Last Update : 20-June-2012, Wednesday

 
તમારું સામાન્ય જ્ઞાન ચકાસો છાપા વાંચો છો ને ?
સમાચારો વાંચો જુઓ છો ને ?
તો ચકાસો તમારી જાણકારી

ન ભારતમાં વઘુ વર્ષો સુધી સંરક્ષણ પ્રધાન કોણ રહ્યું ?

ન દૂર દર્શન દ્વારા રંગીન ટેલિવિઝનની શરૂઆત ક્યારથી થઈ ?

ન પાંચસો કરતાં વઘુ ખેલાડીઓને ક્રિકેટમાં આઉટ કરનાર ભારતનો ક્યો ખેલાડી છે ?

ન સુનામી એટલે શું ? ન લોકસભાના વઘુમાં વઘુ સભ્યો કેટલા ?

અહંિ લગભગ દરેક વિષયના જુદા જુદા સવાલો છે જેના જવાબ છેલ્લે આપ્યા છે. ખાસ કરીને નોકરી મેળવવાની હોય ત્યારે ક્યારેક લેખિત અને ક્યારેક મૌખિક સવાલો આપણા સામાન્ય જ્ઞાન વિષેેે પૂછવામાં આવે છે.
નહીંતરે પણ સમાચારોની જાણકારી રાખનારને આ સવાલોના જવાબો જાતે જ જાતની ચકાસણી કરાવનારા છે.
એમાં પહેલો હિસ્સો વર્તમાન બનાવોની જાણકારીને ચકાસનારો છે.
વિભાગ-૧
(૧) હમણાં શતરંજની વિશ્વ સ્પર્ધામાં પાંચમી વખત વિશ્વ વિજેતા બનનનાર ભારતીય ખેલાડી કોણ ?
(અ) વિજય અમૃતરાજ
(આ) અમિત આનંદ
(ઈ) વિશ્વનાથ આનંદ
(ઉ) રોહિત શર્મા
(૨) હમણાં બ્રિટનના મહારાણી એલિઝાબેથના રાજ્યાભિષેકના વર્ષના ઉજવણી કરવામાં આવી એ કેટલામાં વર્ષની હતી ?
(અ) ૫૦
(આ) ૬૦
(ઈ) ૩૦
(ઉ) ૪૦
(૩) ભારત અને પાકિસ્તાન વચ્ચે હમણાં જે મંત્રણા થઈ એમાં મુખ્ય વિષય ક્યો હતો ?
(અ) સીયાચીન
(આ) કાશ્મીર
(ઈ) ગેસ પાઈપલાઈન
(ઉ) અણુ શાંતિકરાર
(૪) ભારતમાં અત્યાર સુધી વઘુમાં વઘુ વર્ષો સુધી સંરક્ષણ પ્રધાન કોણ રહ્યું ?
(અ) જ્યોર્જ ફરનાન્ડીસ
(આ) રાજીવ ગાંધી
(ઈ) મુલાયમ સંિહ
(ઉ) એ.કે. એન્થની
(૫) આમાંથી ક્યા ક્રિકેટરે વન-ડે અને ટી-૨૦ ની મેચોમાંથી નિવૃત્તિ લીધી ?
(અ) એન્ડ્રુ સાઈમંડ
(આ) કેવિન પીટરસન
(ઈ) ગિલક્રિસ્ટ
(ઉ) ડેનિયલ વિટોરી
જવાબ
(૧)ઈ (૨) આ (૩) અ (૪) ઉ (૫) આ
વિભાગ-૨
સામાન્ય જ્ઞાન
(૧) ભારત સરકારે દેશના રાષ્ટ્રીય ચિન્હ તરીકે અશોક ચક્રને ક્યા દિવસે અપનાવ્યો ?
(અ) ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭
(આ) ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
(ઈ) ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
(ઉ) વિજયા દશમી, ૧૯૯૮
(૨) આપણા રાષ્ટ્રીય ગીત ‘‘જન ગણ મન અધિનાયક’’ લખનાર કવિ કોણ છે ?
(અ) ઝવેરચંદ મેઘાણી
(આ) રવીન્દ્રનાથ ટાગોર
(ઈ) બંકિમચંદ્ર ચેટરજી
(ઉ) ઉમાશંકર જોષી
(૩) ગુજરાતના એક લેખકનું હમણાં જન્મ શતાબ્દિ વર્ષ ગયું.... એ લેખકનું નામ ....
(અ) કનૈયાલાલ મુનશી
(આ) રમણલાલ વસંતલાલ દેસાઈ
(ઈ) જય ભિખ્ખુ
(ઉ) ઘૂમકેતુ
(૪) જાપાનની સંસદનું શું નામ છે ?
(અ) સંસદ
(આ) પાર્લામેન્ટ
(ઈ) બુન્ડ સટેન
(ઉ) ડાયટ
(૫) દૂરદર્શન દ્વારા રંગીન ટી.વી. ની શરૂઆત ક્યા વર્ષથી થઈ ?
(અ) ૧૯૮૧
(આ) ૧૯૮૨
(ઈ) ૧૯૮૩
(ઉ) ૧૯૮૪
વિભાગ-૨ ના જવાબ (૧) આ (૨) આ (૩) ઈ (૪) ઈ (૫) આ
વિભાગ-૩
ભૂગોળ
(૧) પૃથ્વીનો ઉપગ્રહ કોને ગણવામાં આવે છે ?
(અ) ડેમોસ
(આ) ફોબાસ
(ઈ) ચન્દ્ર
(ઉ) શનિ
(૨) કઈ તારીખે દિવસે અને રાત સરખા હોય છે ?
(અ) ૨૧ જૂન
(આ) ૨૧ માર્ચ
(ઈ) ૨૩ ડિસેમ્બર
(ઉ) અ અને આ બન્ને
(૩) સુનામી એટલે શું ?
(અ) સમુદ્રની અંદર ધરતીકંપ થવાથી ઉછળતા પહાડ જેવી ઊંચા મોજા
(આ) સાઈબીરીયાના રણમાં થતું વાવાઝોડું
(ઈ) સૂર્યમાં થતા હવાના તોફાનો
(ઉ) ઉપરમાંથી એક પણ નહીં
(૪) દુનિયાની સૌથી લાંબી પર્વતમાળા કઈ ?
(અ) કારાકોરમ
(આ) અલાસ્કા
(ઈ) એન્ડીઝ
(ઉ) હિમાલય
(૫) દુનિયાનો સોથી મોટો મહાસાગર ક્યો ?
(અ) પેસિફિક એટલે પ્રશાંત
(આ) આટલાંટિક
(ઈ) હિન્દ
(ઉ) આર્કટીક
વિભાગ-૩ ના જવાબો (૧) ઈ (૨) ઈ (૩) અ (૪) ઈ (૫) અ
વિભાગ-૪
ભારતનો ઈતિહાસ
(૧) રામાયણ મહાકાવ્યના લેખક કોણ છે ?
(અ) ગણેશજી
(આ) મુરારીબાપુ
(ઈ) વેદ વ્યાસ
(ઉ) વાલ્મીકિ
(૨) કોંગ્રેસનું પહેલું અધિવેશન મુંબઈમાં વ્યોમેશ ચન્દ્ર બેનરજીના પ્રમુખસ્થાને ભરાયેલું એ ક્યા વર્ષમાં ?
(અ) ૧૮૮૫
(આ) ૧૮૮૦
(ઈ) ૧૮૮૪
(ઉ) ૧૮૯૦
(૩) ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા કેન્દ્ર સરકારમાં ક્યા ખાતાના પ્રધાન હતા ?
(અ) નાણાં ખાતુ
(આ) સંરક્ષણ ખાતુ
(ઈ) રેલવે ખાતુ
(ઉ) ગૃહ ખાતુ
(૪) ઈ.સ. ૬૩૬માં મુંબઈ નજીકના થાણા પાસેના સ્થળને જીતવા પરદેશી આક્રમણ કરનાર કોણ હતું ?
(અ) આરબો
(આ) મોગલો
(ઈ) ગઝનીઓ
(ઉ) કાસિમ
(૫) બાણભટ્ટ નામના જે લેખક કાલિદાસ અને ભાસ જેવા થઈ એમણે લખેલો કાદમ્બરી ગ્રંથ જાણીતો છે પણ એમણે જે એવો જ મહત્વનો ગ્રંથ લખેલો એ ક્યો હતો ?
(અ) રાજ તરંગિણી
(આ) રત્નાવલી
(ઈ) હર્ષચરિત
(ઉ) મુદ્રા રાક્ષસ
વિભાગ-૪ ના જવાબો (૧) ઉ (૨) અ (૩) ઉ (૪) અ (૫) ઈ

 

ગુણવંત છો. શાહ

કૌંસની અંદર કૌંસની બહાર...
ગૌમાંસ નિકાસ કરનાર દુનિયાનો પહેલા નંબરનો દેશ આપણો ભારત !

આખી દુનિયામાં એક ફક્ત આપણો દેશ જ એવો છે અને એમાં પણ ખાસ કરીને આપણે ગુજરાતીઓ જ એવા છીએ કે જે માંસાહારી નથી. (એક- બે ટકા હશે એ જુદી વાત થઈ.) આપણા દેશમાં પણ બંગાળના બ્રાહ્મણોથી માંડી દક્ષિણના, મહારાષ્ટ્રના બ્રાહ્મણો પણ માંસાહારી હોય છે. આખું બંગાળ તો માછલી ખાય છે. માછલી એ ત્યાંનો સામાન્ય ખોરાક છે. માછલી અને ભાત એ બંગાળનો મુખ્ય ખોરાક છે.
જ્યારે બીજા બધા પ્રદેશોમાં દા.ત. પંજાબ, હરિયાણા, રાજસ્થાનનો અમુક ભાગ, આન્ધ્ર, તમિળનાડુ, કેરલ, પોંડીચેરી, મણિપુર, આસામ વગેરે પ્રદેશો માંસાહારી.
બાકી આખી દુનિયા બિનશાકાહારી જ છે. આપણે ગુજરાતીને શાકાહારી જાણીને એમને નવાઈ લાગે કે, ‘તમે ક્યારથી શાકાહારી છો ?’ એવો સવાલ કરે.
આપણા મહાન જાદુગર કે.લાલનો આખો સ્ટાફ બંગાળી છે પણ કે.લાલ ચુસ્ત જૈન છે એટલે એમની સ્ટાફને કડક સૂચના છે કે કોઈ બિનશાકાહારી ખોરાક કદી લેવાનો જ નહીં. એ સ્ટાફ જ્યારે વેકેશનમાં ઘરે બંગાળ જાય ત્યારે ભલે જે કરવું હોય તે કરે !
આમ છતાં, આપણા દેશમાં અમુક લધુમતી કોમ એવી છ કે, જે માંસાહાર તો કરે છે પણ એ સાથે ગૌમાંસ એટલે બીફ ખાય છે અને ખવરાવે પણ છે. અહીં ગૌહત્યા માટે લઈ જવાતી ગાયો ભરેલી ટ્રકો ગુજરાતમાં દરરોજ પકડાઈ છે.
દુનિયામાં ગૌમાંસ નિકાસ કરવામાં ઓસ્ટ્રેલિયા દેશ અત્યાર સુધી પહેલા નંબરે હતો જ્યારે આપણો દેશ પાછળ હતો જે હવે પહેલા નંબરે આવશે. અત્યાર સુધી આપણો દેશ દર વર્ષે ૬.૫ લાખ મેટ્રિક ટન ગૌમાંસ નિકાસ કરતો હતો. (આપણા દેશમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ છે છતાં ! ગુજરાતમાં ભાજપનું રાજ્ય છે છતાં ગૌહત્યા છડેચોક થાય છે અને ભાજપ તથા સંઘ એ જોયા કરે છે કારણ કે એમને હપ્તા પહોંચી જતા હોય છે ! આપણો દેશ હવે ૧૫ લાખ મેટ્રિક ટન ગૌમાંસ નિકાસ કરશે !

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved