Last Update : 20-June-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

શિવસેના ભાજપની જૂની સાથી પણ...
નવી દિલ્હી, તા.૧૯
શિવસેનાએ અંતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીને ટેકો જાહેર કરી દીધો. એનડીએ, ખાસ તો, ભાજપના જૂના સાથી તરીકે શિવસેનાનું વલણ આશ્ચર્યજનક લાગે પણ પીઢ રાજકીય નિરીક્ષકો સુપેરે જાણે છે કે આ પહેલી વખત શિવસેનાએ ભાજપને છેહ નથી દીધો, આ અગાઉ ૨૦૦૭ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ 'આમચી મહારાષ્ટ્રીયન બાઈ'ના નામે પ્રતિભાતાઈને ટેકો આપ્યો હતો. નિરીક્ષકો આની પાછળનું કારણ નારાયણ રાણે ગણાવે છે. સેનામાંથી કોંગ્રેસમાં ગયેલા રાણેને કોંગ્રેસ કાબૂમાં રાખે તે માટે શિવસેના આવી રીતે ટેકો આપી દે છે.
કલામની કમાલ
રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાની ના પાડીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને મોટો ઝાટકો આપ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે કે કલામે બહુ ડહાપણભર્યા નિર્ણય લીધો છે કેમ કે તેમને મોટી હારનો સામનો કરવો પડત. આ ઉપરાંત પી.એ. સંગમા રાષ્ટ્રપતિપદ માટેની રેસમાં ચાલુ રહેશે કે કેમ તે સામે પણ પ્રશ્નાર્થ છે કેમ કે કોંગ્રેસ સિવાયના પક્ષોમાં પણ તેમના નામ માટે સહમતિ નથી. સંગમાની ઉમેદવારી વિવાદાસ્પદ એટલા માટે છે કે ખુદ તેમનો પક્ષ એનસીપીજ તેમને ટેકો નથી આપતો. સંગમાના બદલે એનસીપીએ કોંગ્રેસના ઉમેદવાર પ્રણવને ટેકો આપ્યો છે. ભાજપનો ગેમ પ્લાન પણ પડચામાં એટલા માટે ગયો છે કે તેમનો મહત્વનો સાથી જેડી (યુ) દાદાની ઉમેદવારીને ટેકો આપી રહ્યો છે. ભાજપના સાંસદ મેનકા ગાંધીએ પણ દાદાને ટેકો આપ્યો છે.
શાહરૃખ શું કરશે ?
કેટલાક સમય પહેલાં કલકત્તા ખાતે બોલીવુડના સ્ટાર શાહરૃખખાને ટીએમસીના નેતા મમતા બેનરજી સાથે આઈપીએલમાં મેળવેલી જીતની શાનદાર ઉજવણી કરી હતી. હવે બધાની નજર શાહરૃખખાન પર રહેલી છે. મમતા બેનરજી હાલમાં દાદાની ઉમેદવારી સામે જંગે ચઢ્યા છે. દીદી મમતાએ શાહરૃખખાનને પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડોર બનાવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું શાહરૃખ દાદાને ટેકો આપશે કે દીદીને ટેકો આપશે... અથવા તો તે આ વિવાદથી દુર રહેશે ?
હવે 'દીદી' વડા પ્રધાન...!!
શાહરૃખખાન શું કરશે તે અંગેની ચર્ચા ચાલે છે પરંતુ કેટલાક માને છે કે શા માટે શાહરૃખે દીદી અને દાદા વચ્ચે ફર્ક રાખવો જોઈએ. જ્યારે કેટલાક નામ નહીં આપવાની શરતે કહે છે કે શું તમને એ ખબર છે કે દીદીની નજર ૨૦૧૪માં લોકસભાના જંગ બાદ વડાપ્રધાન પદ પર છે ? જો દાદા રાષ્ટ્રપતિ બને તો દીદી વડાપ્રધાન ના બની શકે. બે બંગાળીઓને દેશની બે મહત્વની પોસ્ટ સ્વીકારવા કોઈ તૈયાર ના થાય.
બંગાળ ફેક્ટર...
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોને ટેકો આપવો તે અંગેનો નિર્ણય ડાબેરી પક્ષો ૨૧ જુને કરશે. બીજી તરફ મતદાનમાં તેઓ ગેરહાજર રહે એવું પણ બની શકે છે પરંતુ કેટલાક ડાબેરી નેતાઓ શિવસેના વાળી કરવા ઈચ્છે છે. એનડીએથી છુટા પડીને શિવસેનાએ મહારાષ્ટ્ર ફેક્ટર ધ્યાનમાં રાખીને પ્રતિભા પાટીલને ટેકો આપ્યો હતો. એવી જ રીતે ડાબેરીઓ બંગાળ ફેક્ટરને આગળ ધરશે. ડાબેરીઓનો ટેકો એટલે ૫૪,૦૦૦ વોટ, ટીએમસી પાસે ૪૬,૦૦૦ વોટ છે. કોંગ્રેસ માટે ડાબેરી પક્ષોનો ટેકો મોટી રાહત સમાન બનશે.
ચિદમ્બરમ્ પર નજર
આગામી નાણાં પ્રધાન કોણ બનશે તે અંગે આર્થિક નિષ્ણાતોમાં ચર્ચાનો દોર શરૃ થયો છે. ટોચના સૂત્રો કહે છે કે વડાપ્રધાનની પસંદ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ છે. તેઓ બે વાર નાણાં પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. પરંતુ 2-G કૌભાંડનું ભૂત ચિદમ્બરમ્ને છોડે એમ નથી. જેના કારણે ચિદમ્બરની કામગીરીથી પણ વડાપ્રધાન ખુશ છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved