Last Update : 20-June-2012, Wednesday

 

મુંબઈમાં પામતેલમાં ૩૫૦૦ ટનના વેપારો થયા

એરંડા વાયદામાં તોફાની તેજી વચ્ચે રૃ.૩૫૦૦ની સપાટી કૂદાવી ગયેલા ભાવો

દિવેલમાં ૫૦૦૦ ટનના નિકાસ વેપારો થયા પછી મથકોએ હાજર બજારમાં શિપરોની વધેલી લાવલાવની ચર્ચા ઃ વિશ્વ બજાર પાછળ આયાતી ખાદ્યતેલોમાં પણ તેજીનો ચમકારો

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં તેજી આગળ વધતાં ભાવો રૃ.૩૫૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. મથકોએ વરસાદના અભાવ વચ્ચે હાજર માલો પર પક્કડ વધી છે સામે હાજર માલોમાં મથકોએ શિપરો તથા નિકાસકારોની ધુમ ખરીદી જળવાઈ રહ્યાના સમાચારો હતા. ભારતના દિવેલમાં તાજેતરમાં નિકાસ માટે આશરે ૫૦૦૦ ટનના કામકાજો થયાની હવા ચગી હતી અને ત્યાર પછી તાજેતરમાં શિપરોની ખરીદી વધતાં નિકાસ વેપારો થયાની હવાને સમર્થન મળ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ વાયદા બજારમાં આજે એરંડા સપ્ટે.ના ભાવો રૃ.૩૪૦૦ વાળા રૃ.૩૪૫૦ ખુલી રૃ.૩૫૦૪ના મથાળે બંધ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૧૧૫ વાળા ઉછળી રૃ.૩૨૪૫ બોલાયા હતા જયારે દિવેલના ભાવો કોમર્શિયલના રૃ.૬૫૩ વાળા રૃ.૬૭૯ તથા એફએસજીના રૃ.૬૬૩ વાળા ઉછળી રૃ.૬૮૯ બોલાયા હતા. દિવેલ એફએસજીકંડલાના ભાવો રૃ.૬૬૦ વાળા ઉછળી રૃ.૬૮૫ બોલાયા હતા. મથકોએ એરંંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૨૪થી ૨૫ હજાર ગુણી આવી હતી અને મથકોએ ત્યાં હાજર એરંડાના ભાવો ગામડાના વધી રૃ.૬૬૦ બોલાયા હતા. જયારે રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૫૧૫ બોલાઈ રહ્યાના સમાચારો હતા. હૈદ્રાબાદ બાજુ આજે એરંડાની આવકો ૪૦૦થી ૫૦૦ ગુણીની આવી હતી અને ત્યાં ભાવો એરંડાના રૃ.૨૮૦૦ તથા દિવેલના રૃ.૬૫૦થી ૬૫૨ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૨ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૧૦૦ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યા હતા જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૪૯ પોઈન્ટ વધીને બંધ રહ્યાના અહેવાલો હતા. ઘરઆંગણે આજે ઈન્દોર બજારમાં સોયાતેલ વાયદો રૃ.૭૨૮.૫૦ વાળો રૃ.૭૩૩.૫૦ ખુલી છેલ્લે રૃ.૭૪૧.૫૦ રહ્યો હતો. મુંબઈમાં આજે હાજર ભાવો પામતેલના રૃ.૫૮૪ વાળા રૃ.૫૮૭ રહ્યા હતા. એક રિફાઈનરીએ આજે જૂન માટે રૃ.૫૮૬માં તથા જુલાઈ માટે રૃ. ૫૮૮માં મળીને આશરે ૩૦૦૦ ટન પામતેલ વેંચ્યાની ચર્ચા હતી. આ વેંચાણ થયા પછી આ રિફાઈનરીએ ભાવો વધારી જૂનના રૃ.૫૮૮ તથા જુલાઈના રૃ.૫૯૨ કર્યાના સમાચારો હતા. અન્ય રિફાઈનરીઓના પણ ૪૦૦થી ૫૦૦ ટનના વેપારો થયા હતા. ડાયરેકટ ડિલીવરીના વેપારો આજે મુખ્યત્વે થયા હતા જયારે હવાલા-રિસેલમાં વેપારો પાંખા રહ્યા હતા. મુંબઈમાં સોયાતેલના ભાવો રિફા.ના રૃ.૬૯૫ વાળા ઉછળી રૃ.૭૦૨ બોલાયા હતા. સિંગતેલના ભાવો રૃ.૧૧૯૦ રહ્યા હતા. જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૨૭૦ વાળા રૃ.૧૨૫૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૪૫ વાળા રૃ.૧૯૨૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈ કપાસિયા તેલના ભાવો આજે રૃ.૬૭૦ વાળા રૃ.૬૭૫ રહ્યા હતા. જયારે કોપરેલના ભાવો રૃ.૭૦૦ બોલાઈ રહ્યા હતા સન ફલાવરના ભાવો રૃ.૬૫૦ તથા રિફા.ના રૃ.૭૧૫ વાળા રૃ.૭૨૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા.

રૃમાં ચીનની માંગ વધવાની આશાએ ન્યુયોર્ક વાયદામાં ૩૦૦ પોઈન્ટનો ઉછાળો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. મથકોએ ટાંચી આવકો તથા વરસાદ ખેંચાઈ જતાં હાજરમાં સ્પોટ પર માલો પર પક્કડ વચ્ચે નવી વેચવાલી રુંધાયાના નિર્દેશો હતા. જો કે સામે મિલોની તથા નિકાસકારોની નવી માંગ પણ પાંખી રહી હતી. મિલો નીચા ભાવોએ માગણી કરી રહી હતી. જયારે વેચનાર વર્ગ ઊંચા ભાવો બતાવી રહ્યો હોવાથી સોદા પાંખા પડી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ચીનની ડિમાન્ડ વધવાની આશાએ ન્યુયોર્ક વાયદો ઓવરનાઈટ ૩૦૦, ૯૯ તથા ૮૪ પોઈન્ટ ઉછળ્યાના સમાચારો હતા. ઘરઆંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૨૫૦૦થી ૩૩૫૦૦ બોલાઈ રહ્યા હતા જયારે ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૫૦૦૦થી ૨૫૫૦૦ રહ્યા હતા. મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો ફરધર પાકના માલોના રૃ.૨૯૦૦૦થી ૩૦૦૦૦ રહ્યા હતા જયારે સારા માલોના ભાવો રૃ.૩૨૫૦૦થી ૩૩૫૦૦ બોલાઈ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો જાતવાર મણદીઠ રાજસ્થાન બાજુ રૃ.૩૨૫૦થી ૩૪૦૦, હરિયાણા બાજુ રૃ.૩૩૮૦થી ૩૪૮૦ તથા પંજાબ બાજુ રૃ.૩૪૮૦થી ૩૫૭૫ રહ્યાના સમાચારો હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved