Last Update : 20-June-2012, Wednesday

 

પાકિસ્તાન ખાતે ઝવેરાતની સીધી નિકાસ ટૂંક સમયમાં શરૃ થવાની શકયતા

બન્ને દેશોના વેપારીઓને નડતી વિઝા અને વેરા સંબંિાૃધત સમશ્યાને હાાૃથ ાૃધરવા ખાતરી

મુંબઈ, તા. ૧૯
કિંમતી ધાતુઓ અને રત્નોના બનેલા ઝવેરાતની ં પાકિસ્તાન ખાતે સીધી નિકાસ હવે ટૂંક સમયમાં શકય બનશે. સંસ્કૃતિ, વંશિય અને પસંદગીની બાબતમાં અનેક પ્રકારે સમાનતા છતાં ૨૦૧૧-૧૨માં બન્ને રાષ્ટ્રો વચ્ચે ઝવેરાતનો રૃપિયા ૮૮.૫૦ કરોડનો વેપાર થયો હતો. ભારતે રૃપિયા ૮૭ કરોડના કટ અને ઘસેલા હીરાની નિકાસ કરી હતી જ્યારે ભારત ખાતે આવી આયાત માત્ર રૃપિયા ૧.૫૦ કરોડની રહી હતી. બન્ને રાષ્ટ્રો એકબીજાની બજારોમાં સીધું જોડાણ ધરાવતા નહીં હોવાથી નિકાસકારો તેમનો માલ દુબઈ, શ્રીલંકા અને એશિયાના અન્ય દેશો મારફત નિકાસ કરે છે.
જેમ્સ એેન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે ગયું હતું અને ત્યાંના વેપારીઓ તથા રિટેલરોને મળ્યું હતું. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાણીની પણ મુલાકાત લીધી હતી અને ઝવેરાત વેપારમાં વિકાસ મુદ્દે ચર્ચા કરી હતી. બન્ને દેશોના વેપારીઓને નડતી વિઝા અને વેરા સંબંધિત સમશ્યાને પોતે ધ્યાનમાં લેશે એમ ગિલાણીએ અમને ખાતરી આપી હોવાનું કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું.
અમે કહી શકીએ કે પાકિસ્તાનમાં ઝવેરાતનો સીધો વેપાર હવે ટૂંક સમયમાં શરૃ થશે. ભારતની ઝવેરાતની નિકાસ માટે પાકિસ્તાન એક નવું મથક બની રહેશે ત્યારે ભારત માટે પણ ત્યાંથી રંગીન રત્નો મેળવવાનું સરળ બનશે. પાકિસ્તાનની જવેલરી બજાર અંદાજે ૧૨ અબજ ડોલરની છે જ્યારે ભારતની ઝવેરાતની વાર્ષિક નિકાસ ૩૨થી ૩૩ અબજ ડોલરની છે.
પાકિસ્તાનને ટેકસેસનના મુદે વિચારવા અમે વિનંતી કરી છે. ટેકસ મારફત થોડાઘણા લાખ રૃપિયાની જ ત્યાંની સરકારને આવક થાય છે. આ ઉપરાંત ત્યાં વેટનો દર પણ ઘણો ઊંચો છે, જો તેને ઘટાડવામાં આવશે તો ભારતની સીધી નિકાસમાં વધારો થશે. પાકિસ્તાનમાં ઝવેરાતના વેપાર પર ૧૯ ટકા વેટ લાગુ થાય છે, જ્યારે ભારતમાં ૧ ટકો છે.પાકિસ્તાનમાં સીધી નિકાસ શરૃ થવા સાથે યુરોપમા ંપડેલી ખોટ ભરપાઈ કરી શકાશે. યુરોપમાં કટોકટીને કારણે હાલમાં ભારત ખાતેથી ઝવેરાતની નિકાસ પર અસર પડી છે. પાકિસ્તાનમાં રંગીન રત્નોનો જંગી માત્રામાં જથ્થો છે જેનો ભારતને લાભ મળી શકશે, એમ પણ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. વિશ્વભરમાંથી હીરા પ્રક્રિયા માટે ભારતમાં આવે છે. પાકિસ્તાન ખાતે વેપારીઓ વચ્ચે જ નિકાસ થઈ શકશે. ભારતના વેપારીઓ પાકિસ્તાનના વપરાશકારોને ઝવેરાતની સીધી નિકાસ નહીં કરી શકે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved