Last Update : 20-June-2012, Wednesday

 

માતા-પુત્રની ૮૭ વર્ષના કોંગ્રેસી નેતા સાથેની 'લોહીની સગાઈ'ની કહાણી

પાંચ વરસના કાનૂની જંગ બાદ રોહિતે એન. ડી. તિવારીને ડીએનએ ટેસ્ટ માટે લોહી આપવાની ફરજ પાડી

વયોવૃદ્ધ કોંગ્રેસી નેતા નારાયણ દત્ત તિવારી (૮૭)ને તાજેતરમાં ડીએનએ ટેસ્ટ આપવાની ફરજ પાડનાર યુવાન રોહિત શેખરની સ્ટોરીમાં હિન્દી ફિલ્મની જેમ અનેક વળાંકો છે. તિવારીને પોતાના પિતા પુરવાર કરવા છેલ્લા પાંચ વરસથી કાનૂની જંગ લડી રહેલા રોહિતે નાનપણથી એના જીવનના ઘણાં વરસો દ્વિધામાં વીતાવ્યા છે. બાળપણમાં ઘરમાં એક પુરુષની આવજા એના માટે દ્વિધા બની ગઈ હતી. એ વિચારતો કે ક્યારેક મારા બર્થડેમાં આવતા અને ક્યારેક મારી મમ્મીને મળવા આવતા આ 'અંકલ' કોણ છે? દિલ્હીના બારાખંબા રોડ પર આવેલી મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીને એવો પણ પ્રશ્ન થતો કે અંકલને મળવા અમે લખનઉ શા માટે જઈએ છીએ? પછી રોહિત ૧૦ કે ૧૧ વરસનો થયો ત્યારે એક દિવસ એની માતાએ એને પાસે બેસાડીને કહ્યું કે એ અંકલ કોંગ્રેસના નેતા એન. ડી. તિવારી છે અને એ તારા પિતા છે. 'તેઓ મારા બર્થડેઝ પર અચૂક આવતા. તેઓ 'નૂરી' ફિલ્મના પેલો જાણીતા ગીતમાં મારું હુલામણું નામ ગુંજન ગોઠવી દઈને મારા માટે ગીત પણ ગાતા-આજા રે આજા રે, મેને ગુંજનરાજા આજા, દિલ કી પ્યાસ બુઝા જારે. હવે મને એ બધુ યાદ આવતા હસવું આવે છે,' એમ રોહિત શેખર (૩૩) કહે છે.
રોહિતના જણાવવા મુજબ તિવારીએ એની માતા ઉજ્જવલા શર્માને વચન આપ્યું હતું કે યોગ્ય સમયે હંુ આપણા દીકરા (રોહિત)ને દત્તક લઈશ. 'પહેલાં તેઓ એમ કહેતા કે હું સત્તા પર હોઉં ત્યારે એ વરવું લાગશે. (તિવારી ૧૯૭૬-૭૭, ૮૪-૮૫ અને ૮૮-૮૯ દરમ્યાન યુપીના મુખ્ય પ્રધાન હતા.) પછી એમણે એવું બહાનું આપવાનું શરૃ કર્યું કે હું પરણેલો હોવાથી મારા માટે રોહિતને દત્તક લેવાનું સહેલું નહીં હોય,' એમ સંસ્કૃતના નિવૃત્ત લેક્ચરર ઉજ્જવલા શર્મા કહે છે. તિવારીના ગાયનેકોલોજિસ્ટ પત્ની સુશીલા તિવારીનું ૧૯૯૩માં અવસાન થયું. 'હવે એમની પાસે કોઈ બહાના બચ્યા નહોતા એટલે ૧૯૯૫માં એમણે અમને મળવાનું જ બંધ કરી દીધું,' એમ રોહિતની માતા કહે છે.
પછી છેક ૨૦૦૨માં રોહિતની તિવારી સાથે મુલાકાત થઈ. એ વખતે તેઓ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હતા. 'મેં વિચાર્યું કે તેઓ લગભગ ૮૦ વરસના થઈ ગયા છે અને હું એમનો દીકરો છું એટલે મારે એમની સાથે વાત કરી લેવી જોઈએ,' એમ રોહિત કહે છે. એટલે રોહિત પોતાના નાના-નાનીને લઈને દેહરાદૂન ગયો અને તેઓ તિવારીને મળ્યા. એ વખતે રોહિત દિલ્હીમાં ભણતો હતો. પછીથી એ દર બે મહિને તિવારીને મળવા દેહરાદૂન જતો ત્યારે તેઓ એને હોટેલમાં જ ઉતારતા. ઉજ્જવલા પણ એ અરસામાં તિવારીને મળવા નિયમિત દેહરાદૂન જતા અને એક સગાના ઘરે ઉતરતા.
'ખાનગીમાં તેઓ કહેતા કે તું મારી જેવો જ દેખાય છે અને તારું નાક અસ્સલ મારા જેવું છે. તેઓ મને ક્યારેક જવાહરલાલ નેહરુની વાતો કરતા અને કહેતા કે અલ્હાબાદ યુનિવર્સિટીમાં હરિવંશરાય બચ્ચન મારા પ્રોફેસર હતા. પરંતુ જાહેરમાં તેઓ ક્યારેય મારો પુત્ર તરીકે સ્વીકાર કરતા નહીં એટલે મને લાગી આવતું,' એમ રોહિત પોતાની જીવનકથાના પ્રસંગો વર્ણવતા કહે છે. એણે કિરોડીમલ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં બી.કોમ (ઓનર્સ) કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી લૉ કર્યું છે.
એમના સંબંધોમાં પછીનો વળાંક આવ્યો ૧૮ ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ તિવારીના બર્થડેના દિવસે. 'ઘણાં લોકો એમનો બર્થડે ઉજવવા આવ્યા હતા. અમે પણ કેક લઈને એક મોટા હોલમાં ગયા જ્યાં ઉજવણી ચાલી રહી હતી. પરંતુ એમના ગનમેન બોડીગાર્ડ્સે અમને એની નજીક ન જવા દઈ ધીમેકથી કહી દીધું કે તમે બાજુની રૃમમાં જાવ. એ દિવસે રોહિતને ગુસ્સો આવ્યો અને એણે મને કહ્યું કે અમ્મા, તેઓ મને કદી નહીં સ્વીકારે' એમ ઉજ્જવલા પોતાની આપવીતી વર્ણવતા કહે છે.
ત્યાર બાદ તિવારી રોહિતને મળવાનો સતત ઇન્કાર કરતા રહ્યા. એમની સતત ઉપેક્ષાથી કંટાળીને રોહિતે ઉત્તરાખંડના જજીસ, રાજકારણીઓ અને બીજા અગ્રણીઓને તિવારી સાથેના એના સંબંધ વિશે જણાવતા સેંકડો પત્રો લખ્યા. અંતે સપ્ટેમ્બર, ૨૦૦૭માં રોહિતે દિલ્હી હાઇ કોર્ટમાં તિવારી સામે પિતૃત્વનો દાવો (પેટરનિટી સૂટ) નોંધાવ્યો. કોર્ટમાં એણે પુરાવા રૃપે પોતાના અને પોતાની માતા સાથેના એન. ડી. તિવારીના ૧૫૦ ફોટાં પણ સુપરત કર્યા.
'હું ગાંડો નથી કે કારણ વિના એમની (તિવારીની) પાછળ પડી જાઉં. મે એમને જ શા માટે પસંદ કર્યા? ઓબામા કે શાહરુખ ખાનને કેમ નહીં?,' એમ કહેતા રોહિત શેખર ઉમેરે છે,' 'મેં વરસો સુધી અનિદ્રાનો રોગ ભોગવ્યો છે. ૨૮ વરસની ઉમરે મને હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો. હું પ્રસિદ્ધિ માટે આ બધુ શા માટે કરું? શરૃઆતમાં મને આવા (તિવારી જેવા) પિતા આપવા બદલ મારી મા ઉપર પણ ગુસ્સો આવતો પરંતુ હવે હું એમને સમજી શકું છું.'
આ વરસની ૨૪ મેએ સુપ્રીમ કોર્ટે તિવારીની અપીલ ફગાવી દઈ પિતૃત્વના કેસ અંગે નિર્ણય લેવા એમને પોતાના લોહીનો નમૂનો આપવાનો આદેશ આપ્યો હતો. રોહિત અને એની માતા ઉજ્જવલા ૨૯ મેએ તિવારીના લોહીનો નમૂનો લેવા સ્પેશિયલ ટીમ સાથે દેહરાદૂનમાં એમના બંગલે ગયા ત્યારે રોહિતે એમને સાત વરસ પછી જોયા. 'એમણે મને પૂછ્યું કે તુમ્હારી પઢાઈ કેસી ચલ હી હૈ?' મેં કહ્યું કે, મિ. તિવારી, તમારો આભાર. હું એક સ્થળેથી બીજા સ્થળે, એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં દોડાદોડી કરંુ છું, એટલે મને ઘણું શીખવાનું મળે છ,' એમ રોહિતે વધુમાં જણાવ્યું હતું.
રોહિત કહે છે કે ડીએનએ ટેસ્ટનું એકવાર પરિણામ આવી ગયા બાદ હું મારો ભાવિ માર્ગ વિચારીશ. મને પાકી ખાતરી છે એમ ટેસ્ટમાં જો એવું પુરવાર થશે કે હું મિ. તિવારીનો પુત્ર છું તો કાયદેસર રીતે જે કાંઈ પણ મારું છે એના પર હું દાવો કરીશ,' એવી જાહેરાત ત્રસ્ત યુવાન કરે છે. રોહિત હવે પોતાની વકીલ તરીકેની કારકિર્દીને વધુ સમય આપવા ધારે છે.
યોગાનુયોગે, ઉત્તરાખંડના રાજકીય નેતાઓ કહે છે કે એન. ડી. તિવારી પાસે બહુ મિલકત નથી. 'લખનઉમાં એમનું માત્ર એક ઘર છે અને એ પણ એમના પત્નીના નામે છે,' એવી માહિતી એક નેતાજી આપે છે.
રોહિત શેખરને મન આ કેસના ઊંડા સૂચિતાર્થો છે. 'આ ખટલાએ એક નવો ચીલો પાડયો છે. સામાન્યપણે, પેટરનિટી (પિત્તૃત્વ)ના કેસ સંબંધિત વડીલો દ્વારા નોંધાવાય છે, નહીં કે સંતાન દ્વારા, હું કાયદાના શબ્દકોશમાંથી 'બાસ્ટર્ડ' (અનૌરસ, નાઝાયજ સંતાન) શબ્દ કાઢી નાખવા માગું છું. મારી માને ચારિત્ર્યહીન સ્ત્રી કહેવામાં આવી પણ આવા પુરુષ માટે કયો શબ્દ છે? એણે એમના (તિવારી) પર આંધળો વિશ્વાસ મૂક્યો હતો,' એમ શેખર કહે છે.
ઉજ્જવલા શર્માના જણાવવા મુજબ તેઓ એન. ડી. તિવારીને પહેલી વાર મળ્યા ત્યારે ચોવીસ વરસના હતા. ૪૩ વરસના તિવારી એ વખતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા. જ્યારે ઉજ્જવલા દિલ્હીની દૌલત રામ કોલેજમાં સંસ્કૃતના લેક્ચરર હતા. બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. તિવારી ઉજ્જવલાના પિતા પ્રો. શેર સિંઘને મળવા વારંવાર એમના ઘરે આવતા. શેર સિંઘ હરિયાણાના રાજકીય નેતા હતા અને ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં પ્રધાન હતા.
'૧૯૬૭ અને '૬૮ના ગાળામાં તેઓ અવારનવાર મારા પિતાને મળવા આવતા અને એમને મારામાં રસ પડયો એટલે એમની મુલાકાતો વધવા માંડી.' એમ ઉજ્જવલા કહે છે. તિવારી એમને જાહેર જીવનમાં લઈ આવ્યા અને તેઓ ઓલ ઇન્ડિયા યંગ વીમેન્સ કોંગ્રેસના જોઇન્ટ સેક્રેટરી બની ગયા.
'તેઓ સમજી ગયા હતા કે મારું દાંપત્ય જીવન ખરાબે ચડયું હતું,' એમ ઉજ્જવલા કહે છે. ઉજ્જવલા ૧૯૬૨માં બિપિન શર્મા નામના બિઝનેસમેનને પરણ્યા હતા. દંપત્તિને ૪૪ વરસનો એક પુત્ર પણ છે. ૨૦૦૬માં એમના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં તેઓ સાઉથ દિલ્હીના એક જ મકાનમાં જુદા જુદા માળ પર રહે છે. 'તેઓ એક ખરાબ પતિ પણ એક સારા પિતા હતા,' એવો મત રોહિત બિપિન શર્મા વિશે દર્શાવે છે. બે ડીએનએ ટેસ્ટ પરથી પુરવાર થયું છે કે શર્મા રોહિતના પિતા નથી.
દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં પીએચડી કરનાર ઉજ્જવલા કહે છે કે વરસોથી તિવારી મારી પાછળ પડયા હતા પણ હું હંમેશાં એમને ટાળી દેતી. ત્યાર બાદ ૧૯૭૫માં દેશમાં કટોકટી લદાઈ. એટલે ઉજ્જવલાના પિતા શેર સિંઘે ઇન્દિરા ગાંધીનો પક્ષ છોડયો. કટોકટી ઉઠી ગયા. બાદ ૧૯૭૭માં દિલ્હીમાં જનતા પાર્ટીની સરકાર રચાઈ ત્યારે સિંઘ કેન્દ્રમાં રાજ્ય કક્ષાના પ્રધાન બની ગયા કટોકટી દરમ્યાન ઉજ્જવલાના પિતાથી અંતર રાખનાર તિવારી હવે ફરી એમના ઘરે આવજા કરવા લાગ્યા.
'તેઓ રડતા અને કહેતા કે મારી પત્નીને બાળક થઈ શકે એમ નથી. એટલે આપણે બંનેએ એક બાળકને જન્મ આપવો જોઈએ. શરૃમાં મેં એમને કહ્યું કે આપણે બંને છૂટાછેડા લઈને પરણી જઈએ. પણ એમણે એવી દલીલ કરી કે તું ત્રીસ વરસની છે અને હું પચાસનો. પહેલાં આપણે એક બાળક થવા દઈએ અને પછી બધી વાતનો નીવેડો આવી ગયા બાદ આપણે લગ્ન કરી શકીશું,' એમ ઉજ્જવલા કહે છે.
એમના જણાવવા મુજબ એ દિવસોમાં તિવારી એમની અને એમના મોટા પુત્ર સિદ્ધાર્થની પણ બહુ દરકાર રાખતા. સ્કૂલ બસ ન આવે તો તેઓ એને સ્કૂલે પણ મૂકી આવતા. એકવાર એને વાગી ગયું તો દવાખાને પણ લઈ ગયા. 'આ વખતે તેઓ મારી નજીક આવવામાં સફળ થયા. મેં વિચાર્યું કે કોઈને મારામાં આટલા વરસોથી રસ હોય તો એને મારા માટે કાંઈક લાગણી તો હશે જ,' એમ તેઓ કહે છે.
૧૫ ફેબુ્રઆરી, ૧૯૭૯ના રોજ રોહિતનો જન્મ થયો. ઉજ્જવલા અને એમના પુત્ર રોહિતના તિવારી સાથે અલપઝલપ સંબંધો રહ્યા છે. અંતે એ સંબંધ કાનૂની જંગમાં પરિણમ્યો, જે પાંચ વરસ ચાલ્યો અને હવે એ પૂરો થવામાં છે.
બીજી તરફ, તિવારીએ ડીએનએ ટેસ્ટ માટે લોહીનો નમૂનો આપ્યાને દિવસો વીતી ગયા હોવા છતાં તેઓ હજુ પણ એ વિશે વાત કરતા ક્ષોભ અનુભવે છે. 'એમાં કહેવા જેવું શું છે? હાઇ કોર્ટે મને લોહીનો નમૂનો આપવા હુકમ કર્યો અને મેં આપ્યો. એ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ,' એમ તેઓ કહે છે.
પછી તો તેઓ દિલ્હી જઈને એઆઇઆઇએમએસમાં ચેક-અપ પણ કરાવી આવ્યા. ૮૭ વરસના કોંગ્રેસી નેતા હજુ પણ દેહરાદૂનના બંગલામાં ઠેરઠેરથી આવેલા લોકોને મળે છે. તિવારીનો ભત્રીજો મનીષી પણ બે વરસ પહેલાં નોકરી છોડીને રાજકારણમાં જોડાયા બાદ દેહરાદૂનમાં ઘણો સયમ ગાળે છે. 'મેં જેમ રાજકારણમાં મારો માર્ગ કંડાર્યો હતો એમ એ પોતાની રીતે પોતાનો માર્ગ બનાવી રહ્યો છે,' એમ તિવારીજી કહે છે. તેઓ બધી વાત કરે છે પણ પિતૃત્વના ખટલા વિશે કાંઈ કહેવા તૈયાર નથી. પીઢ કોંગ્રેસી નેતાનો એ ગુણ વિશેષ કહી શકાય.

- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved