Last Update : 19-June-2012, Tuesday

 

ભારતીય કોટન યાર્ન પરની પેનલ ડયુટી તુર્કીએ હટાવી

બન્ને દેશો વચ્ચે સમજૂતી સધાશે ઃ ભારત WTO માંથી કેસ પાછો ખેંચશે

નવી દિલ્હી, તા. ૧૮
ભારતના કોટન યાર્ન પર ખોટી રીતે લાદવામાં આવેલી 'પેનલ ડયુટી' હટાવી લેવાની સંમતિ આપી છે. આપણી સરકાર માટે આ બાબત ખૂબ મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય. કેમ કે, કેટલાક રાષ્ટ્રો તરફથી અપનાવવામાં આવેલી પોતાના દેશના વ્યાપાર માટે 'સંરક્ષણ વાદ'ની નીતિ અંગે આપણી સરકાર જંગ ચલાવી રહી હતી. બન્ને દેશો ટૂંક સમયમાં જ આ અંગે થનારા સમજૂતીના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરશે તેવું માનવામાં આવે છે. આ હસ્તાક્ષર બાદ ભારત 'વિશ્વ વ્યાપાર સંગઠન'માં દાખલ કરેલી વિરોધ અરજી પાછી ખેંચી લેશે. ભારતે વર્ષના પ્રારંભે સંગઠનમાં તુર્કીના પગલાનો વિરોધ કરતી ફરિયાદ દાખલ કરી હતી તેમ વાણિજ્ય વિભાગના પ્રવક્તાએ માહિતી આપી હતી.
વૈશ્વિક સ્તરે આર્થિક અચોક્કસતા ઉભી થતા વિશ્વના ઘણા દેશો જેવા કે અમેરિકા, ઇજીપ્ત, તુર્કીએ તેમના અર્થતંત્ર અને વ્યાપારના રક્ષણ માટે આયાત ઘટાડવાના પગલારૃપે વિદેશથી આયાત થતી વસ્તુઓ પર જુદા બહાના હેઠળ આયાતી કર લાદ્યો હતો. તેમાં તુર્કીએ ભારતના કોટન યાર્ન પર પેનલ કર લાદ્યો હતો. આ પ્રકારે કર નાખવા પાછળનો આશય તેમની સ્થાનિક કંપનીઓને બચાવવાનો હતો. આ મુદ્દે ભારતે તરત જ વિશ્વ વ્યાપાર સંગઠનમાં પોતાનો વિરોધ નોંધાવી અત્યારે વૈશ્વિક વ્યાપારના યુગમંા ભારતને સતત આર્થિક સુધારણાની સલાહ આપતા આ વિકસીત દેશોના પગલા સામે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
ભારતે અમેરિકામાં સ્ટીલ પ્રોડક્ટ તેમજ ઇજીપ્ત અન તુર્કીમાં કોટન યાર્ન પર લાદવામાં આવેલી ડયુટી અંગે પોતાની નારાજગી દર્શાવતા આ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવા વિશ્વ વ્યાપાર સંગઠનને તાકીદ કરી હતી. ત્યારબાદ તુર્કીની સરકાર ભારતના કોટન યાર્ન પર પેનલ ડયુટી ઉઠાવવા સંમંત થતા બન્ને દેશોએ તે માટે સમજૂતી કરારબદ્ધ કરીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved