Last Update : 20-June-2012, Wednesday

 

કારની માગમાં સતત ઘટાડાને પરિણામે ઓટો ઉત્પાદકો દ્વારા ઉત્પાદનો અટકાવી દેવાયા

મંદ વેચાણને કારણે ાૃથઈ રહેલા માલભરાવાાૃથી ઉત્પાદકો ચિંતિત

(પી.ટી.આઈ.)નવી દિલ્હી, તા. ૧૯
માગમાં ઘટાડાને કારણે અસર પામેલા ઓટો ઉદ્યોગે ઉત્પાદન અટકાવી દેવાની ફરજ પડી છે. માગ ઘટતા માલભરાવો થઈ રહ્યો છે. ટોયોટા કિર્લોસ્કર મોટરે પોતાની પેટ્રોલ કારના ઉત્પાદનને અટકાવી દીધું છે જ્યારે ફિયાટ આગામી મહિનામાં પોતાના પ્લાન્ટસને થોડાક દિવસ બંધ રાખવા વિચારી રહી છે. તાતા મોટર્સ આ સપ્તાહે પોતાના પૂણે પ્લાન્ટ ખાતે વ્યાપારી વાહનોનું ઉત્પાદન ત્રણ દિવસ માટે બંધ રાખશે. મારૃતી સુઝુકી ઈન્ડિયા આગામી સપ્તાહે એક સપ્તાહ લાંબી વાર્ષિક મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરી રહી છે.
અમારી પેટ્રોેલ કારની ઈન્વેન્ટરી સાધારણ ઊંચી છે અને તે ૩૦ દિવસ સુધી ચાલે એટલી છે. માલભરાવો ન થાય તે માટે અમે ૧૬ જૂનથી અમારી દરેક પેટ્રોલી શ્રેણીના ઉત્પાદનો બંધ કરી દીધા છે એમ ટોયોટા કિર્લોસ્કર મોટરના ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર (કમર્સિઅલ) શેખર વિશ્વનાથને જણાવ્યું હતું. પેટ્રોલ કારનું ઉત્પાદન કેટલા દિવસ બંધ રહેશે તે અંગે જો કે તેમણે ચોક્કસ જણાવ્યું નહોતું. લિવા, ઈટીઓસ તથા કોરોલા એલ્ટિસ તેના પેટ્રોલ મોડેલ્સ છે. કંપનીની ડિઝલ કારનું વેચાણ સ્થિર છે પરંતુ પ્રતિક્ષા યાદી ઘટી રહી છે એમપણ વિશ્વનાથને જણાવ્યું હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના ડેટા પ્રમાણે ટોયોટા કિર્લોસ્કર મોટરે મે મહિનામાં ૮૫૧૧ જેટલા બે ગણા ઊતારૃ વાહનોનું ઉત્પાદન કર્યું હતું.
પોતાના પેટ્રોલ મોડેલનું વેચાણ સારૃ નથી અને સ્ટોકસ પર હાલમાં દેખરેખ રખાઈ રહી છે એમ ફિયાટે જણાવ્યું હતું. માગ અને સ્ટોકસની સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી મહિને અમે અમારો પ્લાન્ટ ૨-૩ દિવસ કદાચ બંધ રાખશું એમ ફિયાટ ઈન્ડિયાના સીઈઓ રાજીવ કપુરે જણાવ્યું હતું. ફિયાટનું કાર ઉત્પાદન ગયા મહિને ૫૭.૧૩ ટકા ઘટી ૧૦૪૧ કાર રહ્યું હોવાનું સિઅમે જણાવ્યું હતું. મંદ માગે માત્ર ઊતારૃ વાહનો જ નહીં પણ વ્યાપારી વાહનોના ઉત્પાદકોને પણ ઝપેટમાં લીધા છે. પૂણે ખાતેના અમારા પ્લાન્ટસનું ૨૨થી ૨૪ જૂન દરમિયાન બ્લોક કલોઝર રહેશે, એમ તાતા મોટર્સના પ્રવકતાએ જણાવ્યું હતું. ૪૦૭ અને ૭૦૯ જેવા પોતાના હળવા અને મધ્યમ વ્યાપારી વાહનોનું ઉત્પાદન કંપની બંધ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
ઊંચા વ્યાજ દર, માઈનિંગ તથા બાંધકામ ઉદ્યોગમાં મંદીથી અમારી બજારમાં અવરોધ આવ્યો છે, અમારો સ્ટોક નિયંત્રણ હેઠળ છે અને તે જાળવી રાખવા માગીએ છીએ એમ પણ પ્રવકતાએ જણાવ્યું હતું. અમે ૨૫ જૂનથી એક સપ્તાહ લાંબી વાર્ષિક મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરી રહ્યા છીએ, એમ મારૃતી સુઝુકીના પ્રવકતાએ જણાવ્યું હતું. ગયા મહિને કંપનીએ પોતાના એલ્ટો, એમ૮૦૦, એસ્ટિલોે જેવા પેટ્રોલ મોડેલનું ઉત્પાદન ત્રણ દિવસ માટે બંધ રાખ્યું હતું.
પેટ્રોલના ઊંચા ભાવ અને ઊંચા વ્યાજ દરને કારણે મ ે દરમિયાન ભારતમાં કારની વેચાણ વૃદ્ધિ ૨.૭૮ ટકા સાથે સાત માસની નીચી સપાટીએ રહી હતી. ૨૦૧૧ના મે મહિનામાં ઘરેલું કારનું વેચાણ જે ૧,૫૮,૮૦૯ રહ્યું હતું તે ચાલુ વર્ષના મેમાં ૧,૬૩,૨૨૯ કાર રહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved