Last Update : 20-June-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૦-૦૬-૨૦૧૨, બુધવાર
અષાઢ મહિનો શરૂ - નવરાત્રિનો પ્રારંભ
કચ્છી હાલારી સંવત ૨૦૬૯ શરૂ.
દક્ષિણાયન - વર્ષાૠતુનો પ્રારંભ.

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- આદ્રા રાત્રે ૨ ક. ૩૫ મિ. સુધી પછી પુનર્વસુ.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-મિથુન, મંગળ-સંિહ, બુધ-મિથુન, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ. જ્યે. ૩૦ માસ-તિથિવારઃ- અષાઢ સુદ એકમને બુધવાર.
અષાઢ મહિનો શરૂ. અષાઢી નવરાત્રિનો પ્રારંભ. કચ્છી હાલારી સંવત ૨૦૬૯નો પ્રારંભ. સાયન સૂર્ય કર્કમાં ૨૮ ક. ૪૦ મિ.થી દક્ષિણાયન-વર્ષાૠતુનો પ્રારંભ. યજ્ઞનારાયણ ઈષ્ટીયાત્ર. બજારોમાં, હવામાનમાં ફેરફારી? પવન, વરસાદ થાય!
- ઘી, ગોળ, ખાંડ, રસકલના ભાવ વધે ? રૂ, ચાંદીમાં વધઘટ? પછી તેજી?
- એક મહિનામાં પ્રજાને રાહત ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ કચ્છી હાલારી સંવત ૨૦૬૯નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, અષાઢી નવરાત્રિ શરૂ થઈ રહી છે તેથી ધર્મકાર્ય, શુભકાર્ય થાય.

 

વૃષભ ઃ હૃદય-મનની પ્રસન્નતા, નોકરી-ધંધાના કામની પ્રગતિથી જણાય. નવા-જુના કામ અંગેના આયોજન અંગે વિચારી શકો.

 

મિથુન ઃ કચ્છી હાલારી સંવત ૨૦૬૯નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે તેથી કામની વ્યસ્તતા, જવાબદારીમાં વધારો થાય, કામ ઉકેલાય.

 

કર્ક ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ અષાઢી નવરાત્રિના ધર્મકાર્યમાં એકાગ્રતા-સ્થિરતા-શાંતિ જણાય નહીં. નોકરી-ધંધાની ચંિતા રહે.

 

સંિહ ઃ આપના નોકરી-ધંધાના કામમાં ક્ષણિક કોઈ ફાયદો-લાભ અષાઢી નવરાત્રિના પ્રારંભથી થઈ શકે. ચંિતા ઓછી થાય.

 

કન્યા ઃ અષાઢી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્યમાં, ઘર, પરિવારના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં ચંિતા-માનસિક પરિતાપ રહે.

 

તુલા ઃ ધર્મકાર્યથી અષાઢી નવરાત્રિનો પ્રારંભ આનંદ ઉત્સાહનો રહે. નોકરી-ધંધાના કે વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામ અંગે કોઈને મળવાનું થાય.

 

વૃશ્ચિક ઃ શારીરિક-માનસિક અસ્વસ્થતાના કારણે અષાઢી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં આનંદ ઉત્સાહ જણાય નહીં.

 

ધન ઃ નોકરી-ધંધાનું વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. જુના સંબંધો તાજા થાય. પરંતુ પત્નીના, મિત્રવર્ગના વિચારોમાં અટવાયેલા રહો.

 

મકર ઃ અષાઢી નવરાત્રિ અને કચ્છી હાલારી સંવત ૨૦૬૯ના પ્રારંભે ધર્મકાર્ય-શુભકાર્ય હૃદય-મન પ્રસન્ન રહે. કામમાં વધારો થાય.

 

કુંભ ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. શેરોના, નોકરી ધંધાના કામમાં ચંિતા-મુંઝવણ ઓછી થાય.

 

મીન ઃ અષાઢી નવરાત્રિના પ્રારંભે વાત વાતમાં વિવાદ-ગુસ્સાથી, ગેરસમજથી સંભાળવું પડે. નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૦-૦૬-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થતા આપના જન્મવર્ષ દરમ્યાન પ્રારંભના નેવું દિવસ આધિ-વ્યાધિ-ઉપાધિ-ચંિતાના રહે. સગા સંબંધી-મિત્રવર્ગમાં મનદુઃખ થાય, સંબંધ બગડે. કોઈનો વિયોગ થાય. મકાન-વાહનના પ્રશ્ને, આડોશ પાડોશના, મિત્રવર્ગના પ્રશ્ને, માતાના આરોગ્યના પ્રશ્ને ચંિતા રહે.

 

* નોકરી-ધંધામાં કામ કરો પરંતુ જસ મળે નહીં. ખર્ચ-ચંિતા-આક્ષેપ-અપયશ- નુકસાનથી તમે ઉચાટ-ઉદ્વેગમાં રહો. નવાનવી નોકરી હોય, ધંધો હોય તેમણે વિશેષ સંભાળવું પડે.

 

* પત્ની-સંતાનના કારણે વર્ષારંભે ચંિતા રહે. સંતાનના કામમાં રૂકાવટ જણાય. તેમના નામે મકાન-વાહન-ધંધો હોય, જમીન હોય તો તેમાં ચંિતા-તકલીફ અનુભવાય.

 

* સ્ત્રીવર્ગને સંયુક્ત પરિવારમાં, માતૃપક્ષમાં શાંતિ જણાય નહીં. પતિ-સંતાનના પ્રશ્ને ચંિતા રહે. મિત્રવર્ગના સંબંધમાં વિશ્વાસઘાત-દગો થાય. અવિવાહીતે મિત્રવર્ગથી સંભાળવું પડે.

 

* વિદ્યાર્થીવર્ગને કારકિર્દીના ઘડતર-ભણતર માટે વર્ષારંભથી જ ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન બિમાર હતો અને છેવટે ડોક્ટરોએ એને મરેલો જાહેર કરી દીધો. નર્સ અને વોર્ડબોય એને પલંગ ઉપરથી ઉતારીને સ્ટ્રેચરમાં નાંખીને બહાર લઈ જતા હતા એવામાં રૂમના દરવાજા સાથે સ્ટ્રેચર અથડાયું અને છનગનમાં એકાએક જીવ આવ્યો ! એ સ્ટ્રેચરમાં જ બેઠો થઈ ગયો.
એ પછી તો છગન લગભગ ૮ વર્ષ જીવ્યો. ફરી એને હોસ્પીટલમાં દાખલ કર્યો અને ત્યાં ડોક્ટરોએ એને મરેલો જાહેર કર્યો. ફરી એને સ્ટ્રેચરમાં નાંખીને બહાર લઈ જતા હતા ત્યારે છગનના ઘરનાઓએ વોર્ડ બોયને કહ્યું, ‘‘ભાઈ, આ વખતે ઘ્યાન રાખજે... દરવાજા સાથે કે બીજે ક્યાંય ભટકાય નહીં.’’

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved