Last Update : 19-June-2012, Tuesday

 

ગવર્નર સુબ્બારાવે કોઈની વાત ન માની , પ્રણવ મુખર્જીની પણ નહીં
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બેંક શેરોમાં ગાબડાં ઃ 'ફીચે' ભારતનું ક્રેડિટ આઉટલૂક ડાઉનગ્રેડ કરતા રૃપિયો ગગડયો ઃ અમદાવાદ સોનું વધી રૃ.૩૦,૫૦૦ થતા નવો રેકોર્ડ

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા.૧૮
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર ડી.સુબ્બારાવે ઉદ્યોગો, શેરબજારના ખેલંદાઓ, રોકાણકારોની રેપો, સીઆરઆરમાં ઘટાડાની અપેક્ષા પર પાણી રેડી દેતાં અને ક્રુડ ઓઈલનાં ભાવ ઉછળતા મુંબઈ શેરબજારોમાં સેન્સેક્ષે ગ્રીસના પોઝિટીવ સમાચારે આવેલો આરંભિક ૧૬૦ પોઈન્ટનો ઉછાળો ગુમાવી દઈ ૨૪૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૫.૮૩ અને નિફટીએ ૫૦ પોઈન્ટનો સુધારો ગુમાવી ૭૪.૮૦ પોઈન્ટના કડાકાએ ૫૦૬૪.૨૫ બંધ રહ્યા હતા. ઈન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં પણ ડોલર સામે રૃપિયાની આરંભિક મજબૂતી બાદ અંતે ધોવાણ થઈ ૫૫.૩૩ની મજબૂત સપાટીથી તૂટી ૫૬ની સપાટી પાર કરી ૫૬.૦૩ થઈ છેલ્લે ૪૩ પૈસા તૂટીને ૫૫.૯૩ રહ્યો હતો. જયારે સોના-ચાંદીમાં મુંબઈમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૃ.૬૫ વધીને ૯૯.૫૦ના રૃ.૩૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦,૨૪૦ બોલાયા હતા, અને અમદાવાદમાં મોડી સાંજે ૯૯.૯૦ના ભાવ ઉછળી રૃ.૩૦,૫૦૦ બોલાતા નવો રેકોર્ડ સર્જાયો હતો.
મુંબઈ શેરબજારોમાં ટ્રેડિંગની શરૃઆત એશિયાના અન્ય બજારોની મજબૂતીએ પોઝિટીવ થઈ હતી. ગ્રીસમાં ફરી રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ઓસ્ટેરિટીની તરફેણ કરતા નવા ડેમોક્રેટિક પક્ષન ે બીજા રાઉન્ડમાં જીત મળ્યાના અહેવાલે યુરો ઝોનના અસ્તિત્વ આડેનું જોખમ હળવું થતાં એશિયાના બજારોમાં સાર્વત્રિક મજબૂતીએ ટ્રેડિંગ શરૃ થયું હતું. રિઝર્વ બેંક દ્વારા રેપો, સીઆરઆરમાં ૦.૨૫ ટકા ઘટાડાની અપેક્ષાએ સેન્સેક્ષ પણ આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર, ડૉ.રેડ્ડીઝ લેબ. સિવાયના બધા શેરોમાં લેવાલીએ ૧૬૯૪૯.૮૩ સામે ૧૭૦૩૯.૫૪ મથાળે ખુલીને એક સમયે ૧૬૦ પોઈન્ટની તેજીએ ઉપરમાં ૧૭૧૦૯.૯૫ની ઊંચાઈએ પહોંચ્યો હતો. પરંતુ ૧૧ વાગ્યા નજીક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર ડી.સુબ્બારાવે અનેકની અપેક્ષાઓ પર પાણી રેડી દઈ ફુગાવો-મોંઘવારીનું જોખમ હજુ ડીઝલ, રાંધણ ગેસના તોળાતા ભાવ વધારાએ યથાવત હોવાથી અને ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રૂડના બેરલ દીઠ ૧.૩૯ ડોલર ઉછળીને ૯૯ ડોલર થઈ જતાં આર્થિક વૃદ્ધિને સાઈડ પર મૂકી પ્રમુખ બધા દરો યથાવત રાખતા બેકિંગ શેરોમાં સ્ટેટ બેંકની પાછળ ગાબડાં પડતા સેન્સેકસનો સુધારો પલકવારમાં ધોવાઈ ગયો હતો. સેન્સેક્ષ ૧૦ઃ૫૯ વાગ્યે ૧૭૦૫૦ હતોે, એ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટીને ૧૬૮૪૦ આવી ગયો હતો. આ ઘટાડો વધતો જઈ આગલા બંધની તુલનાએ ૨૦૦થી ૨૨૫ પોઈન્ટ થઈ ગયો હતો. જે આંશિક પચાવી બપોરે ૧૫૦થી ૧૬૦ પોઈન્ટ રહ્યો હતો. પરંતુ યુરો ઝોનમાં ગ્રીસના પોઝિટીવ સમાચાર છતાં હજુ ર્પ્ણ બહુમતીના અભાવમાં સંયુક્ત મોરચા સરકાર રચવામાં મુશ્કેલી ઊભી થવાના અહેવાલ અને સ્પેનમાં ૧૦ વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને ૭.૧૧ ટકા થઈ જતો, જે લેવલ ગ્રીસ, આર્યલેન્ડ અને પોર્ટુગલને કટોકટીમાં લાવનારૃ તેમ જ ઊગારવાની ફરજ પાડનારૃ ભૂતકાળમાં નીવડયું હોઈ સ્પેનની કટોકટીના એંધાણે યુરોપમાં સુધારો ધોવાતા સ્થાનિકમાં પણ શેરોમાં વેચવાલી વધી હતી. જે ભારતના ક્રેડિટ આઉટલૂકને ફીચ દ્વારા સ્ટેબલથી ડાઉનગ્રેડ કરવાના સંકેત બજાર બંધ થતાં પૂર્વે જ આવી જતાં બેકિંગ, રીયાલ્ટી શેરો સાથે પાવર-કેપિટલ ગુડઝ, રિલાયન્સ, મેટલ શેરોમાં ફંડો મોટાપાયે વેચવાલ બનતા સેન્સેક્ષ જોતજાતાના ૩૧૩.૭૪ પોઈન્ટ તૂટી જઈ નીચામાં ૧૬૬૩૬.૦૯ સુધી આવી ગયો હતો. જે અંતે ૨૪૪ પોઈન્ટના ધોવાણે ૧૬૭૦૫ .૮૩ બંધ રહ્યો હતો.
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ પણ ૫૧૩૯.૦૫ સામે ૫૧૭૪ ખુલી ૫૧ પોઈન્ટ વધીને ઉપરમાં ૫૧૯૦.૨૦ થઈ પટકાઈ એક તબક્કે નીચામાં ૫૦૪૧.૭૦ સુધી ગબડી જઈ અંતે ૭૪.૮૦ પોઈન્ટ તૂટીને ૫૦૬૪.૭૦ બંધ હતો. એફઆઈઆઈએ આજે ખરાબ બજારમાં કેશ સેગ્મેન્ટમાં ૪૧૨ કરોડનાં શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. ઓલરાઉન્ડ શેરોમાં વેચવાલીએ આજે રોકાણકારોની સંપત્તિ-માર્કેટ કેપિટલાઈઝેશનનું રૃ.૭૫ હજાર કરોડનું ધોવાણ થઈ જઈ રૃ.૫૯.૦૧ લાખ કરોડ માર્કેટ કેપ. રહી ગયું હતું.
મુંબઈના ફોરેક્સ બજારમાં આજે ડોલરના ભાવો રૃપિયા સામે આરંભમાં ઘટીને રૃ.૫૫.૨૮ થઈ ગયા પછી વધ્યા હતા. વૈશ્વિક સ્તેર ગ્રીસમાં ચૂંટણી પછી આર્થિક સંકટ ઉકેલવા માર્ગ સરળ બનવાની આશાએ વિશ્વ બજારમાં ડોલર ઘટી યુરો મજબૂત બનતાં ઘરઆંગણે આરંભમાં ડોલરના ભાવો ઘટયા હતા. જો કે ત્યારબાદ રિઝર્વ બેંકે ધિરાણ નિતિમાં ઔદ્યોગિક વિકાસ વધે એવા કોઈ પગલાં ભરવાના બદલે ફુગાવાને અંકુશમાં રાખવાનો વ્યુહ અપનાવતાં ડોલર સામે રૃપિયો ફરી તૂટી જતાં ડોલરના ભાવો ઉછળી એક તબક્કે રૃ.૫૬ને પાર કરી રૃ.૫૬.૦૩થી ૫૬.૦૪ બોલાઈ ગયા હતા. વૈશ્વિક રેટિંગ એજન્સી ફીચ દ્વારા ભારતનું ક્રેડિટ આઉટલૂક રેટીંગ ડાઉનગ્રેડ કરી નેગેટીવમાં મૂકતા તેના કારણે પણ ડોલર સામે રૃપિયો ગગડયો હતો. અને દિવસના અંતે રૃ.૫૫.૯૩ બંધ આવતાં એકંદરે દિવસ દરિયાન રૃપિયાના મુલ્યમાં ૫૩ પૈસાનું ધોવાણ થયું હતું.
રૃપિયો ઘટતાં તથા ડોલર વધતાં સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ આજે ઉંચકાઈ ગઈ હતી અને તેના પગલે ઝવેરી બજારોમાં આજે સોનાના ભાવો વધુ ઉછળી નવી ટોચે પહોંચ્યા હતા. અમદાવાદમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૯૦ના રૃ.૩૦૩૭૫થી વધી મોડી સાંજે રૃ.૩૦૫૦૦ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો. મુંબઈમાં ભાવો રૃ.૬૫ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૪૦ બોલાયા હતા જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૃ.૬૫૦૦ વધી રૃ.૩૫૩૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં જો કે સોનાના ભાવો ઔંશના ૧૬૨૭.૨૦ ડોલરથી ઘટી આજે સાંજે ૧૬૧૯થી ૧૬૧૯.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઘટવા છતાં ઘરઆગણે ડોલર વધી જતાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહેતાં ઝવેરી બજારોમાં નવો રેકોર્ડ આજે સર્જાયો હતો એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved