Last Update : 19-June-2012, Tuesday

 

સ્પાઈડરમેન ઈન્ડિયામાં આવે તો?

 

કહે છે કે સ્પાઈડરમેન સિરીઝની નવી ફિલ્મમાં એ ન્યુયોર્કને બદલે ઈન્ડિયામાં દેખા દેશે!
અમને લાગે છે કે મુંબઈમાં સ્પાઈડરમેનને અહીંના ગુન્ડાઓ જોડે નહિ પણ ‘રા.વન’ અને ‘ડૉન-ટુ’ જોડે લડવાનું આવશે!
એની વે, પણ રીયાલીટીના એંગલથી વિચારો તો મુંબઈમાં સ્પાઈડરમેનની શું હાલત થાય? એક ઝલક...
* * *
સ્પાઈડરમેનનો બૉસ ઘૂંવાપૂંવા થતો મુંબઈની ઓબેરોય હોટલના ધાબા પર આંટા મારી રહ્યો છે ઃ
‘‘ઉફ.... અઢી કલાક થઈ ગયા... આ સ્પાઈડરમેનનો કોઈ પત્તો નથી! ઓબેરોય ટાવર્સ પર ઊભો છું છતાં મોબાઈલનાં ટાવર પકડાતો નથી... સ્પાઈડરમેનનો નંબર લાગે છે તો સંભળાય છે કે માફ કરો, હે સુવિધા આપલ્યા મોબાઈલ મધે ઉપલબ્ધ નાહીં... ત્રાસ છે!!’’
ત્યાં તો સ્પાઈડરમેન ડોલતો ડોલતો ધાબા પર ઉતરી આવે છે.
‘‘ક્યાં હતો તું?’’ બોસ એના પર તૂટી પડે છે. ‘‘તને કીઘું હતું કે પેલો ખતરનાક ગેંગસ્ટર અમેરિકાની ટોપ-સિક્રેટ ફોર્મ્યુલા ચોરીને મુંબઈમાં ક્યાંક સંતાયો છે! તારે એને શોધીને પકડી લાવવાનો હતો! પણ તું ક્યાં રખડે છે...’’
‘‘જુઓ બોસ, આ મુંબઈ છે, ન્યુયોર્ક નથી.’’
‘‘તો?’’
‘‘અહીં અમુક જ એરિયામાં ઊંચા ઊંચા બિલ્ડીંગો છે. બાકી પેલું શું કહેવાય, ધારા... ધારાવી... હા, ધારાવી એરિયામાં તો બાર-બાર કિલોમીટર સુધી નકરાં ઝુપડાં જ છે!’’
‘‘તો એમાં હું શું કરું?’’
‘‘અરે એ ગેંગસ્ટર ઝુંપડપટ્ટીમાં બાઈક ભગાવીને છુ થઈ ગયો.’’
‘‘તો તેં પીછો ના કર્યો?’’
‘‘ક્યાંથી કરું? મારા ચમત્કારીક રસથી બનેલાં દોરડાં લટકાવું શેના પર? ઝુંપડાંઓનાં નળિયાં પર? એમાં વળી એક ખખડધજ મકાન તો મારી સ્પીડના ઝપાટાથી જાતે જ તૂટી પડ્યું!’’
‘‘ઠીક છે, ઠીક છે. પણ અઢી અઢી કલાક સુધી તેં કર્યું શું?’’
સ્પાઈડરમેન માથું ખંજવાળવા લાગ્યો. પછી બોલ્યો ઃ
‘‘એમાં એવું થયું બૉસ, કે ત્યાં એક બહુ મોટો ઉકરડો હતો... અને એના પર ઢગલાબંધ માખીઓ બણબણી રહી હતી...’’
‘‘તો?’’
‘‘તો માખીઓ જોઈને મારા મોંમાં પાણી ના આવી જાય?’’
‘‘હા હા... પણ એમાં અઢી કલાક...’’
‘‘બોસ જરા સમજો.’’ સ્પાઈડરમેને પેટ પર હાથ ફેરવતાં ઓડકાર ખાઈને કહ્યું ‘‘સામટી આઠ હજાર માખીઓ ઝાપટ્યા પછી, સ્વાભાવિક છે, જરા ઊંઘ તો કાઢવી પડે ને? એટલે, જરા...’’

 

મન્નુ શેખચલ્લી...

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved