Last Update : 19-June-2012, Tuesday

 

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો

રિડેવેલપમેન્ટ પ્રોજેક્ટમાં પાલિકાના હિસ્સાની ઉક્ત રકમ બિલ્ડરોએ ચૂકવી નહીં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
મુંબઈ મહાનગરપાલિકાની જમીન ઉપર રિડેવેલપમેન્ટ અંતર્ગત ઊંચી ઊંચી રિડેવેલપમેન્ટ અંતર્ગત ઊંચી ઊંચી ઈમારતો બાંધીને ફલેટો વેચી નાખનારા અનેક બિલ્ડરો અને ડેવેલપરોએ પ્રશાસનને આશરે ૭૨૮ કરોડ રૃપિયાનો ચૂનો લગાડીને ચાલ્યા ગયા છે, આને લીધે પાલિકાની દશા ચોરની મા કોઠીમાં મોઢું સંતાડીને રોવે એવી થઈ છે. આ રકમ પાલિકા કઈ રીતે વસૂલ કરશે એ ઉચ્ચ અધિકારીઓને ખબર નથી પડતી.
નવાઈની વાત એ છે કે આ બિલ્ડરોએ ઈમારત બાંધીને ઓકયુપેશન સર્ટિફિકેટ લીધા પહેલાં પાલિકાના હિસ્સાની રકમ ચૂકવવાની હોય છે. પરંતુ બિલ્ડરોએ ઓ.સી. લીધા વગર ફલેટ વેચી દીધા છે. ઈમારતમાં રહેતા લોકો પાસેથી પાલિકા પાણીવેરાથી માંડીને વિવિધ ટેક્સ ડબલ વસૂલ કરે છે.
આજે યોજાયેલી સુધાર સમિતિની બેઠકમાં કોંગી નગરસેવક મોહસીન હૈદરે પાલિકાને પ્રશ્ન પૂછયો હતો કે વિકાસ નિયંત્રણ નિયામલી ૧૯૯૧ હેઠળ (ડી.સી. રૃલ્સ) પાલિકાની જમીન ઉપર ૩૩ (૭) અને ૩૩ (૯) અંતર્ગત રિડેવેલપમેન્ટ કરનારા બિલ્ડરો અને ડેવેલપરોએ પાલિકાને ચૂકવવાની રકમ ક્યારથી અને કેટલી ચૂકવી નથી, અને આ સામે પાલિકા શું કાર્યવાહી કરશે.
આ સવાલના પ્રત્યુત્તરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિલિન સાવંતે જણાવ્યું હતું કે તળમુંબઈમાં આવેલી પાલિકાની જમીન ઉપર વર્ષ ૧૯૯૫થી રિડેવેલપમેન્ટનાં ૪૪ પ્રોજેક્ટ ડીસીરૃલ્સ ૩૩ (૭) અને ૩૩ (૯) હેઠળ બિલ્ડરો અને ડેવેલપરોને સોંપવામાં આવ્યા હતા. આ નિયમ અંતર્ગત બિલ્ડરને ૨.૫ એફ.એસ.આઈ. આપવામાં આવી હતી.
પાલિકાના નિયમ મુજબ પાલિકાની જમીન પરના ભાડૂતોને જગ્યા મફતમાં આપ્યા બાદ બાકી રહેતી એફ.એસ.આઈ.માં બિલ્ડર અને પાલિકાનો હિસ્સો હોય છે. પાલિકાના હિસ્સામાં બિલ્ડરે રેડીરેકનરના પ્રમાણે જગા સામે નાણાં ચૂકવવાનાં હોય છે.
બિલ્ડરને ઈમારત બાંધવાની પરવાનગી મળ્યા બાદ પાયો નાખતા પહેલા પાલિકાના હિસ્સાના પ્રથમ દસ ટકા નાણાં બિલ્ડરે ચૂકવવાના અને બાકી ઈમારત બંધાઈ જાય પછી એટલે કે ઓ.સી. મેળવતા પૂર્વે બાકી નીકળતાં ૯૦ ટકા નાણાં બિલ્ડરોને ભરવાના હોય છે. પરંતુ બિલ્ડરોએ ૯૦ ટકા ચૂકવ્યા વગર સીધા ફલેટ વેચી દીધા અને ઓ.સી. પણ લીધું નહીં. આ પ્રોજેક્ટ સામે પાલિકાને અત્યારે ૭૨૮.૬૪ કરોડ રૃપિયા લેણાં નીકળે છે. આમ પાલિકાને બિલ્ડરોએ ચૂનો ચોપડી દીધો છે.
હવે આ નાણાં મેળવવા માટે જાન્યુઆરી ૨૦૧૨થી પાલિકાએ બિલ્ડરોને નોટિસ મોકલાવી છે. પરંતુ હજી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.
મોહસીન હૈદરે જણાવ્યું હતું કે બિલ્ડરો ફલેટ વેચીને નીકળી ગયા છે. હવે તેમને તેઓ નાણાં ચૂકવશે નહિ. છતાં સાવંતે જણાવ્યું હતું કે ગમે તેમ કરીને બિલ્ડરો પાસેથી નાણાં વસૂલ કરીશું.
આ મામલે સુધાર સમિતિનાં અધ્યક્ષ રામ બારોટે વહીવટીતંત્રને ગમે તેમ કરીને બિલ્ડરો પાસેથી નાણાં મેળવીને પાલિકાની તિજોરીમાં જમા કરાવવા કહ્યું હતું.
ભાજપની નગરસેવિકા ઉજવલા મોડકે જણાવ્યું હતું કે જો પાલિકાના સંબંધિત વિભાગે આ મામલે ચાંપતી નજર રાખી હોત તો પાલિકાને ૭૨૮ કરોડ રૃપિયાનો ચૂનો લાગત નહીં.
ભૂતપૂર્વ કોંગી નગરસેવક ઉપેન્દ્ર દોશીએ જણાવ્યું હતું કે નાણાં નહિં ચૂકવનારા બિલ્ડરોના અન્ય પ્રોજેક્ટ પાલિકા અટકાવી શકે છે. એટલું જ નહિ તેઓના આર્કિટેક્ટ સામે પણ કાર્યવાહી કરી શકે છે. ઘણા વર્ષોથી પાલિકાને પોતાની ૭૨૮કરોડ રૃપિયા મુદલ રકમ મળી નથી અને વ્યાજની ગણતરી કરીએ તો આંકડો ૧૦૦૦ કરોડ રૃપિયા સુધી પહોંચી શકે છે.
મિલિન સાવંતે જણાવ્યું હતું કે હવે પાલિકાની જમીન ઉપર નવા રિડેવેલપમેન્ટ પ્રોજકટ માટે નિયમમાં ફેરફાર કરીને હવે ઈમારત બાંધવાની પરવાનગી સમયે ૯૦ ટકા નાણાં લઈએ છીએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved