Last Update : 20-June-2012, Wednesday

 

રૃપિયો તૂટી બે સપ્તાહનાં તળિયે ઉતર્યો
સોનામાં રૃ.૩૦૭૫૦નો નવો રેકોર્ડ ઃ ડોલર રૃ.૫૬ને પાર

સોનાના બિસ્કિટ રૃ.૨૦૦૦ ઊછળ્યા ઃ ડોલરના ફોરવર્ડ પ્રીમિયમોમાં તેજી આવી ઃ વિશ્વ બજારમાં સોનું ઊછળી ૧૬૩૩ ડોલર બોલાયું

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૯
દેશના ઝવેરી બજારોમાં આજે પણ સોનાના ભાવોમાં તેજીની ચાલ સત્ત્ આગળ વધતાં જૂના રેકોર્ડ તૂટી નવા રેકોર્ડ સર્જાયા હતા. દિલ્હી બજારમાં સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૩૨૫ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૦૫૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૭૫૦ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો જયારે અમદાવાદમાં ૯૯.૯નાભાવો આજે રૃ.૨૫૫ ઉછળી રૃ.૩૦૬૫૦ બોલાતાં નવી ટોચ દેખાઈ હતી.મુંબઈ બજારમાં સોનાના ભાવો આજે રૃ.૧૯૫થી ૨૦૫ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૨૯૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૪૪૫ બોલાયા હતા. જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૃ.૨૦૦૦ વધી છેલ્લે રૃ.૩૫૪૫૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવો વધવા ઉપરાંત ઘરઆંગણે રૃપિયા સામે ડોલર વધી જતાં સોનાની ઈમ્પોર્ટ કોસ્ટમાં નવો વધારો થયો હતો અને તેના પગલે ઝવેરી બજારોમાં તેજીનો માહોલ આજે ચાલુ રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
યુરોપ તથા અમેરિકામાં બની રહેલાં વિવિધ બનાવો પર નજર વચ્ચે અનિશ્ચિતતાના માહોલમાં વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની ખરીદી વધતાં ઔંશદીઠ સોનાના ભાવો આજે ૧૬૧૯ થી ૧૬૧૯.૫૦ ડોલરવાળા ઉછળી ૧૬૩૨.૫૦થી ૧૬૩૩ ડોલર બોલાઈ છેલ્લે મોડી સાંજે ૧૬૨૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈમાં આજે ડોલરના ભાવો વધી બે સપ્તાહની ઉંચાઈએ પહોંચ્યા હતા, ડોલરના ભાવો રૃ.૫૫.૯૩ વાળા આજે આરંભમાં રૃ.૫૫.૯૦ ખુલ્યા પછી ઉછળી રૃ.૫૬.૧૨થી ૫૬.૧૩ બોલાઈ પાછળથી ઘટી રૃ.૫૫.૮૮ થઈ છેલ્લે રૃ.૫૫.૯૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઘટતાં ઘરઆંગણે ડોલરમાં આજે ઓઈલ રિફાઈનરીઓની ખરીદી વધી હતી.
છ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ આજે ૦.૨૫ ટકા ઘટયોે હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર રહી હતી, ફીચે ભારતનું ક્રડિટ રેટીંગ ઘટાડતાં તેના પગલે પણ રૃપિયો ગગડયો હતો. ડોલરના છ મહિનાના ફોરવર્ડ પ્રીમિયમો આજે ૧૪૬થી ૧૪૮ પૈસા વાળા ઉછળી ૧૫૩થી ૧૫૫ પૈસા થઈ ગયા હતા જયારે ૧૨ મહિનાના પ્રીમિયમો ૨૭૭થી ૨૭૯ પૈસાવાળા વધી ૨૮૮થી ૨૯૦ પૈસા બોલાઈ રહ્યા હતા.
પાઉન્ડના ભાવો હાજરમાં રૃ.૮૭.૫૪થી વધી રૃ.૮૭.૭૫ તથા જાપાનના યેન (૧૦૦)ના ભાવો ૭૦.૭૩ વાળા વધી ૭૦.૯૪ રહ્યા હતા. જો કે યુરોના ભાવો રૃ.૭૦.૬૬ વાળા ઘટી રૃ.૭૦.૬૨ રહ્યા હતા. સોનાના વાયદામાં દૂરના વાયદાના ભાવો વધી આજે ઉંચામાં રૃ.૩૧૦૦૦ને આંબી ગયા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved