Last Update : 19-June-2012, Tuesday

 
 

ભારતીય ટેનિસમાં બળવા જેવી સ્થિતિ
ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

પેસ- ભૂપતિ અગાઉની ચાર ઓલિમ્પિકમાં મેડલ નહોતા જીતી શક્યા

ભારત ડબલ્સની બે ટીમ કમોકલી શકે છે છતાં એક જ ટીમ કેમ મોકલવા માગે છે ?

કેન્દ્રના ખેલ મંત્રાલયે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશનના શંકાસ્પદ વર્તનની સ્પષ્ટતા માગી

 

નવી દિલ્હી, તા. ૧૮
લીએન્ડર પેસ સામે લંડનમાં રમાનારી આગામી ઓલિમ્પિક્સ ડબલ્સમાં રમવાનો મહેશ ભૂપતિએ ઇન્કાર કર્યા બાદ આજે રોહન બોપન્નાએ પણ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશનને જણાવી દીધું છે કે, ભૂપતિની જગ્યાએ પેસ જોડે તેને રમવાનું કહેવામાં આવશે તો તે પણ ઓલિમ્પિકમાંથી તેનું નામ પાછું ખેંચી લેશે.
આમ ઓલિમ્પિક અગાઉ જ ભારતીય ટેનિસમાં એક પ્રકારનું બળવાનું સ્વરૃપ ધારણ થઈ ચૂક્યું છે. ઓલિમ્પિક ૨૭ જુલાઈથી શરુ થઈ રહી છે ત્યારે ભારતીય ટેનિસ એસોસીએશને આગામી અઠવાડિયામાં ભારતની એન્ટ્રી જણાવી દેવાની છે.
ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશને ભારતના આ ત્રણે ખેલાડીઓ પેસ, ભૂપતિ અને બોપન્નાને વિશ્વાસમાં લીધા વગર તેની રીતે જ ઓલિમ્પિકમાં ભારત તરફથી મેન્સ ડબલ્સમાં પેસ અને ભૂપતિની જોડી ઉતરશે તેવી જાહેરાત કરતા ભૂપતિએ તે જ દિવસે ભારે આઘાત અનુભવતા લંડનથી જણાવ્યું હતું કે, તે પેસ સાથે રમવા તૈયાર નથી. ટેનિસ એસોસિએશને શિસ્ત ભંગના પગલા લેવાનું જણાવવા છતાં ભૂપતિ તેના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. દરમ્યાન મામલો વધુ કથળે તે અગાઉ ટેનિસ એસોસીએશને પેસ જોડે બોપન્ના ઉતરનાર છે તેવા અહેવાલ વહેતા કરતા આજે બોપન્નાએ પણ ટેનિસ એસોસીએશનની સાડા બારી રાખ્યા વગર પરખાવી દીધું છે કે પેસ જોડે તે પણ ઓલિમ્પિકમાં ઉતરવા તૈયાર નથી.
આ સમગ્ર વિવાદથી ભારતના સંભવિત ઓલિમ્પિક મેડલની આશા પર તો ફટકો પહોંચ્યો જ છે પણ રમત વર્તુળમાં ભારે ટીકા થઈ રહી છે.કેન્દ્રના ખેલમંત્રી અજય માકને ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશનની આ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા માંગી છે અને આ રીતે ખેલાડીઓને વિશ્વાસમાં લીધા વગર અને બેકગ્રાઉન્ડ જાણવા છતાં પેરની જાહેરાત કેમ કરી તેની સ્પષ્ટતા માગી છે.
માકેને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે ઓલિમ્પિકમાં આપણે બે ટીમ મોકલી શકીએ તેમ છીએ છતાં એક જ ડબલ્સની ટીમ કેમ મોકલીએ છીએ.ખેલ મંત્રાલયે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશનના અનિલ ખન્નાને પત્ર પાઠવીને આ બાબતોની સ્પષ્ટતા માગી છે.
મંત્રી માકેને પત્ર પાઠવ્યો છે કે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉતારી શકાય તે માટે સરકાર ખેલાડીઓની તાલીમ માટે રકમ ખર્ચે છે, સુવિધા ઉભી કરે છે. આપણે ચાર ખેલાડીઓને બે ટીમમાં વહેચીને અનુભવ મળે તે તક ઝડપવી જોઈએ તેની જગ્યાએ બે જ ખેલાડીઓને કેમ એસોસીએશન મોકલે છે બે ટીમ એવી રીતે બનાવી શકાય કે તમામને સંતોષ થાય અને મહત્તમ પરિણામ મળે.
ખેલ મંત્રીએ એમ પણ જવાબ માગ્યો છે કે છેલ્લા કેટલાય અરસાથી સારો તાલમેલ ધરાવતા ભૂપતિ અને બોપન્નાની જોડી કેમ ના બનાવી શકાય ?
પેસ- ભૂપતિ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટોમાં મેડલ કે ટ્રોફી નથી જીતી શક્યા તો પછી કયા ધોરણે એસોસીએશન તેઓને જ જારી રાખવા માંગે છે.
ખેલ મંત્રાલયે એ મુદ્દો પણ ઉઠાવ્યો છે કે શું ઓલઇન્ડિયા ટેનિસ એસોસીએશને તેના ખેલાડીઓને વિશ્વાસમાં લીધા છે કે કેમ ?
ભુપતિએ એસોસીએશનને જણાવ્યું હતું કે, તે બોપન્ના જોડે ઓલિમ્પિકમાં ઉતરવા માગે છે.પેસ અને ભૂપતિ ચાર ઓલિમ્પિકમાં જોડી બનીને ઉતર્યા છે છતાં એક પણ વખત મેડલ જીતી નથી શક્યા. પેસ એટલાન્ટા ઓલિમ્પિકમાં ૧૯૯૬માં સિંગલ બ્રોન્ઝ જીત્યો હતો.આ સમગ્ર વિવાદની રસપ્રદ અને રહસ્યમય બાબત એ છે કે પેસે એવી કોમેન્ટ કરી છે કે, તેને ભૂપતિ કે બીજા કોઈ પણ ખેલાડી સાથે ઓલિમ્પિકમાં ઉતરવામાં વાંધો નથી. આની સામે ભૂપતિએ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતુ કે, 'હું પીઠ પાછળ ખંજર ભોંકનારા સાથે રમતો નથી.'

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved