Last Update : 21-June-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૧-૦૬-૨૦૧૨, ગુરૂવાર
અષાઢ સુદ બીજ-રથયાત્રા/આદ્રૉમાં સૂર્ય.
કન્યામાં મંગળ, બુધ કર્કમાં - હવામાનમાં, બજારોમાં ફેરફારી?
ગુરૂપુષ્યામૃત સિઘ્ધિયોગ રાત્રે ૪ ક. ૧૬ મિ.થી

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્દેશ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૯ ક. ૫૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પુનર્વસુ રાત્રે ૪ ક. ૧૬ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુન, મંગળ-કન્યામાં-રાત્રે અને ૨૪ ક. ૦૬ મિ.થી., બુધ-કર્કમાં ૧૮ ક. ૩૫ મિ. થી. ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-રાત્રે ૯ ક. ૫૨ મિ. સુધી મિથુન પછી કર્ક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે - ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ......સુદ/વદ.......ને વાર રા.દિ. જ્યે. ૩૧
માસ-તિથિ-વારઃ અષાઢ સુદ બીજને ગુરુવાર. બીજને ગુરુવાર છે ચોમાસામાં મનોરથથી બીજ સારો વરસાદ થાય. અનાજ સસ્તું થાય.
- ગુરુૃપુષ્યમૃત સિઘ્ધિયોગ રાત્રે ૨૮ ક. ૧૬ મિ.થી સૂર્યોદય સુધી.
- ગુજરાત સમાચાર પંચાંગના પ્રણેતા સ્વ. કપિલદેવ અગ્નિહોત્રીની જન્મજયંતિ.
- મંગળ કન્યામાં રાત્રે ૧૨ ક. ૦૬ મિથી. બુધ કર્કમાં ૧૮ ક. ૩૫ મિ.થી.
- બજારોમાં હવામાનમાં ફેરાફારી? પવન, વરસાદ થાય. આકાશ નિર્મળ રહે તો શુભ.
- સૂર્ય આદ્રૉમાં રાત્રે ૧૦ ક. ૧૬ મિ. વાહન શિયાળ. કેરીનો ત્યાગ. આદ્રૉફળ શુભ છે.
- વેરાવળ, મદનલાલજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૩૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૮ રોજ અમરદાદ
- આજમાં વધારો? ભેંસને પીડા? સાકર, ખાંડ, અનાજ, રૂમાં ભાવ વધે?
- સુખ-દુઃખમાં આરોહ-અવરોહ જણાય.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ રથયાત્રાના ધાર્મિક પર્વમાં આનંદ રહે. નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના વ્યવહાર-સંબંધ તાજા થાય. ખર્ચ થાય.

 

 

વૃષભ ઃ નોકરી ધંધાના નવા કામ અંગે રથયાત્રાનો દિવસ આનંદ રહે. સીઝનલ ધંધામાં આવક થાય. સંતાનનું કામ થાય.

 

મિથુન ઃ ગ્રહોનું રાશિ પરિવર્તન રથયાત્રાના દિવસે થઈ રહ્યું છે તે આગામી સમયમાં ચિંતા-ઉચાટ હળવો. સગા સંબંધી-મિત્રવર્ગથી તકલીફ રહે.

 

કર્ક ઃ નોકરી-ધંધામાં આક્ષેપ, અપયશથી, વિવાદથી-ચિંતાથી, રૃકાવટ તકલીફ પડવાનું રહે. દેવું હોય ઉઘરાણી હોય તેમાં મુશ્કેલી અનુભવો.

 

સિંહ ઃ આજે રાત્રે મંગળ આપની રાશિમાંથી કન્યા રાશિમાં પરિભ્રમણ શરૃ કરતાં કૌટુંબક પ્રશ્નમાં ચિંતા-ખર્ચ વિવાદ જણાય. તકલીફ પડે.

 

કન્યા ઃ આજે આપની રાશિમાં મંગળનો પ્રવેશ થશે પરંતુ આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. શારીરિક, માનસિક, આર્થીક પ્રશ્ને સંભાળવું પડે.

 

તુલા ઃ આજે રાત્રે મંગળ કન્યા રાશિમાં પ્રવેશતાં સાંસારીક પ્રશ્નમાં, નાણાંકીય પ્રશ્નમાં વિવાદ, નુકસાની, કાનૂની તકલીફ જણાય.

 

વૃશ્ચિક ઃ આપની રાશિનો અધિપતિ આજ રાત્રે કન્યા રાશિમાં પ્રવેશતા રૃકાવટવાળા કામમાં ધીમે ધીમે પ્રગતિ જણાય. પુત્ર પૌત્રાદિકની પ્રગતિ થઈ શકે.

 

ધન ઃ મંગળનું કન્યા રાશિમાં પરિભ્રમણ શરૃ થવાના કારણે આગામી સમય નોકરી ધંધાના, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા-ખર્ચ રખાવે.

 

મકર ઃ આજનો દિવસ આપે તન-મન-ધનથી-વાહનથી, ધક્કા મુક્કાથી, સંભાળવો. પૈસા-પાકીટ-મોબાઈલ-લેપટોપ-વાહનનું ધ્યાન રાખવું. ગાફેલ રહેવું નહીં.

 

કુંભ ઃ આજથી મંગળનું પરિભ્રમણ કન્યા રાશિમાં શરૃ થઈ રહ્યું છે જે આગામી સમયમાં આપને શારીરિક-માનસિક-આર્થીક પ્રશ્ને ચિંતા-મુંઝવણ-મુશ્કેલી વધારે.

 

મીન ઃ શનિ-મંગળ કન્યા રાશિમાં પરિભ્રમણ કરતાં સાંસારીક પ્રશ્નમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા રહે. પેટ કમર-મણકાની, મસ્તક, ગરદનની તકલીફ જણાય.

 

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૧-૬-૨૦૧૨ ગુરૃવાર

 

આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ પ્રારંભીક તબક્કામાં સંઘર્ષ-ચિંતાનું રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં નોકરી-ધંધાની ચિંતા-રૃકાવટ-મુશ્કેલી દૂર થાય. તમારા આનંદ ઉત્સાહમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય. ધર્મકાર્ય, શુભકાર્ય થાય. વિશેષમાં...

 

* નોકરી-ધંધામાં કામ કરો, હરો ફરો પરંતુ નાણાંકીય નુકસાન, વિશ્વાસઘાત-દગો, આક્ષેપ, અપયશ-અપમાનથી સંભાળવું પડે. આ વર્ષમાં નવા કોઈ આયોજન-જોખમો કર્યા વગર શાંતિથી વર્ષ પસાર કરવું. અન્યની દેખાદેખીમાં તમે તકલીફમાં મુશ્કેલીમાં આવી જાય. વર્ષાંતે રાહતની શરૃઆત થાય.

 

* પોતાના નિકટના સગા સંબંધી-મિત્રવર્ગમાં મનદુઃખ થાય, સંયુક્ત પરિવારમાં તોડફોડ થાય. મનદુઃખ થાય, સંયુક્ત પરિવારમાં તોડફોડ થાય.

 

* સ્ત્રીવર્ગને સ્તનની, છાતીની, બી.પી.ની તકલીફથી સંભાળવું પડે. પતિ-સંતાનની ચિંતા રહે. તે સિવાય ધર્મકાર્યમાં વધારો થાય.

 

* વિદ્યાર્થીવર્ગને મિત્ર સંગતમાં ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. પરીક્ષાના પરિણામને અસર થાય.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

મમ્મી ચંપાએ દિકરી લીલીને કોઈ છોકરીની સાથે ઘરની બહાર બાઈક ઉપર આવીને ઘરમાં આવ્યા પછી પૂછ્‌યું, ‘‘કોણ હતો એ ?’’
‘‘મારો દોસ્ત છે,’’ લીલી બોલી, ‘‘કોલેજમાં સાથે છે.’’
‘‘બેટા, મેં પણ દુનિયા જોઈ છે,’’ ચંપાએ કહ્યું, ‘‘૭૬ રૂપિયાના ભાવવાળું પેટ્રોલ વાપરીને તને ઘરે મૂકી જનાર ફક્ત દોસ્ત જ નથી હોતો.’’

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved