Last Update : 20-June-2012, Wednesday

 

અનાજનું મબલખ ઉત્પાદન ઃ સંગ્રહ સમસ્યા
બીપીએલ કુટુંબો અને જથ્થાબંધ વપરાશકારોને ઘઉં, ચોખા રાહત દરે અપાશે ઃ કે.વી. થોમસ

બીપીએલને ઘઉં કિ.ગ્રા. દીઠ રૃ. ૪.૧૫, ચોખા ઔરૃ. ૫.૮૬ કિ.ગ્રા.ના દરે આપવા નિર્ણય

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૯
અન્ન સંગ્રહની ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી પડતી હોવાથી સરકારે ૮૦ લાખ ટન જેટલું અનાજ ગરીબીની રેખા નીચે જીવતા (બીપીએલ) લોકોને અને અન્નના જથ્થાબંધ વપરાશકારોને રાહત દરે આપવા નિર્ણય કર્યો છે. આથી સરકારી તિજોરીને રૃ. ૧૦,૦૦૦ કરોડનું નુકસાન પણ થવા સંભવ છે.
નાણાં પ્રધાન પ્રણવ મુખરજીનાં નેતૃત્વ નીચે મળેલી એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં તે પણ વિચાર કરવામાં આવ્યો હતો કે, ઉત્તર ભારતમાં પણ ચોમાસાનું જોર વધતાં અન્ન સંગ્રહનો પ્રશ્ન ઘણો ગંભીર બનવા સંભવ છે.
દેશમાં અત્યારે ૬ કરોડ ૩૦ લાખ ટન જેટલું અનાજ સંગ્રહ કરવાની વ્યવસ્થા છે, પરંતુ સરકાર પાસે તા. ૧લી જૂન સુધીમાં જ ૮ કરોડ ૨૦ લાખ ટન જેટલું વિક્રમ સર્જક અનાજ એકત્રિત થઈ ગયું છે.
આ બેઠક પછી કેન્દ્રના અન્ન પ્રધાન કે.વી. થોમસે પત્રકારોને જણાવ્યું હતું કે, એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં ૫૦ લાખ ટન અનાજ ગરીબીની રેખા નીચે જીવતાં કુટુંબોને રાહત દરે આપવા તથા ૩૦ લાખ ટન ઘઉં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) દ્વારા બજારમાં મુકવાનો નિર્ણય કરાયો છે.
આ યોજના પ્રમાણે ૩૫ કિ.ગ્રા. જેટલા ઘઉં અને ચોખા ગરીબીની રેખા નીચે જીવતાં કુટુંબોને અનુક્રમે રૃ. ૪.૧૫ / કિ.ગ્રા. અને રૃ. ૫.૬૫ (કિલોગ્રામ દીઠ)ના ભાવે અપાશે. તથા ફલોર મિલોને અને બિસ્કીટ બનાવનારાઓને પણ રાહત દરે ઘઉં અપાશે. ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ નીચે અપાતા ઘઉંના કિવન્ટલ દીઠ રૃ. ૧૮૨૨ના ભાવને બદલે નવા ભાવ કિવન્ટલ દીઠ રૃ. ૧૧૭૦ રખાશે. આથી ગરીબીની રેખા નીચે જીવનારાને અપાતા અનાજથી સરકારને રૃ. ૮૫૦૦ કરોડનું અને ઓએમએસએસ નીચે અપાતા ઘઉંને લીધે સરકારને રૃ. ૧૯૦૦ કરોડનો બોજો પડશે તેમ પણ થોમસે જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved