Last Update : 21-June-2012, Thursday

 

યુ.એસ.ફેડ મીટિંગના નિષ્કર્ષ પૂર્વે સાવચેતી છતાં ક્રુડના ઘટતા ભાવનું આકર્ષણ
સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ

ઇન્ડેક્ષ બેઝડ ચંચળતા કાયમ છતાં મોટી અફડાતફડી ઘટી ઃ સેન્સેક્ષનો ૧૦૪ પોઇન્ટનો સુધારો અંતે ૩૭ પોઇન્ટ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
વડા પ્રધાન મનમોહન સિંહે ગઇકાલે મેક્સીકોમાં ભારતની રાજકોષીય ખાધને ઘટાડવા સહિત આર્થિક વૃદ્ધિને વેગ આપવા સબસીડીઓમાં કાપ સહિતના પગલાં લેવાનું પ્રોત્સાહક નિવેદન કરતા ડીઝલ, એલપીજી સીલિન્ડરના ભાવો વધવાની શક્યતા સામે ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતા વપરાશે બ્રેન્ટ ક્રુડના ૯૫ ડોલર નજીક આવી જતાં અને યુ.એસ.ફેડરલ ઓપન માર્કેટ કમિટીની (એફઓએમસી) મીટિંગમાં આજે લાંબાગાળાનો ઋણ ખર્ચ ઘટાડવા ઓપરેશન ટ્વીસ્ટને ૪૦૦ અબજ ડોલર વધુ વધારવાના સંકેતે એશીયાના અન્ય બજારોની મજબૂતી પાછળ મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત મજબૂતીએ થઇ હતી. સેન્સેક્ષ- નિફ્ટી બેઝડ આજે મજબૂતી છતાં મર્યાદિત સુધારાએ સતત બીજા દિવસે ચંચળતા જોવાયા સામે મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, ઓટો, ઓઇલ-ગેસ શેરો સાથે સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં વ્યાપક તેજીનો પવન ફૂંકાયો હતો. ટ્રેડીંગની શરૃઆત પોઝિટીવ થઇ સેન્સેક્ષ આગલા બંધ ૧૬૮૫૯.૮૦ સામે ૧૬૯૦૩.૯૬ મથાળે ખુલીને ડૉ. રેડ્ડીઝ લેબ, ભેલ, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનીલીવર, ઓએનજીસી, જિન્દાલ સ્ટીલમાં તેજીએ એક સમયે ૧૬૯૫૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે સાંકડી વધધટ બતાવતો રહી 'ફીચ' રેટીંગ એજન્સી દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે ૮ બેંકોના રેટીંગને ડાઉનગ્રેડ કરવાના સમાચારે આવેલી હીટમાં એક સમયે સુધારો ધોવાઇ ૧૯.૭૦ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૬૮૪૦.૧૦ સુધી આવ્યો હતો. પરંતુ આ ઘટાડો પણ ક્ષણજીવી નીવડી સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, ભેલ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનીલીવર, ડૉ. રેડ્ડીઝ લેબ, ઓએનજીસી, સ્ટેટ બેંક હીરો મોટોકોર્પમાં આકર્ષણે ફરી ૩૫થી ૪૦ પોઇન્ટ સુધરી આવ્યા બાદ લાંબો સમય ૩૫થી ૪૦ પોઇન્ટનો સુધારો બતાવતો રહી પોણા ત્રણ વાગ્યા નજીક એક સમયે ૧૦૩.૬૯ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૬૯૬૨.૪૯ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે યુ.એસ.ફેડ મીટિંગનાં સાંજે નિષ્કર્ષ પૂર્વે સાવચેતી અને યુરોપના બજારોમાં પણ સ્પેન, ઇટાલી મુદ્દે ચિંતાએ સુધારો ધોવાતો જોવાતા સાવચેતીમાં હળવા થવાના માનસે સેન્સેક્ષ અંતે ૩૬.૮૩ પોઇન્ટ વધીને ૧૬૮૯૬.૬૩ બંધ રહ્યો હતો.
ઇન્ડેક્ષ બેઝડ ચંચળતા કાયમ છતાં મોટી અફડાતફડી ઘટી ઃ નિફ્ટી સ્પોટ ૫૧૦૦ થઇ ૫૧૪૨ જઇ ૫૧૨૦
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૧૦૩.૮૫ સામે ૫૧૧૪.૫૫ મથાળે ખુલીને સિમેન્ટ શેરોમાં સિમેન્ટ કંપનીઓ વિરુદ્ધ કોમ્પીટીસન ઓથોરિટીના રૃા. ૩૦૦૦ કરોડ જેટલી પેનલ્ટીના ચૂકાદાની અપેક્ષાએ પ્રી-ઓપન માર્કેટમાં ગાબડાં બતાવ્યા બાદ બજાર શરૃ થતાં વિપરીત ચાલે તેજી કરી એસીસી, જેપી અસોસીયેટસ, અંબુજા સિમેન્ટસમાં લેવાલી કરી મૂકી સાથે સ્ટરલાઇટ, એચસીએલ ટેક્નો, ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લેબ., સેસાગોવા, લીવર, ભેલ, ઓએનજીસી, હીરો મોટોકોર્પની તેજીએ સવારે ૧૧ વાગ્યા નજીક ઉપરમાં ૫૧૩૪ પહોંચ્યો હતો. પરંતુ ફીચ દ્વારા ભારતીય બેંકોના રેટીંગ ડાઉનગ્રેડ કર્યાના સમાચારે સુધારો ધોવાઇ નિફ્ટી દોઢ વાગ્યા નજીક ૫૧૦૦ સુધી આવી ગયો હતો. જે યુરોપના બજારોની મજબૂતી સાથે ફરી ઉંચકાઇ આવી ઉપરમાં એક તબક્કે ૩૭.૮૫ પોઇન્ટ વધીને ૫૧૪૧.૭૦ સુધી પહોંચ્યો હતો. પરંતુ છેલ્લા અડધા કલાકમાં સાવચેતીમાં હળવા થવાના માનસે ૫૧૧૨ સુધી આવી જઇ અંતે ૧૬.૭૦ પોઇન્ટ વધીને ૫૧૨૦.૫૫ બંધ હતો.
નિફ્ટી ૫૧૦૦નો પુટ ૫૬.૮૦થી ઉછળી ૬૦.૯૫ થઇ પટકાઇ ૪૪ ઃ ૫૨૦૦નો કોલ ૨૩.૮૦થી વધી ૨૬.૭૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૧૦૦નો પુટ ૫,૪૯,૫૧૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૧૫૦ કરોડના ટર્નઓવરે ૫૬.૮૦ સામે ૫૪.૦૫ ખુલી નીચામાં ૩૭.૫૫ અને ઉપરમાં ૬૦.૯૫ થઇ અંતે ૪૪.૧૫ હતો. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૫,૩૫,૭૨૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૯૯૬ કરોડના ટર્નઓવરે ૨૩.૮૦ સામે ૨૫ ખુલી નીચામાં ૧૯.૬૫થી ઉપરમાં ૩૦.૨૫ સુધી જઇ અંતે ૨૬.૭૫ હતો. નિફ્ટી ૫૧૦૦નો કોલ ૬૫.૩૦ સામે ૬૭ ખુલી નીચામાં ૫૭ થઇ ઉપરમાં ૭૯.૫૦ સુધી જઇ અંતે ૭૨.૫૦ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૬.૧૫ સામે ૬.૯૫ ખુલી નીચામાં ૫.૨૫થી ઉપરમાં ૮.૨૫ સુધી જઇ છેલ્લે ૬.૮૦ હતો.
નિફ્ટી ૫૧૫૦ ઉપર બંધ જરૃરી ઃ ૫૦૧૫ મજબૂત સપોર્ટ ઃ ૫૨૦૦ મજબૂત પ્રતિકાર સપાટી
ટેકનીકલી નિફ્ટી બેઝડ નજીકનો ટ્રેન્ડ હજુ નરમાઇનો બતાવાઇ રહ્યો છે. નિફ્ટી સ્પોટ ૫૧૫૦ ઉપર બંધ આવે પછી ટ્રેન્ડ બદલાવાનું ટેકનીકલી ધ્યાન મૂકાઇ રહ્યું છે. નિફ્ટીમાં ૫૦૧૫ મજબૂત ટેકાની સપાટી અને ૫૨૦૦ મજબૂત પ્રતિકાર સપાટી બતાવાઇ રહી છે. નિફ્ટી જૂન ફ્યુચર ૨,૩૨,૪૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૯૪૯ કરોડના ટર્નઓવરે ૫૧૧૦.૬૦ સામે ૫૧૧૪.૩૦ ખુલી નીચામાં ૫૦૯૬.૨૫ અને ઉપરમાં ૫૧૪૩.૯૦ થઇ અંતે ૫૧૨૯.૯૦ બોલાતો હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૯૭૭૯થી નીચામાં ૯૭૩૫ થઇ ઉછળી ૯૮૩૦ ઃ ૪૯૦૦નો પુટ ૧૧.૭૦થી ઘટી ૭.૪૦
બેંક નિફ્ટી જૂન ફ્યુચર ૭૯૮૪૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૯૫૭ કરોડના ટર્નઓવરે ૯૭૭૯.૫૫ સામે ૯૮૦૧.૨૦ ખુલી ઉપરમાં ૯૮૬૬ થઇ નીચામાં ૯૭૩૫ સુધી ગબડી અંતે ફરી ઉંચકાઇ ૯૮૩૦.૯૫ હતો. નિફ્ટી ૪૯૦૦નો પુટ ૧૧.૭૦ સામે ૯.૪૫ ખુલી નીચામાં ૬.૨૫ અને ઉપરમાં ૧૧.૨૦ થઇ અંતે ૭.૪૦ હતો.
કેપિટલ ગુડઝની સસ્તી આયાત પર અંકુશ? ભેલ, અલ્સ્ટોમ, ક્રોમ્પ્ટન, એબીબી વધ્યા
કેપિટલ ગુડઝ ઇક્વિપમેન્ટની ચીન સહિતના દેશોમાંથી ભારતમાં થતી સસ્તી આયાતથી ભારતીય કંપનીઓને ફટકો પડી રહ્યો હોવાની ચિંતાએ વડા પ્રધાનની કચેરી દ્વારા આ મુદ્દે આજે મીટિંગ પૂર્વે ભેલ રૃા. ૩.૫૫ વધીને રૃા. ૨૧૫.૧૦, લાર્સન રૃા. ૧૧.૯૦ વધીને રૃા. ૧૩૪૧.૮૫, અલ્સ્ટોમ ટીએન્ડડી રૃા. ૬.૫૦ વધીને રૃા. ૧૮૦.૭૫, એબીબી રૃા. ૧૫.૧૦ વધીને રૃા. ૭૮૧.૬૦, થર્મેક્સ રૃા. ૭.૪૫ વધીને રૃા. ૪૬૨.૦૫, સિમેન્સ રૃા. ૧૦.૬૫ વધીને રૃા. ૭૦૭.૧૫, બીઇએમએલ રૃા. ૮.૩૦ વધીને રૃા. ૩૭૮.૫૦ રહ્યા હતાં.
ક્રુડ ઓઇલના ઘટતા ભાવ ઃ ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ વધ્યા છતાં ડીઝલના ભાવ વધારાનો ભય
કેપિટલ ગુડઝ ઇક્વિપમેન્ટની ચીન સહિતના દેશોમાંથી ભારતમાં થતી સસ્તી આયાતથી ભારતીય કંપનીઓને ફટકો પડી રહ્યો હોવાની ચિંતાએ વડા પ્રધાનની કચેરી દ્વારા આ મુદ્દે આજે મીટિંગ પૂર્વે ભેલ રૃા. ૩.૫૫ વધીને રૃા. ૨૧૫.૧૦, લાર્સન રૃા. ૧૧.૯૦ વધીને રૃા. ૧૩૪૧.૮૫, અલ્સ્ટોમ ટી એન્ડડી રૃા. ૬.૫૦ વધીને રૃા. ૧૮૦.૭૫, એબીબી રૃા. ૧૫.૧૦ વધીને રૃા. ૭૮૧.૬૦, થર્મેક્સ રૃા. ૭.૪૫ વધીને રૃા. ૪૬૨.૦૫, સિમેન્સ રૃા. ૧૦.૬૫ વધીને રૃા. ૭૦૭.૧૫, બીઇએમએલ રૃા. ૮.૩૦ વધીને રૃા. ૩૭૮.૫૦ રહ્યા હતાં.
ક્રુડ ઓઇલના ઘટતા ભાવ ઃ ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ વધ્યા છતાં ડીઝલના ભાવ વધારાનો ભય
ઓટો ઉદ્યોગ વિશ્વમાં મંદ માગનો સામનો કરી રહ્યો હોઇ ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને ૯૫ ડોલર નજીક આવી જતાં અને ઓઇલ ઉત્પાદક દેશોએ ઘટતા વપરાશથી હવે ઉત્પાદનમાં વધારો કરીને ભાવો ઓછા કરવાનો વ્યુહ અપનાવ્યાના પોઝિટીવ પરિબળે ઓટો શેરોમાં પસંદગીની લેવાલી નીકળી હતી. ટાટા મોટર્સ રૃા. ૬.૭૫ વધીને રૃા. ૨૪૫.૦૫, હીરો મોટોકોર્પ રૃા. ૨૫.૪૫ વધીને રૃા. ૨૦૩૨.૬૫, અપોલો ટાયર્સ રૃા. ૧.૨૫ વધીને રૃા. ૭૭.૩૫ રહ્યા હતા. અલબત સબસીડી બોજ ઘટાડવા ડીઝલના ભાવ વધારાના ભયે શેરોમાં મોટી લેવાલીમાં સાવચેતી હતી.
સિમેન્ટ કંપનીઓમાં પેનલ્ટીનો ફફડાટ ફેલાવી મંદી કરાવવા પ્રયાસ ઃ શેરો ઉછાળાયા
સિમેન્ટ કંપનીઓ વિરુદ્ધ કાર્ટેલ મામલે કોમ્પીટીશન ઓથોરિટી રૃા. ૩૦૦૦ કરોડ જેટલી પેનલ્ટી લાદવાની તૈયારીમાં હોવાના અહેવાલો વહેતા કરીને આજે સિમેન્ટ શેરોમાં મંદીના ઓળીયા ઉભા કરાવવાનો પ્રયાસ કરીને છેતરામણી ચાલે તેજી કરાઇ હતી. સેન્ચુરી ટેક્સટાઇલ રૃા. ૧૩.૭૦ વધીને રૃા. ૨૮૮.૬૦, એસીસી રૃા. ૪૩.૩૦ વધીને રૃા. ૧૨૭૧.૧૦, અંબુજા સિમેન્ટ રૃા. ૪.૭૦ વધીને રૃા. ૧૭૫.૪૫, ઇન્ડિયા સિમેન્ટ રૃા. ૩.૭૫ વધીને રૃા. ૮૪.૫૦, પ્રિઝમ સિમેન્ટ રૃા. ૫૦.૦૫ રહ્યા હતાં.
રેનબેક્સીનું વેનેઝુએલામાં હાઇબ્રીડ સાહસ ઃ શેર વધ્યો ઃ ડૉ. રેડ્ડીઝ રૃા. ૪૬, કેડિલ રૃા. ૨૧, એલેમ્બિક રૃા. ૩ ઉછળ્યા
ફાર્મા-હેલ્થકેર શેરોમાં એફઆઇઆઇ, લોકલ ફંડોના વધેલા વેલ્યુબાઇંગમાં ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૪૫.૬૫ વધીને રૃા. ૧૫૮૯.૫૦, કેડિલા હેલ્થ રૃા. ૨૦.૯૫ વધીને રૃા. ૭૪૪, પિરામલ હેલ્થ રૃા. ૧૨.૯૦ વધીને રૃા. ૫૧૬.૩૦, વોખાર્ટ રૃા. ૧૩.૩૦ વધીને રૃા. ૮૮૫.૬૦, દિવીઝ લેબ. રૃા. ૧૨.૭૫ વધીને રૃા. ૯૫૮, સન ફાર્મા રૃા. ૭.૭૦ વધીને રૃા. ૬૦૬, લુપીન રૃા. ૬.૬૦ વધીને રૃા. ૫૨૫.૫૫, રેનબેક્સી લેબ. પેરન્ટ દાઇઇચી સાન્ક્યો સાથે વેનેઝુએલામાં હાઇબ્રીડ બિઝનેસ મોડલ થકી સાહસ સ્થાપવાના નિર્ણયે શેર રૃા. ૩.૯૦ વધીને રૃા. ૪૮૫.૪૫, ગ્લેક્સો ફાર્મા રૃા. ૨૪.૯૫ વધીને રૃા. ૨૦૩૦, એલેમ્બિક ફાર્મા રૃા. ૩.૪૫ ઉછળીને રૃા. ૫૫.૫૦ રહ્યા હતાં.
મિડ સાઇઝ આઇટી શેરોમાં લેવાલી ઃ એચસીએલ ટેક્નો, એમ્ફેસીસ, હેકઝાવેર વધ્યા
મિડ સાઇઝ આઇટી-સોફ્ટવેર શેરોમાં પણ પસંદગીની લેવાલીમાં એચસીએલ ટેક્નોલોજીસ રૃા. ૧૪.૩૫ વધીને રૃા. ૪૮૬.૭૫, એમ્ફેસીસ રૃા. ૧૦.૨૦ વધીને રૃા. ૩૫૦.૨૦, હેક્ઝાવેર ટેક્નો રૃા. ૫.૫૦ વધીને રૃા. ૧૨૪.૩૫ રહ્યા હતા. જ્યારે ટીસીએસ રૃા. ૨૧.૭૫ ઘટીને રૃા. ૧૨૫૨.૦૫, ઇન્ફોસીસ રૃા. ૭.૯૫ ઘટીને રૃા. ૨૪૭૦.૬૦ રહ્યા હતાં.
ઇન્ડેક્ષની સાંકડી વધઘટ સામે 'બી' ગુ્રપમાં વ્યાપક તેજી ઃ ૧૬૧૭ શેરો વધ્યા ઃ ૨૦૮ શેરોમાં ઓનલી બાયર
સેન્સેક્ષ- નિફ્ટી બેઝડ નજીવા સુધારા સામે આજે 'બી' ગુ્રપ, સ્મોલ-કેપ શેરોમાં વ્યાપક તેજી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૫૩ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૬૧૭ અને ઘટનારની ૧૦૯૦ રહી હતી. ૨૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભૂપતિ કે બોપન્ના સિવાયના પાર્ટનર જોડે હું ઓલિમ્પિકમાં નહીં રમું

રૃનીના ગોલને સહારે ઈંગ્લેન્ડ યુક્રેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
આજથી ક્વાર્ટર ફાઇનલનો પ્રારંભઃચેક રિપબ્લિક સામે પોર્ટુગલ ફેવરિટ
વિમ્બલ્ડનઃયોકોવિચ અને શારાપોવા ટોપ સીડ

ઇન્ડિયા-એ ને હરાવીને વિન્ડિઝ-એ ટીમનો ૨-૧થી શ્રેણીમાં વિજય

પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા રૃા. ૧૨ લાખ પડાવ્યા
૨૦ બળદોની ક્રૂરતાપૂર્વક કતલ, ૧૨૦૦ કિલો માંસનો જથ્થો ઝબ્બે

વાંકાનેર નજીક જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગ

સેન્સેક્ષ-નિફ્ટીમાં નજીવા સુધારો ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ
ગીરવે મૂકાયેલા શેરોનું મૂલ્ય ૨૭ ટકા વધીને રૃા. ૧.૩ લાખ કરોડ
યુરો ઝોનની કટોકટી નહીં ઉકેલાય તો ભારતની મુશ્કેલીઓમાં વધારો થશે
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ટોચ પરથી ભાવો ગગડયાઃ રૃ.૫૫ હજારની અંદર જતી રહેલી ચાંદી

સ્ટોક ઘટાડવા રેશનની દુકાનો અને ઓપન માર્કેટમાં અનાજ ઠાલવવાનો નિર્ણય

ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છઃ કચ્છમાં ૫ના ભૂકંપ પછી ૩૦ આંચકા, તલાલામાં ભૂકંપ
કોસંબા-તરસાડી પંથકમાં ૨૬ વીજપોલ - ૧૫૦ વૃક્ષો ધરાશયી
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved