Last Update : 21-June-2012, Thursday

 

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય
આ નિર્ણયનાં કારણે વર્તમાન વર્ષે સબસીડીનું બીલ રૃ.૧૦,૦૦૦ કરોડ જેટલું વધી જવાની ગણતરી

વધુ ૫૦ લાખ ટન ઘઉં-ચોખા રેશન માટે અને ૩૦ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચાણાર્થે છૂટા કરાશે

નવી દિલ્હી,તા.૨૦
ચોમાસું નજીક આવ્યું હોઈ અનાજના સંગ્રહની સમસ્યાને હળવી કરવા સરકારે વધુ ૮૦ લાખ ટન અનાજ રેશનની દુકાનો અને ખુલ્લા બજારમાં અનાજ જે ભાવે પ્રાપ્ત કરાયું છે. તેનાથી ઘણા નીચા ભાવે વેચવામાં આવશે.
આ પગલાંના કારણે વાર્ષિક ફુડ સબસીડી બીલ વર્તમાન વર્ષે રૃ.૧૦,૦૦૦ કરોડનાં પ્રમાણમાં વધી જવાની સંભાવના છે. વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિનાં અધ્યક્ષ સી. રંગરાજનની આગેવાની હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય કમિટીએ વધારાનો સ્ટોક આવી રીતે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરિત કરીને વધુ અનાજ સંગ્રહ માટેની જગ્યા કરવાનો નિર્ણય લીધો તેના પગલે આ જાહેરાત કરાઈ હતી.
૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષ માટે કેન્દ્ર સરકારનાં અંદાજપત્રમાં વાર્ષિક અન્ન સહાય માટે રૃ.૭૫,૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
નાણાંપ્રધાન પ્રણવ મુખરજીનાં અધ્યક્ષ પદે એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનીસ્ટર્સની એક બેઠક પણ થોડા દિવસર્વૂર્વે મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ૫૦ લાખ ટન ઘઉં અને ચોખા રાજ્યોને ગરીબી રેખાથી નીચે જીવતાં કુટુંબોને વિતરણ માટે ફાળવવા અને વધુ ૩૦ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચાણ માટે ફાળવવા.
આ બેઠકમાં હાજર રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ગરીબીની રેખાથી ઉપર જીવતાં કુટુંબો માટે કોઈ નવી ફાળવણી નથી કરાઈ પણ જૂની ૧૦ લાખ ટનની ફાળવણીને પુનઃ તાજી કરાઈ છે.
આ બેઠકમાં કૃષી પ્રધાન શરદ પવાર અને અન્ન પ્રધાન કે.વી. થોમસ પણ હાજર હતા. આ બેઠકમાં જાહેર વિતરણ માટે ફાળવાયેલ ૫૦ લાખ ટન અનાજ ૫૫૦થી ૫૬૦ લાખ ટન અનાજની વાર્ષિક ફાળવણી ઉપરાંતની ફાળવણી છે.
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ (રેશનની દુકાનો દ્વારા) સરકાર ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોને દર મહિને પરિવાર દીઠ ૩૫ કિલોગ્રામ ઘઉં અને ચોખા સસ્તા ભાવે વિતરિત કરે છે. ઘઉં કિલોનાં રૃ.૪.૧૫નાં તો ચોખા રૃ.૫.૬૫નાં ભાવે અપાય છે. ગરીબીની રેખાથી ઉપર જીવતાં કુટુંબો માટે આવી જ રીતે સસ્તા ભાવે ૧૫થી ૩૫ કિ.ગ્રા. અનાજનું વિતરણ કરવામાં આવે છે.
૬ઠ્ઠી જૂનની સ્થિતિ મુજબ દેશનો અનાજનો જથ્થો ૮૨૦ લાખ ટન છે જે ગયા વર્ષનાં સ્ટોક કરતાં ૧૦૦ લાખથી ૧૨૦ લાખ ટન વધુ છે. ઉપલબ્ધ સ્ટોરેજ સ્પેસ માત્ર ૬૬૦ લાખ ટનની છે તેના કરતાં તો સ્ટોક ઘણો વધુ છે.
નિષ્ણાતોનું માનવું છે કે સેન્ટ્રલ પુલનાં અનાજનાં જથ્થામાંથી અનાજનું વિતરણ કરવાનાં તાકીદે પગલાં ન લેવાય તો, વરસાદનાં કારણે મોટા પ્રમાણમાં અનાજને નુકશાન થવાની સંભાવના છે. આવું નુકશાન આસવવા માટે અન્ન મંત્રાલય અનેક દરખાસ્તો પર વિચારણા કરી રહ્યું છે. જેમાં અનાજની નિકાસ માટે સબસીડી આપવાની અને લોટ જેવી મૂલ્યવર્ધિત પેદાશોની નિકાસની પણ વિચારણા કરાઈ રહી છે.
રંગરાજનની આગેવાની હેઠળની ઊચ્ચસ્તરીય પેનલે તો રેશન શોપ દ્વ ારા વધુ ૧૩૦ લાખ ટન અનાજ વિતરિત કરી અને ૨૦ લાખ ટન અનાજની નિકાસકરી વધુ પડતા સ્ટોકને ઘટાડવાની ભલામણ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સે ખુલ્લા બજારમાં કિવન્ટલદીઠ રૃ.૧૧૭૦નાં ભાવે સપ્ટેમ્બર સુધી અને ત્યારબાદ રૃ.૧૨૮૫નાં ભાવે ઘઉં વેચવાનો નિર્ણય લીધો છે. આ ભાવને વ્યાજબી ઠેરવતો પ્રતિભાવ ખાનગી મલ્ટીનેશનલ કોમોડિટી ટ્રેડિંગનાં અધિકારીએ આપ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved