Last Update : 20-June-2012, Wednesday

 

વડાપ્રધાનનું યુદ્ધ રાહુલ- મોદી વચ્ચે નહીં , નીતીશ-મોદી વચ્ચે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તો નહીં જ ઃ નીતીશ

બિહાર અંગેની ટીપ્પણી મોદીને ભારે પડી ભાજપ સાથે છેડો ફાડવાની નીતીશની તૈયારી

નવી દિલ્હી, તા. ૧૯
જ્ઞાાતિવાદના કારણે બિહાર પછાત રહી ગયું છે, તેવા ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિધાનો તેમને જ ભારે પડી રહ્યાં છે. ૨૦૧૪ની ચૂંટણીમાં પછી જો એનડીએ સત્તા ઉપર આવે તો વડાપ્રધાન તરીકે તો કોઇ ધર્મ નિરપેક્ષ વ્યક્તિ જ હોવી જોઇએ તેવા વિધાનો કરી નીતિશકુમારે આડકતરી રીતે નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું. તે સાથે તેમણે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ પોતે તો તે પદ માટે આકાંક્ષા સેવતા નથી પરંતુ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે લાંબા સમયે એનડીએએ તો વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી જ દેવા જોઇએ જેથી જનતાને ખબર પડે કે તે કોને માટે મતદાન કરી રહી છે. શિવસેનાએ આ નિવેદનને ટેકો જાહેર કર્યો છે. તેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે હું નીતિશ કુમારના આ નિવેદનો સાથે પૂર્ણતઃ સંમત છું કે એનડીએ ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે જ વડાપ્રધાન પદના તેના ઉમેદવાર જાહેર કરી જ દેવા જોઇએ. આ નિર્ણય એનડીએએ સામુહિક રીતે જ લેવો જોઇએ. માત્ર ભાજપે જ નહીં એનડીએમાં રહેલા તમામ સાથી પક્ષો જેડી (યુ), અકાલી દળ વગેરેને પણ સાથે રાખવા જ જોઇએ. આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદની સ્પર્ધા મુખ્યત્વે કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના નરેન્દ્ર મોદી વચ્ચે રહેશે તેવી અત્યાર સુધી માન્યતા હતી પરંતુ આજના ઘટના ક્રમ પછી એવું લાગે છે કે, ખરી સ્પર્ધા તો નીતીશકુમાર અને નરેન્દ્ર મોદી વચ્ચે છે.
પટણાથી મળતા અહેવાલો વધુમાં જણાવે છે કે નીતિશકુમારના આ વિધાનોને બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ સમર્થન આપતાં કહ્યું હતું કે ભારત એક બહુધર્મીય અને બહુભાષી રાષ્ટ્ર છે. તેના નેતાની ધારો ખરબચડી હોવી જ ન જોઇએ.
એક વર્તમાન પત્રને આપેલી મુલાકાતમાં નીતિશ કુમારે તેમ પણ કહ્યું હતું કે એનડીએના નેતા એવા હોવા જોઇએ કે, જે વિકસિત રાજ્યને વિકસિત કરવાના જ પ્રયત્નો ના કરે પરંતુ અવિકસિત રાજ્યોનો પણ વિકાસ સાધે. તેમજ જેને લોકશાહીના મુલ્યોમાં વિશ્વાસ હોય. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે જદ(યુ) ટેકો આપી શકે પરંતુ તેનો આધાર પણ આ ગઠબંધનના નેતા કોણ છે તેની ઉપર રહેલો છે. મેં તો પહેલેથી જ નેતાપદ માટેના શ્રેષ્ઠ ગુણો વિષે જણાવી જ દીધું છે.
બિહારના વિધાન પરિષદના સભ્ય દેવેશ ચંદ્રઠાકુરે આજે એવી ધમકી ઉચ્ચારી હતી કે જો ભાજપ કોઇ કોમવાદી નેતાને તેના વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે રજૂ કરશે તો જદ (યુ) ભાજપ (એનડીએ) સાથે છેડો ફાડી નાખશે. આ રીતે ઠાકુરે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.
જ્યારે ધર્મનિરપેક્ષ વ્યક્તિ વિષે પત્રકારોએ પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં નીતિશ કુમારે પટણામાં આજે સાંજે ફરીથી કહ્યું હતું કે મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું છે. સુવર્ણ અક્ષરોની પુનરાવૃત્તિ કરવામાં આવતી નથી.
એનડીએમાં જામી રહેલાં આ આંતરયુદ્ધથી સહજ રીતે જ ખુશ થઇ ગયેલી કોંગ્રેસ વતી પ્રતિભાવો આપતાં કેન્દ્રના કાનૂન પ્રધાને ધર્મ નિરપેક્ષતાના મુદ્દે નીતિશે કરેલાં વિધાનોને આવકાર્યા હતા અને કહ્યું હતું કે આપણું રાષ્ટ્ર એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આથી આપણા વડાપ્રધાન પણ ધર્મ નિરપેક્ષ જ હોવા જોઇએ. આપણાં કેટલાંક રાજકીય સંગઠ્ઠનોમાં કેટલાક નેતાઓ આ અંગે સ્પષ્ટવક્તા રહ્યા છે તે આવકાર્ય છે.
જ્યારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે નીતીશકુમારનાં ધર્મ નિરપેક્ષતા અંગેના વિધાનો સામે પ્રશ્ન ઊઠાવતાં કહ્યું હતું કે ધર્મનિરપેક્ષ નેતા એનડીએમાં કોણ છે? તેઓ (નીતીશકુમાર) તો ભાજપ અને આર.એસ.એસ. જેવાં કોમવાદી પરિબળોના ખોળામાં બેસીને તો બિહારમાં સત્તા ભોગવી રહ્યા છે. વળી ગોધરાકાંડ બન્યો ત્યારે તેઓ રેલવે પ્રધાન હતા તે પછી તેમમે તુર્તજ તપાસ યોજવા રેલવે મંત્રાલયને આદેશ કેમ આપ્યો નહીં અને ગુજરાતમાં એ પછી (૨૦૦૨)માં થયેલા કોમી હુલ્લડો વખતે તેઓ ખુલ્લેઆમ કેન્દ્રની એનડીએ સરકાર સામે કેમ બહાર પડયા ન હતા?
જ્યારે કોંગ્રેસના નેતા હરીશ રાવતે જણાવ્યું હતું કે મોદીનો વિરોધ કરવો તે નીતિશની મજબૂરી છે. કારણ કે બિહારમાં લઘુમતીની સંખ્યા ઘણી મોટી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved