Last Update : 19-June-2012, Tuesday

 

રાષ્ટ્રપતિ જંગના વિવાદમાં આંધ્ર ભૂલાયું
કોંગ્રેસની આંખે પાણી લાવતો આંધ્રનો રાજકીય હીરો જગન

 

- પિતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાજશેખર રેડ્ડી જેવું જ નેટવર્ક ઉભું કર્યું છે
- દક્ષિણના બે રાજ્યો આંધ્ર- કર્ણાટકમાં રાજકીય કટોકટી, બળવા જેવી સ્થિતિ

 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વ્યસ્ત કોંગ્રેસે આંધ્ર પ્રદેશની પેટા ચૂંટણીમાં થયેલા ધબડકાનો કડવો ધૂંટ પી લીધો હતો. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટેની ખેંચતાણમાં સમાચાર માઘ્યમો આંધ્રના જંગને મહત્ત્વ આપી શક્યા નહોતા. જેલમાં બેઠા બેઠા કોંગ્રેસનો સફાયો કરનાર જગન રેડ્ડી, જેલની બહાર હોત તો શું કરત તે વિચારીને જ કોંગ્રેસને કંપારી છૂટી જાય છે.
જગન રેડ્ડી સામે સીબીઆઇની તપાસ કસમયની હતી. જગન રેડ્ડીની માતા, બહેન અને પત્નીએ ચૂંટણીનો હવાલો સંભાળી લીધો હતો. જગનની ધરપકડ થઈ ત્યારે તેની માતાએ શરુ કરેલા ઉપવાસ આંદોલનના કારણે પ્રજાની સહાનુભૂતિ જીતી શક્યા હતા. સહાનુભૂતિના મોજાના પગલે તો રાજીવ ગાંધી સહિતના રાજકારણીઓ તરી ગયા હતા. જગનમોહન રેડ્ડીએ બીજી વાર સહાનુભૂતિનું મોજું ઉભું કર્યું હતું. પ્રથમવાર જ્યારે તેના પિતા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ત્યારે અને બીજીવાર તેમને જેલમાં ધકેલાયા ત્યારે !!
આંધ્રપ્રદેશમાં કુલ ૨૯૪ વિધાનસભ્યો છે. ૭ બેઠકો કપાયા છતાં કોંગ્રેસ પાસે ૧૫૫ સભ્યો છે. જ્યારે જગન રેડ્ડી પાસે તાજેતરની પેટાચૂંટણી પછી કુલ ૧૭ વિધાનસભ્યો થઈ ગયા છે. જ્યારથી જગનમોહન રેડ્ડીએ વાયએસઆર કોંગ્રેસની સ્થાપના કરી ત્યારથી તે જીતતા આવ્યા છે. જગનની સંપત્તિ સામે સીબીઆઇના કેસ ભલે મજબુત હોય પરંતુ એમ તો મુલાયમસંિહ યાદવ અને માયાવતી સહિતના રાજકારણીઓ સામે વઘુ પડતી સંપત્તિના કેસો ચાલે છે. પરંતુ મુલાયમ હાલમાં સરકાર માટે ખૂબ જરૂરી બની ગયા છે. રાષ્ટ્રપતિ પદ માટેના જંગમાં મુલાયમે સરકારની ખુલ્લી મદદ કરી હતી. આ સંજોગોમાં જગન સામેના સીબીઆઇના પગલાને કોંગ્રેસની રાજકીય કિન્નાખોરી સાથે જોડવામાં આવ્યા હતા.
જગન મોહન રેડ્ડીના કુટુંબને સીબીઆઇના દરોડા અને જેલવાસને કારણે વઘુ સહાનુભૂતિ મળી હતી. જેલમાં રહીને જગને આંધ્રપ્રદેશના રાજકારણનો અભ્યાસ કર્યો હતો. જગનમોહનના પત્ની ભારતીએ જેલમાં રૂા. ૪૦૦૦ જમા કરાવ્યા હતા જેમાંથી જગને બ્રશ, પેસ્ટ, સાબુ વગેરે માટે રૂા. ૧૫૦૦ વાપર્યા હતા આ બઘું જ રોજ આંધ્રપ્રદેશના અખબારોમાં ચમકતું હતું.
સીબીઆઇએ દરોડા પહેલા જગન રેડ્ડીના બધા ખાતા સીલ કરી દીધા હતા. તેમનો મુખ્ય આશય જગનને કોંગ્રેસના બોસીસને શરણે લાવવાનો હતો. જો કે, જગન રેડ્ડી માથાનો મળ્યો હતો. શરુઆતમાં લોકર સીલ કરાયા પછી દરોડા અને પછી જેલ બાદ જગનને અંતે જીત મળી હતી. આંધ્રના રાજકીય નિરીક્ષકો કહે છે કે, જગન સામે વઘુ પડતી કડક બનીને કોંગ્રેસ થાપ ખાઈ ગઈ હતી.
કડાપા બેઠક પરના ૩૯ વર્ષના સાંસદે તેના પિતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાજશેખર રેડ્ડી જેવું જ નેટવર્ક ઉભું કર્યું છે. તેના પિતાની જેમ જગનમોહને પણ મત વિસ્તારમાં પદયાત્રા કરી હતી અને સાથે પાંખિયા તૂટેલા હેલિકોપ્ટરના ભંગારના વિશાળ ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ હોર્ડંિગ સહાનુભૂતિ મેળવવા માટે તૈયાર થયા હતા જે ખૂબ અસરકારક સાબિત થયા હતા.
આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસના કટ્ટર પ્રતિસ્પર્ધી તરીક તેલુગુદેશમ હતો પરંતુ તાજેતરના પેટાચૂંટણીના જંગમાં તેને એક પણ બેઠક મળી નથી જ્યારે તેલંગણા રાષ્ટ્રીય સમિતિને એક બેઠક મળી છે. અહીં પ્રશ્ન એ છે કે શું જગનમોહન રેડ્ડી આંધ્રમાં કોંગ્રેસની સરકાર ઉથલાવી શકશે ?
કોંગ્રેસ આ પ્રશ્ન માત્રથી ડરે છે. એટલે જ કોંગ્રેસે આંધ્રના મુખ્યપ્રધાનને તાત્કાલીક દિલ્હી બોલાવીને પક્ષના સભ્યો અકબંધ રહે તે માટે સૂચના આપી છે. કોંગ્રેસના ચાર નેતાઓ આંધ્રની રાજકીય ગતિવિધિ જાણવા બેસાડ્યા છે. આંધ્રમાં ઘણાં કોંગી વિધાનસભ્યો જગમોહન રેડ્ડીના પક્ષમાં જોડાવા તૈયાર છે. તેલુગુ દેશમ માટે પણ જગનમોહનની સફળતા ઇર્ષા બનીને આવી છે. આંધ્ર કોંગ્રેસમાં ગમે ત્યારે બળવો થશે અને રાજ્ય હાથમાંથી જશે એવી કલ્પના માત્રથી કોંગ્રેસ ફફડે છે. આંધ્રના જોરે કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર રચી હતી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં આંધ્ર કોંગ્રેસ માટે મોકાણના સમાચારો લાવશે.
દક્ષિણના બે રાજ્યોની રાજકીય સ્થિતિ ડામાડોળ છે. આંધ્રમાં કોંગ્રેસ માથુ કુટે છે તો કર્ણાટકમાં ભાજપની સ્થિતિ કફોડી છે. જોગાનુજોગ તો એ છે કે કોંગ્રેસ અને ભાજપ બંને રાજ્યોમાં થઈને ભ્રષ્ટાચારની ગંગા વહે છે. આંધ્રમાં દિવંગત મુખ્યપ્રધાન રાજશેખર રેડ્ડીએ કરેલો ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો છે. જ્યારે કર્ણાટકમાં ભાજપના મુખ્યપ્રધાન યેદુઆરપ્પાને મુખ્યપ્રધાન પદેથી ખસેડવામાં આવ્યા હતા બંને રાજ્યોમાંં બળવા જેવી પરિસ્થિતિ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 

 

 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved