઢવી યેનકેન પ્રકારના બહાના બતાવી ગલ્લાં-તલ્લાં કરવા લાગતા આખરે તેઓએ ૨ લાખ અને ૫ લાખના એમ કુલ બે ચેક આપ્યા હતા. જે ચેક પણ બેંકમાંથી પરત ફર્યા હતા.
આખરે પોતાની સાથે માતબર રકમની ઠગાઈ થવાનો અહેસાસ થતાં જ અંબાદાન કાનજીભાઈ ગઢવીએ ઉક્ત બનાવ અંગે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે નવલદાન નાથુજીભાઈ ગઢવી (રહે.સામરખા) વિરૃધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved