Last Update : 20-June-2012, Wednesday

 

ફોર્બ્સે જાહેર કરેલી યાદીમાં બોક્સર મેવેધર રૃા. ૪૭૬ કરોડ સાથે નંબર વન
ધોની રૃ.૧૪૮ કરોડની કમાણી સાથે યોકોવિચ, તેંડુલકર કરતાં આગળ

બોક્સર પેક્યુઇઓ બીજા, વુડ્ઝ ત્રીજા અને લેબ્રોન જેમ્સ ચોથા ક્રમે
તેંડુલકર રૃા. ૧૦૪.૧૬ કરોડની આવક સાથે ૭૮માં ક્રમે
એન્ડોર્સમેન્ટની આવકમાં ધોનીએ મેસીને પણ પાછળ રાખી દીધો

ન્યૂયોર્ક,તા.૧૯
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ધોનીએ વાર્ષિક રૃપિયા ૧૪૮.૪૦ કરોડની કમાણી સાથે વિશ્વના ટોચના ૧૦૦ હાઇએસ્ટ પેઇડ સ્પોર્ટસ પર્સનની ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં ૩૧મો ક્રમ મેળવી લીધો છે. ભારતીય ક્રિકેટનો ગોલ્ડન બોય ધોનીને આઇપીએલની સાથે સાથે જાહેરખબરોમાંથી પણ જંગી આવક થઇ રહી છે અને ફોર્બ્સની યાદીમાં તેણે વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટારે યોકોવિચ (૬૨), જમૈકન રેસર બોલ્ટ (૬૩) અને તેંડુલકર (૭૮)ને પાછળ રાખી દીધા હતા. આ યાદીમાં ટોચનો ક્રમ બોક્સર ફ્લોઇડ મેવેધરન જુનિયરને આપવા આવ્યો છે, જેની વાર્ષિક અંદાજીત કમાણી રૃપિયા ૪૭૬ કરોડની હોવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. મેવેધર લાસ વેગાસમાં ગુનો કરવા બદલ ત્રણ મહિનાથી જેલમાં છે.
ફોર્બ્સની યાદીમાં ધોનીની વાર્ષિક અદાંજીત આવક રૃપિયા ૧૪૮.૪૦ કરોડ આંકવામાં આવી છે, જેમાંથીતેને આશરે ૧૨૮.૮ કરોડ રૃપિયા તો માત્ર એન્ડોર્સમેન્ટમાંથી જ મળે છે. એન્ડોર્સમેન્ટમાંથી જંગી કમાણી કરવાના મામલે ધોનીએ ફૂટબોલના આર્જેન્ટાઇન સુપરસ્ટાર લાયોનલ મેસીને પાછળ રાખી દીધો છે. હાઇએસ્ટ પેઇડ સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ૧૧મો ક્રમ ધરાવતા મેસીને એન્ડોર્સમેન્ટમાંથી અંદાજે રૃપિયા ૧૦૬.૪ કરોડની કમાણી થાય છે. આ યાદીમાં ધોની ઈંગ્લિશ ફૂટબોલ સ્ટાર વેન રૃની અને સ્પેનીશ ફૂટબોલર ફર્નાન્ડો ટોરેસ કરતાં આગળ છે.
હાઇએસ્ટ પેઇડ સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ટોચના બે ક્રમ બોક્સરોના નામે છે. મેવેધર બાદ બીજો ક્રમ બોક્સર પેક્યુઇઓને આપવામાં આવ્યો છે, જેની કમાણી અને કરારો કુલ મળીને આશરે રૃપિયા ૩૨૭.૨ કરોડ જેટલા થવા જાય છે. જો કે તાજેતરમાં જ તે અમેરિકાના ટીમ બ્રેડલી સામેનો મુકાબલો હારી ગયો હતો. વર્ષ ૨૦૦૧થી ફોર્બ્સની હાઇએસ્ટ પેઇડ સ્પોર્ટસપર્સનની યાદીમાં નંબર વનના સ્થાને રહેનારો અમેરિકન ગોલ્ફર ટાઇગર વુડ્ઝ ત્રીજા ક્રમે ફેંકાયો છે. વુડ્ઝનું લગ્નેત્તર સેક્સનું કૌભાંડ બહાર આવતા વિવાદ સર્જાયો હતો અને તેને ફટકો પડયો હતો, જેની અસર તેની રમત પર પણ થઇ હતી. આ વખતે તેની અંદાજીત કમાણી ૩૩૨.૬૪ કરોડ રૃપિયા હોવાનો અંદાજ છે, જેમાં ગત વર્ષ કરતાં ૮૯.૬ કરોડ રૃપિયાનો ઘટાડો થયો હોવાનું મનાય છે.
અમેરિકન બાસ્કેટબોલ લીગ - એનબીએમાં માયામી હિટ્સ તરફથી રમતો લેબ્રોન જેમ્સ અંદાજે રૃપિયા ૨૯૬.૮ કરોડની કમાણી સાથે ચોથા ક્રમે છે. આ યાદીમાં ૧૩ બાસ્કેટબોલ ખેલાડી છે.
પાંચમા ક્રમે સ્વિત્ઝર્લેન્ડનો ટેનિસ સ્ટાર ફેડરર છે, જેની વાર્ષિક અંદાજીત કમાણી રૃપિયા ૨૯૫.૧૨ કરોડની હોવાનું મનાય છે. આ યાદીમાં ત્યાર બાદ બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયન્ટ (૨૯૨.૮૮ કરોડ રુ.), અમેરિકન ગોલ્ફર ફિલ મિકેલસન (૨૬૭.૬૮ કરોડ રુ.), ઈંગ્લિશ ફૂટબોલ ડેવિડ બેકહામ (૨૫૭.૬ કરોડ રુ.), પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (૨૩૮ કરોડ રુ.) અને અમેરિકન ફૂટબોલનો ખેલાડી પીટોન મેનીંગ (૨૩૭.૪૪ કરોડ રુ.) સાથે ક્રમ ધરાવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved