Last Update : 19-June-2012, Tuesday

 

મમતાના સાથી પ્રધાનની સલાહ
નસીબની કૃપા માટે રોજ મમતાની તસવીરના દર્શન કરો

જો સીપીએમના સભ્યનું મોં જોશો તો રસ્તે કચડાઇ જશો

કોલકાત્તા,તા.૧૮
પ.બંગાળના મુખ્યપ્રધાનના સાથી પ્રધાનના મતે સદ્નસીબ સાથ આપતુ રહે એ માટે માણસે મમતા બેનરજીની તસવીર રોજ જોવી જોઇએ.
અગાઉ એમણે ટકોર કરી હતી કે સીપીએમના કોઇ સભ્ય સાથે પરણવું નહિ. પ.બંગાળના તૃણમૂલ કોંગ્રેસ સરકારના આ પ્રધાન જ્યોતિપ્રિયા મુલ્લિકે આજે એક ડગલું આગળ વધ્યા છે. એમણે ચેતવણી આપી છે કે જો તમે સીપીએમના ટેકેદારનું મોઢું જોશો તો તમારા માટે માર્ગ અકસ્માતમાં કચડાઇ જવાનું જોખમ રહેલું હોય છે. આ દુર્દૈવને અટકાવવા માટે શું કરવું જોઇએ ?
તો પ્રધાન ઉમેરે છે કે તમારા ઘરમાં મમતા બેનરજીની તસવીર ગોઠવી રાખો. અને તમે સવારે ઘરબહાર નિકળતી વેળા મમતાના ચહેરાના દર્શન કરી લો.
આમાંની કોઇ જ બાબત સાથે કદાચ મમતા સંમત નથી, પરંતુ જયોતિપ્રિયા મુલ્લિક એમની સીપીએમ વિરોધી ઝુંબેશને લંબાવી રહ્યા છે. એપ્રિલ માસમાં એક જાહેર સ્થળે એમણે સીપીએમના સભ્યો અને કાર્યકરોનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરતા જણાવ્યુ હતું કે સીપીએમ સાથે સંકળાયેલા કોઇ સાથે પરણશો નહિ. એટલુ જ નહિ, સીપીએમ સાથે સંકળાયેલુ કોઇ તમને આમંત્રણ આપે તો એવા કોઇ લગ્નપ્રસંગે હાજરી પણ આપશો નહિ.
એમનો તર્ક એવો છે કે જો આપણે સીપીએમ સાથે કોઇ પ્રકારનો સંબંધ રાખીએ તો આપણે એમની સામે લડવામાં ઝીંક ઝીલી શકીશું નહિ.
મુલ્લિકે ગઇકાલે સીપીએમ વિરોધી લડતને આગળ લંબાવતા કહ્યું કે સીપીએમના તોફાનીઓ સામે જોશો નહિ. જો તેઓ તમારી ડાબી તરફ ઉભા હો તો તમે જમણે ફરી જાઓ. એમની સામે જોવાથી તમે મુશ્કેલીમાં મુકાઇ જાવ એમ બને. તમે નોકરીએ જતી વેળા જો સીપીએમના કાર્યકરનું મોઢુ જોઇ લેશો તો તમે રસ્તામાં વાહન નીચે કચડાઇ જાઓ એવું બને.
રસપ્રદ વાત એ છે કે મુલ્લિકની સીપીએમ વિરોધી અગાઉની ટિપ્પણીથી તૃણમુલ કોંગ્રેસના ઠીક ઠીક ટીકા થઇ હતી. પક્ષની નેતાગીરીએ એમને ચેતવણી આપી હોવાનું જણાયુ નથી. એમણે ગઇકાલે બશિરહટ ખાતે જાહેર સભામાં જ્યારે છેલ્લામાં છેલ્લી ટિપ્પણી કરી ત્યારે શ્રોતાઓએ એને વધાવી લીધી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved