Last Update : 20-June-2012, Wednesday

 
 

ખેલ મંત્રાલયે એસોસિએશનની તરફેણ કરતાં વિવાદમાં નાટકીય વળાંક

પેસ-ભુપતિની જોડીને જ ઓલિમ્પિકમાં રમવા મોકલવા એઆઇટીએ મક્કમ

ભુપતિની ફરી વખત જાહેરાત ઃ હું પેસ સાથે તો નહીં જ રમું
પેસ જુનિયર ખેલાડી સાથે ઓલિમ્પિકમાં મોકલવો નિરર્થક છે ઃ એઆઇટીએ

નવી દિલ્હી,તા.૧૯
લંડન ઓલિમ્પિકમાં મેન્સ ટેનિસમાં પેસના પાર્ટનર તરીકે ભુપતિને જ મોકલવાના નિર્ણયને ફરી વખત ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) મક્કમતાપૂર્વક જાહેર કર્યો હતો. તેમને હવે ખેલ મંત્રાયલનું પણ સમર્થન મળી ગયું છે. આ વિવાદમાં દરમિયાનગીરી કરતાં ખેલ મંત્રાલયે રિપોર્ટ મંગાવ્યો હતો અને ત્યાર બાદ જાહેરાત કરી હતી કે તેઓ પસંદગી પ્રક્રિયામાં કોઇ દખલગીરી નહીં કરે. જો કે ખેલ મંત્રાલયે એસોસિએશનની તરફ કરતાં વિવાદમાં નાટકીય વળાંક આવ્યો છે. આમ છતાં, ભુપતિએ તો કોઇ પણ પરિસ્થિતીમાં પેસ સાથે રમવાનો ઇનકાર કરી દીધો હતો.
ઓલિમ્પિક માટે ટીમના નામ મોકલવાનો ગુરૃવારે આખરી દિવસ છે. ચર્ચા છે કે મડાગાંઠ ઉકેલવા માટે એઆઇટીએ તેના પ્રતિનિધિને લંડન મોકલવાની તૈયારી કરી રહ્યું છે, જે ત્યાં જઇને ભુપતિ અને બોપન્ના સાથે વાત કરીને વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરશે. ભુપતિએ ફરી વખત પેસ સાથે રમવાનો ઇનકાર કર્યો હતો પણ તેણે આ અંગે કોઇ સત્તાવાર પત્ર પાઠવ્યો નથી.
દરમિયાનમાં એક ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં એઆઇટીએ દ્વારા ખેલ મંત્રાલયને પાઠવવામાં આવેલા પત્રની વિગતો રજુ કરવામાં આવી છે. ખેલ મંત્રી અજય માકેનની દરમિયાનગીરી બાદ એઆઇટીએ દ્વારા તેમને પાઠવવામાં આવેલા પત્રમાં ભારતીય ટીમના પાંચ વિકલ્પ રજુ કરવામાં આવ્યા હતા, જેમાં એક વિકલ્પમાં દર્શાવ્યું હતુ કે,જો ભૂપતિ અને બોપન્નાની જોડી બનાવવામાં આવે તો પેસ ઓલિમ્પિકમાં નહી રમે. એઆઇટીએ દ્વારા કેમ ભુપતિ અને બોપન્નાની જોડીને ઓલિમ્પિકમાં રમવાની છુટ આપવામાં નથી આવી તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે,જેમાં જણાવાયું છે કે, અમે કોઇ યુવા ખેલાડી સાથે પેસને ઓલિમ્પિકમાં રમવા ન મોકલી શકીએ. એક પણ ગ્રાન્ડ સ્લેમ ન રમેલા ખેલાડી સાથે પેસને ઓલિમ્પિકમાં રમવા મોકલવો નિરર્થક છે. લિએન્ડર આપણો બેસ્ટ પ્લેયર છે અને તેની ભુપતિ કે બોપન્ના સાથે જોડી બનાવવી જોઇએ. આ તો એવી વાત છે કે ેબીજા અને ત્રીજા ક્રમના ખેલાડીઓ મળીને એવી ગોઠવણ કરી રહ્યા છે કે પ્રથમ ક્રમાંકિત ખેલાડીની જોડી પાંચમાં ક્રમના ખેલાડી સાથે બને. ભારતનો ટોચનો યુવા ખેલાડી સોમદેવ ઇજાગ્રસ્ત છે. આ સ્થિતીમાં પેસની સાથે ભુપતિ અને બોપન્ના ન રમે તો યુકી ભામ્બ્રી (૩૦૬મો ક્રમાંકિત) કે પછી વિષ્ણુ વર્ધન (૨૦૭મો ક્રમાંકિત)ેને તેના પાર્ટનર તરીકે મોકલવો પડે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved