Last Update : 20-June-2012, Wednesday

 

આયર્લેન્ડને ૨-૦થી હરાવીને ઇટાલી અંતિમ આઠમાં
સ્પેન ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું ક્રોએશિયા પરાજય સાથે બહાર

સ્પેન તરફથી સબસ્ટીટયૂટ નેવાસનો ગોલ નિર્ણાયક બન્યો ઃ કેસિયસનો નોંધપાત્ર દેખાવ

વર્સોવા,તા.૧૯
વર્લ્ડ ચેમ્પિયન સ્પેને ભારે સંઘર્ષ બાદ સબસ્ટીટયૂટ નેવાસના એકમાત્ર ગોલને સહારે ક્રોએશિયાને હરાવીને યુરો કપ - ૨૦૧૨ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પરાજય સાથે ક્રોએશિયા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું હતુ. જ્યારે અન્ય એક મેચમાં ઇટાલીએ રિપબ્લીક ઓફ આયર્લેન્ડ સામે ૨-૦થી જીત મેળવતા અંતિમ આઠમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. ક્રોએશિયાની સાથે આયર્લેન્ડ પર હવે સ્વદેશ જવા રવાના થશે. ઇટાલી તરફથી કસાનો અને બાલોટેલીએ ગોલ ફટકાર્યા હતા.
ગુ્રપ સીની નિર્ણાયક મેચમાં સ્પેનના કોચ વિસેન્ટ ડેલ બોસ્કે આયર્લેન્ડને ૪-૦થી કચડનારી સ્પેનીશ ટીમને જ ક્રોએશિયા સામે મેદાનમાં ઉતારી હતી. જો કે ક્રોએશિયાએ સ્પેનને જોરદાર લડત આપી હતી અને તેમને આસાનીથી ગોલ ફટકારવાની પુરતી તક આપી નહતી. એનિએસ્તાએ ૧૨મી મિનિટે જ ક્રોએશિન ગોલ પર આક્રમણ કર્યું હતુ પણ ગોલકિપર પ્લેટીકોસાએ બોલને આસાનીથી ઝડપી લીધો હતો. જે પછી ફર્નાન્ડો ટોરેસના એક શાર્પ શોટને પણ પ્લેટીકોસા અટકાવવામાં સફળ રહ્યો હતો. ગોલ ન થવાના કારણે સ્પેનિશ ખેલાડીઓ અકળાયેલા જણાતા હતા અને ૨૭મી મિનિટે સર્જીયો રેમોસે પેનલ્ટી એરિયામાં મેન્ઝુકીચ પર ફાઉલ કર્યો હતો, તે સમયે ક્રોએશિયા પેનલ્ટી મેળવવાનું હકદાર હતું છતાં રેફરીએ તેમને પેનલ્ટી કીક ને બદલે કોર્નર કીક આપી હતી.
મેચની ૫૮મી મિનિટે ક્રોએશિયાએ ગોલ ફટકારવીની ગોલ્ડન તક સર્જી હતી. લુકા મોડ્રીકે રાઇટ વીંગમાં સ્પેનિશ ગોલની આગળ બોલ ઉછાળ્યો હતો, જેના પર રાકીટીચે પાવરફૂલ હેડર ફટકાર્યું હતુ પણ તેને સ્પેનિશ ગોલકિપર કેસિયસે ચતુરાઇ દર્શાવતા અટકાવી લીધું હતુ. આખરે સબસ્ટીટયૂટ તરીકે ઉતરેલા નેવાસે ૮૮મી મિનિટે સ્પેનને સરસાઇ અપાવી હતી, જેમાં એનીએસ્તા અને સબસ્ટીટયૂટ ફાબ્રેગાસનો ફાળો મહત્વનો હતો.
દરમિયાનમાં રમાયેલી ગુ્રપ સીની અન્ય મેચમાં ઇટાલીએ આયર્લેન્ડને ૨-૦થી હરાવ્યું હતુ. ઇટાલીના ખેલાડીઓએ શરૃઆતથી મેચ પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ. જો કે તેમને સરસાઇ મેળવવા માટે અડધો કલાક સુધી રાહ જોવી પડી હતી. કેપ્ટન પીર્લોની કોર્નર કીક પર કસાનોએ હેડર ગોલ ફટકાર્યો હતો. જે પછી બાલોટેલીએ પણ તેનો કમાલ દેખાડતા આયર્લેન્ડની હારને સુનિશ્ચિત કરતો ગોલ ફટકાર્યો હતો. આયર્લેન્ડ ખાતુ ખોલાવ્યા વિના જ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું હતુ.

ગુ્રપ સીના પરિણાંમ

સ્પેન અને ઇટાલી વચ્ચે ૧-૧થી ડ્રો
ક્રોએશિયાએ ૩-૧થી આયર્લન્ડને હરાવ્યું
ઇટાલી અને ક્રોએશિયા વચ્ચે૧-૧થી ડ્રો
સ્પેને આયર્લેન્ડને ૪-૦થી કચડયું
સ્પેનનો ક્રોએશિયા સામે ૧-૦થી વિજય
ઇટાલીએ ૨-૦થી આયર્લેન્ડને હરાવ્યું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved