Last Update : 19-June-2012, Tuesday

 

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે

 

- ૨૦૧૧માં મોબાઇલ ઇ-વેસ્ટમાં ૪૦ ટકા વધારો થયો છે. ૨૦૧૧માં ૮૦ મિલિયન ટન જેટલા મોબાઇલ વેસ્ટનો વધારો નોધાયો છે. દરરોજ મોબાઈલ્સના હજારો નવા મોડેલ્સ સામે ઉમેરાતો ઈ કચરો.

૬૦ લાખની વસ્તીવાળા અમદાવાદના કચરા કે ઘન કચરા વિશે સૌ કોઈ વિચારે છે પણ અમદાવાદના ઈ-વેસ્ટનું વાઈસિયસ સર્કલ કેટલું પેચીદું છે તે તમને ખ્યાલ આવશે. આમ તો દરેક સોસાયટીના નાકે એક મોબાઈલ શોપ જોવા મળે છે. આ ઉપરાંત રિલિફ રોડનું મૂર્તિમંત અને સીજી રોડના અનેક કોપ્લેક્ષ મોબાઈલ બિઝનેસ માટે શહેરના યુથને આકર્ષે છે જ્યાં ફોરેનના મોબાઈલને અનલોક કરવાથી માંડીને જૂના મોબાઈલની ચીપનો ઉપયોગ કરીને તેેને કેવી રીતે લેટેસ્ટ બનાવવા સુઘીના યંગ ભેજા રમત રમતમાં તમારો પાસવર્ડ અને મોબાઈલનો ઈએમઆઈ નંબર ખોલીને બતાવી દે. અહીં જાદુગરો નહીં પણ ઈ-જાદુગરોનો વસવાટ પણ છે. એક મોબાઇલ બનાવવા માટે ૫૦ ટકા પ્લાસ્ટિક, ૨૫ ટકા મેટલ, ૧૬ ટકા સિરામિક, અને ૧ ટકા ફ્‌લેમ રેટાડન્ટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત એક મોબાઇલ બનાવવા માટે ૨૯ ટકા પોલીકાર્બોનેટ, ૧૫ ટકા કમ્પાઉન્ડ, ૧૦ ટકા સિલિકોન પ્લાસ્ટિક, ૯ ટકા ઇપોક્સી, લોખંડ ૩ ટકા, પી.પી.એસ ૨ ટકા, ૧ ટકા નિકલ કમ્પાઉન્ડ, ૧ ટકા ઝિન્ક, ૧ ટકા સિલ્વરનો ઉપયોગ કરવામાં આવે છે. રોટી,કપડા અને મકાનની માફક હવે મોબાઇલ પણ શહેરી અને ગામડામાં વસતા પ્રત્યેક વ્યક્તિની જરૂરિયાત થઇ ગઇ છે, આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઇલ અચૂક જોવા મળે છે, શહેરમાં છેલ્લા એક વર્ષમાં એક લાખ ટન મોબાઇલ ઇ-વેસ્ટ એકઠો થયો છે, ટેકનોલોજી પ્રમાણે મોબાઇલની ખરીદી કરવામાં આવે છે જેના કારણે સેકન્ડ મોબાઇલનું પ્રમાણ વધતું જાય છે, ખાસ કરીને ચાઇના મોબાઇલનો ઇ વેસ્ટનું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે ચાઇના મોબાઇલનું વેચાણ પણ વધારે છે અને આ મોબાઇલ સૌથી ઝડપથી ખરાબ પણ થઇ જાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં મોબાઇલ ઇ વેસ્ટનું પ્રમાણ વઘુ છે. ૨જી અને ૩જી મોબાઇલના કારણે બ્લેક એન્ડ વાઇટ મોબાઇલનો સમયનો અંત આવ્યો અને આ તમામ મોબાઇલો ઇ વેસ્ટમાં કન્વર્ટ થઈ ગયા. મોટા પ્રમાણમાં એકઠા થતા ઇ વેસ્ટ કચરાને નિકાલ કરવા માટે આ તમામ મોબાઇનું મેન્યુફેક્ચરંિગ કરીને તેમાંથી પ્લાસ્ટિકને અલગ તારવવામાં આવે છે અને ફરી એ જ પ્લાસ્ટિકને વિવિધ વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. ૨૦૦૩માં સમગ્ર ભારતમાં ૬૭૪ મિલિયન મોબાઇલ ઇ-વેસ્ટ એકઠો થયો હતો, ૨૦૧૧માં મોબાઇલ ઇ-વેસ્ટમાં ૪૦ ટકા વધારો થયો છે. ૨૦૧૧માં ૮૦ મિલિયન ટન જેટલા મોબાઇલ વેસ્ટનો વધારો નોધાયો છે.
આ અંગે અમદાવાદના મોબાઈલ માર્કેટમાં ઘંઘો કરતા રહેમાન શેખ કહે છે કે મારુ કામ ઇ વેસ્ટ કચરાને રિસાયકલંિગ માટે ફેક્ટરી સુધી પહોચડવાનું છે. રોજ શહેરમાંથી એક થી બે ટન જેટલો ઇ વેસ્ટ કચરો હું ફેકટરીમાં પહોચાડું છું જેમાં ૪૦ ટકા ઇ-વેસ્ટ કચરો મોબાઇલ ફોનનો હાય છે. ઘણાં સ્માર્ટ અને ચીપ માઈન્ડ મોબાઇલમાંથી પોતાના કામની સર્કિટ કે ચીપ કાઢી દે છે અને બોડી ભંગારમાં વેચાણ કરે છે. એક દુકાનમાંથી રોજના ત્રણ થી ચાર કિલો જેટલો મોબાઇલનો ભંગાર મળે જ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved