Last Update : 19-June-2012, Tuesday

 
લેખાંકઃ૨
દુનિયાના ભ્રષ્ટ ૧૦૦ દેશોમાં આપણો દેશ ૮૫મા સ્થાને છે
- આપણા ભ્રષ્ટ અને ગુનેગાર પ્રધાનો-નેતાઓ
- ભ્રષ્ટાચારનો ભસ્માસુર મનમોહનસંિહને પણ ભરખી જવા આગળી વધી રહ્યો છે
- કોઈ પણ નેતા પ્રમાણિ છે ખરો ?

દુનિયાના ભ્રષ્ટાચારના ૧૦૦ દેશોની યાદિમાં આમ તો આપણા દેશનું સ્થાન ૮૫મું છે પણ દેશમાં જે રીતે ભ્રષ્ટાચાર કણેકણમાં જોવા મળે છે (ભ્રષ્ટાચાર સામે આંદોલન ચલાવી રહેલી ટીમ અને પાખંડી યોગી પણ ભ્રષ્ટાચારમાં જ નાહેલા છે.) એ ઉપરથી આપણા દેશનું સ્થાન ૮૫મું નહીં. પણ ૧૦૧મું હોય એવું લાગે છે.
કેવા કેવા ભ્રષ્ટાચાર !
અને કેવા કેવા કૌભાંડ !
આપણા દેશમાં આર્થિક સુધારણાની શરૂઆત ૨૦ વર્ષ પહેલાં ૧૯૯૨માં થઈ અને પહેલો ધડાકો રૂપિયા ૬,૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૬ ખર્વ ૫૦ અબજ) શેર બજારના કૌભાંડનો થયો.
એ કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય તપાસ સમિતી રચવામાં આવી જેમાં જે સભ્યો હતા એમાં એક ગુજરાતના ભાજપના સાંસદ સભ્ય હરિન પાઠક હતા અને એ સમિતિના પ્રમુખ કોંગ્રેસ નેતા રામવિલાસ મિર્ધા હતા. બધી તપાસ સમિતિઓની જેમ આ તપાસ સમિતિની તપાસનું પરિણામ આવ્યું પણ કશાં પગલાં લેવાયા નહીં અને હર્ષદ મહેતા નામના એક ગુજરાતી દલાલને હોળીનું નાળિયેર બનાવીને બબ્બે વર્ષ સુધી સી.બી.આઈ. દ્વારા સખત ટોર્ચરીંગ કરવામાં આવેલું.
એ પછી ૧૯૯૪માં રૂપિયા ૬,૫૦,૦૦,૦૦,૦૦૦ નું ખાંડનું કૌભાંડ બહાર આવ્યું. ત્યારના જાવેદ ચૌધરી નામના સરકારી અમલદારે હોંગકોંગ શાંઘાઈ બેન્કીંગ કોરપોરેશનની કોલકાતાની બ્રાન્ચના લોકરમાંથી માઈક્રો ઓડિયો કેસેટ પકડી. એ માઈક્રો ઓડિયો કેસેટ દ્વારા જાણવા મળ્યું કે... ૧૯૮૨થી ૧૯૮૯ દરમ્યાન સબમરીનોની ખરીદીથી માંડી એરબસ વિમાનોની ખરીદીમાં અબજો રૂપિયાની દલાલી ત્યારના બે પ્રધાનોએ અને એક ગર્વનરે ખાધેલી એની વિગતો હતી.
એ પછી...
(૧) ૧૯૯૫માં ખાસ વહેંચણીના રૂપિયા ૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦નું કૌભાંડ
(૨) યુગોસ્લાવ ડીનાર કૌભાંડમાં રૂપિયા ૪,૦૦,૦૦,૦૦,૦૦૦
(૩) મેઘાલય વન કૌભાંડમાં રૂપિયા ૩,૦૦,૦૦,૦૦,૦૦૦
એ પછી ૧૯૯૬માં...
(૪) રૂપિયા ૧૩,૦૦,૦૦,૦૦૦નું ખાતર આયાતનું કૌભાંડ,
(૫) રૂપિયા ૯,૫૦,૦૦,૦૦,૦૦૦નું બિહાર ઘાસચારા કૌભાંડ
(૬) રૂપિયા ૧,૩૩,૦૦,૦૦,૦૦૦નું યુરિયા કૌભાંડ થયું.
મનમોહનસંિહ અને કોંગ્રેસે લાઈસન્સ રાજ, ઈન્સપેક્ટર રાજ, કોરા રાજ, વગેરેથી જનતાને દેશને મુક્ત કર્યો (જો કે એ બીજા સ્વરૂપે અને વઘુ મોટા પાયે ‘‘બ્યુરોકેટો’’ ચાલુ રાખે જ છે. જેમ કે ધુસાડી દીધો) પણ એ પહેલાંના પાંચ વર્ષમાં રૂપિયા ૭,૩૯,૩૩,૦૦,૦૦,૦૦૦ (૭ ખર્વ ૩૯ અબજ ૩૩ કરોડ) ના કૌભાંડોનો પર્દાફાશ થયેલો જેના પરિણામે ૧૯૯૬માં જનતાએ કોંગ્રેસને ચૂંટી નહીં પણ ભાજપને ય ચૂંટી નહીં.
જનતાને રાજકીય પક્ષો ઉપર નફરત, તિરસ્કાર થઈ ગયો. આપણા બધા જ નેતાઓ લુચ્ચા, પાખંડી, દગાખોર, બેઈમાન, કૌભાંડી, ભ્રષ્ટાચારી ! એક પણ નેતા પ્રમાણિક નહીં, દેશપ્રેમી પણ નહીં, જનતા નિષ્ઠ પણ નહીં ! એક એક નેતા લૂટારો, જનતાનું લોહી ચુસીને તાગડ ધિન્ના કરનારો !
જે સરકાર બની એ કોંગ્રેેસની હતી પણ કોંગ્રેસની નહોતી. ચાર કોમ્યુનીસ્ટ પક્ષોના ટેકાના આધારે એ સરકાર બની. શંભુ મેળો સરકાર હતી.
જે હોય તે... પણ એ સરકારમાં પણ ભ્રષ્ટાચારની બોલબાલા રહી...
૧૯૯૬-૯૮ દરમ્યાન...
(૭) ઈન્ડિયન બેન્કના રૂપિયા ૧૧,૦૦,૦૦,૦૦,૦૦૦ના કૌભાંડમાં તમિલ મનીલા કોંગ્રેસના નેતાઓની સંડોવણીનો પર્દાફાશ થયો.
(૮) રૂપિયા ૧૫,૦૦,૦૦,૦૦,૦૦૦નો ટેલિકોમ કૌભાંડ એક મોટું કૌભાંડ હતું.
(૯) રૂપિયા ૩,૭૪,૦૦,૦૦,૦૦૦ નો એમએનસી લવલીન પાવર પ્રોજેક્ટનું કૌભાંડ
(૧૦) રૂપિયા ૪,૦૦,૦૦,૦૦,૦૦૦નું જમીન કૌભાંડ
(૧૧) રૂપિયા ૧૨,૦૦,૦૦,૦૦,૦૦૦નું સી.આર. ભણસાળી સ્ટોક કૌભાંડ
(૧૨) રૂપિયા ૮૦,૦૦,૦૦,૦૦,૦૦૦નું સાગવાન વૃક્ષનું કૌભાંડ
એ પછી ૧૯૯૮ થી ૨૦૦૪ દરમ્યાન ભાજપના નેતૃત્વવાળી શંભુમેળા સરકાર સત્તામાં આવી પણ એ કૌભાંડોમાં અગાઉની સરકારે કરતાં ઉતરતી ન નીવડી. ભાજપની સરકારમાં ૧૫૦ કૌભાંડો બહાર આવ્યા.
(૧૩) એમાં ૨૦૦૧માં શેર અને યુનિટ ટ્રસ્ટના મહાકૌભાંડ આર્થિક સુધારણાના ભસ્મા સુરી ચહેરાને છતો કર્યો. ભાજપના ત્યારે નાણાંપ્રધાન હતા એ યશવંત સંિહાની એમાં સંડોવણી બહાર આવી એટલે બાજપેયીએ એમને છૂટા કરવાના બદલે વિદેશ-પ્રધાન બનાવ્યા અને આતંકવાદીઓને કાબુલના એરપોર્ટ પર વળાવીને કરોડો રૂપિયા રોકડા આપનાર જશવંત સંિહ વિદેશ પ્રધાન હતા એને નાણા પ્રધાન બનાવ્યા. (ચોરનો ભાઈ ઘંટી ચોર)
ખરેખર આ કૌભાંડ સદીનું મોટું કૌભાંડ હતું કારણ કે એમાં દેશના જનતાના આપણા રૂપિયા ૪૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧ ઉપર ૧૨ મીંડા) સ્વાહા થઈ ગયા હતા. યુનિટ ટ્રસ્ટનું આ કૌભાંડના કારણે ઉઠમણું થઈ જવાનો ભય જાગેલો પણ સરકારે બીજા ખર્વો રૂપિયા એને બચાવવા ખર્ચી નાંખ્યા.
(૧૪) માઘુપુરા બેન્કનું તેમજ મહારાષ્ટ્ર ગુજરાતની સેંકડો સહકારી બેન્કોના કૌભાંડમાં પણ જનતાના દેશના આપણા ખર્વો રૂપિયા ડૂબ્યા. ભાજપની સરકાર અને આડવાણી ગૃહપ્રધાન તથા નાયબ વડાપ્રધાન હોવા છતાં કંઈક થયું નહીં. જનતા રડતી રહી.
(કોંગ્રેસે ભાજપ સાથે આ બધા કૌભાંડો, સ્વામિનારાયણ મંદિર પરનો હુમલો, સંસદ પરનો હુમલો વગેરે વિષે હુમલા કરવા જોઈએ. શંકર સંિહ પણ આ બાબતમાં ઉણા ઉતરે છે. અહમદ પટેલ, મોઢેવાડિયા, શક્તિસંિહ જેવા પણ ઉણા ઉતર્યા છે. જ્યારે ભાજપ હજી પણ બોફોર્સ અને કટોકટીને ભૂલતો નથી અને કોંગ્રેસને વારેવારે એ વિષે ઘોંકાવતો હોય છે.)
(૧૫) એ સાથે ભાજપના વડાપ્રધાન બાજપેયીના લખનૌમાં રૂપિયા ૩,૦૦,૦૦,૦૦,૦૦૦નું સાઈબર સ્વેસ કૌભાંડ થયું.
(૧૬) ત્યારના નાણાપ્રધાન સલાહકાર હતા એ મોહન ગુરૂસ્વામિએ રૂપિયા ૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦નું પોલાદ આયાતનું કૌભાંડ બહાર પાડ્યું.
(૧૭) કારગિલમાં પાકિસ્તાનની ધુસણખોરી વખતે બુટ, ચશ્મા, કફન, ખરીદવામાં સંરક્ષણ પ્રધાન હતા એ ફરનાન્ડીસે અબજો રૂપિયાનું કૌભાંડ કરેલું જેના કારણે બાજપેયીએ એમને છૂટા કરી દીધેલા પણ પાંચ-છ મહિના પછી ફરી પાછા લીધા અને કૌભાંડો કરવા તથા કરેલા કૌભાંડો ઢાંકવા એમને ફરી સંરક્ષણ પ્રધાન જ બનાવ્યા. આ પર્દાફાશ ‘‘કેગે’’ કરેલા. (અત્યારે પણ મનમોહન સંિહને કેગે જ ઝડપ્યા છે અને મનમોહન સંિહે કહ્યુ છે કે હું ગુનેગાર પુરવાર થઉં તો જાહેર જીવન છોડી દઈશ... એ યોગ્ય જ કહ્યું છે)
(૧૮) જ્યોર્જ ફરનાન્ડીસના ૩, કૃષ્મમેનન માર્ગ ઉપરના બંગલામાં ફરનાન્ડીસના ઉપવસ્ત્ર તરીકે રહેનાર જયા જેટલીને રૂપિયા ૨,૦૦,૦૦૦ જેટલી જ લાંચ આપીને સંરક્ષણ અંગેનો કોન્ટ્રાક્ટ લેવાની પેરવી કરવામાં આવેલી.
(૧૯) ૨૦૦૩માં તેલગી સ્ટેમ્પ પેપરના કૌભાંડમાં રૂપિયા ૧૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (જો કે ખરેખર તો કેટલી રકમ છે એ પકડી શકાયું જ નથી. તેલગી જેલમાં જ છે.) નું દેશનું ‘‘કરી નાખવામાં’’ આવેલું. તેલગીએ તપાસ દરમ્યાન દેશના નામચીન નેતાઓના નામ લીધા પણ કોઈને કશું થયું નથી. તેલગી જ હોળીનું નાળિયેર બની રહ્યો.
આવા કૌભાંડો ભાજપના પાંચ જ વર્ષના શાસનમાં થયા છતાં આડવાણીએ ‘‘શાઈનીંગ ઈન્ડિયા’’ તથા ‘‘ફીલ ગુડ’’ ના સૂત્રો સાથે ૨૦૦૪ની ચૂંટણી લડી. ભાજપને પોતાની જીતની ખાતરી હોય એમ એણે ચૂંટણી પછીના નવા પ્રધાન મંડળના નામો પણ નક્કી કરી નાંખેલા. આડવાણીએ વડાપ્રધાન બનવાની તૈયારી કરી નાંખેલી. પણ ભાજપની મનની મનમાં જ રહી. (અપૂર્ણ)
ગુણવંત છો શાહ

 

આ જાણો છો તમે ?
દુનિયામાં જાપાનની સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય સૌથી વઘુ એટલે ૮૭ વર્ષ હોય છે. જ્યારે જાપાની પુરૂષોનું સરેરાશ આયુષ્ય પણ દુનિયામાં સૌથી વઘુ છે જ્યારે સૌથી ઓછું સરેરાશ આયુષ્ય આફ્રિકાના લસોથો નામના દેશના નાગરિકોનું છે... ફક્ત ૪૮ વર્ષ જ !

 

અગડમ્‌ બગડમ્‌
ભાજપના દરેક નેતાઓના જુદા જુદા પત્રકારો
જૂઠાણા અને પ્રચાર ઉપર જ જીવવામાં માનતા અને અત્યારે જીવી રહેલા ભાજપ અને એના ઈન, મીનને તીન નેતાઓ તેમજ મુખ્યપ્રધાનોએ પત્રકારોને હાથમાં રાખ્યા છે. એક મુખ્યપ્રધાન તો બે ત્રણ પત્રકારોને લગભગ ૮-૧૦ વર્ષથી દર મહિને લાખ લાખ રૂપિયાનો પગાર પણ આપે છે. એટલું જ નહીં પણ દેશભરમાં તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની પ્રસિઘ્ધિ માટેની પોતાની ભૂખ ભાંગવા પણ રાજ્ય (એટલે જનતા) ના અબજો રૂપિયા પાણીની જેમ વહાવે છે (કોના...?)
દરેક રાજકીય પક્ષનો એક એક નેતા આપણી પરસેવાની મહેનતના પૈસા પર જ જીવી રહ્યો છે... પછી એ આડવાણી હોય, મોદી હોય, રાહુલ હોય, મનમોહન હોય કે અણ્ણા હોય કે માયાવતી હોય કે મમતા હોય ! (આ આપણી ‘‘લોકશાહી’’ છે.)
આપણી કેડ અને પરસેવા ઉપર તાગડ ધિન્ના કરનાર આ પક્ષોના નેતાઓમાંના એક ભાજપની હમણા મુંબઈમાં કારોબારીની બે દિવસની બેઠક થઈ ગઈ જેમાં એકજણની છોકરમતે ભાજપની અને એ જણની સાથે સંઘની પણ આબરૂને વઘુ નીચે પછાડી.
મોટા ભાગે જૂઠાણા, ગબારા, ફડાકા અને પ્રચાર ઉપર જ જીવવામાં માનતા ભાજપના આ નેતાઓ પત્રકારોને મુંબઈ લઈ ગયેલા એની સંખ્યા કદાચ ભાજપના કાર્યકરો, પ્રતિનિધિઓ કરતાં વઘુ હતી. દા.ત. એકલા દિલ્લીથી જ ત્રીસેક જેટલા પત્રકારો ભાજપ લઈ ગયો હતો. (એમનો જવા-આવવાનો વિમાનનો ખર્ચ, ફાઈવ સ્ટાર હોટલમાં બે પાંચ સાત દિવસ રહેવાનો ખર્ચ દારૂ પીવાનો ખરીદીનો, બીજી મોજ મજાહનો ખર્ચ પણ ભાજપ જ આપે છે.)
પક્ષના મીડીયા વિભાગના જ લગભગ ૨૫૦-૩૦૦ પત્રકારો છે એ જૂદા ! મુંબઈ-મહારાષ્ટ્ર, મઘ્ય પ્રદેશ, વગેરે ૨૮-૩૦ રાજ્યોના પત્રકારોના જૂથ પણ જૂદા ! જૂઠાણા અને પ્રચાર ઉપર જ જેને જીવવાનું છે એ બીજું શું કરે ?
બહારના જે પત્રકારોને બોલાવેલા... લઈ જવાયેલા એમાં આડવાણીના જ પત્રકાર હતા, છ પત્રકાર અરૂણ જેટલી, ચાર પત્રકાર રવિશંકર પ્રસાદના, બે પત્રકાર ગડકરીના હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved