Last Update : 19-June-2012, Tuesday

 

S & Pએ ચેતવણી આપ્યા બાદ
ભારતમાં ભ્રષ્ટાચાર, ફુગાવો અને મંદ વિકાસથી 'ફિચે' ક્રેડિટ રેટિંગ નેગેટિવ કર્યું

ભ્રષ્ટાચાર અને અપૂરતા આર્થિક સુધારાથી મૂડીરોકાણના પ્રમાણમાં ઘટાડો થયો છે

નવી દિલ્હી, તા. ૧૮
આર્થિક સર્વેક્ષણ સંસ્થા ફીચ રેટિંગ્ઝે ભારતની બાહ્ય દ્રષ્ટિએ જોવા મળતી રોકાણ અંગેની ક્રેડિટમાં કાપ મૂકીને ભારતને રોકાણ માટે સ્થિર રાષ્ટ્ર ગણવાને બદલે નકારાત્મક રેટીંગ આપ્યું છે. જો નીતિનિર્ધારણ કરનારા અને વહીવટમા સુધારો નહીં તો ભારતનું રેટિંગ હજી પણ ઘટી શકે છે. જો કે, નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આ મુદ્દે બચાવ કરતા કહ્યું હતું કે, ફીચનું રેટિંગ જૂના ડેટા પર આધારિત છે. જ્યારે હવે આર્થિક વાતાવરણ સુધરી રહ્યું છે.
ભારતમાં સરકાર દ્વારા ગાળા અનુસાર ઘડાતી નીતિમાં તેઓ ધીમે- ધીમે સ્થાન ગુમાવી રહ્યા છે. પરિણામે સરકારી દેવામાં વધારો જ્યારે વિકાસદર (જી.ડી.પી.)માં ઘટાડો થઈ રહ્યો છે. આ રેટિંગ એજન્સીએ ગણત્રી કરી હતી કે, ભારત સરકારનું સામાન્ય લેણું વિકાસ દરના ૬૬ ટકા જેટલું તાજેતરના સર્વેક્ષણ ગાળા દરમિયાન જોવા મળ્યું હતું. જ્યારે બી.બી.બી. રેટિંગ ધરાવતા રાષ્ટ્રોનું આ પ્રકારનું દેવું સામાન્ય રીતે ૩૯ ટકા હોવું જોઈએ.
માર્ચ મહિનામાં પૂરા થયેલા ગાળા દરમિયાન ભારતનો વિકાસ દર ૫.૩ ટકા થઈ ગયો હતો. જે છેલ્લા નવ વર્ષમાં સૌથી નીચો હતો. પણ કેન્દ્રીય બેંકે સોમવારે અનપેક્ષિત રીતે વ્યાજદરમાં વધારો કર્યો હતો. જેના કારણે બોન્ડ, શેર અન રૃપિયાના મૂલ્યમાં ઘટાડો થવાની શક્યતા બળવત્તર બની હતી.
અગાઉ ૫૫.૮૨ પ્રતિ ડોલર પર સ્થિર થયેલો રૃપિયો ફિચના આ અહેવાલ પછી સામાન્ય નબળો પડીને રૃા. ૫૬ પ્રતિ ડોલર પર સ્થિર થયો હતો. બોન્ડમાં તેની રેન્જ જાળવી રહ્યા હતા જ્યારે શેર તો અગાઉથી જ બંધ હતું.
આ સંદર્ભે ફીચના ડિરેક્ટર આર્ટ વૂએ ઉમેર્યું હતું કે, ભારતમાં હાલ ફુગાવાજનિત પરિબળોનું વધી રહેલું દબાણ, નબળું જાહેર મૂડીરોકાણ વગેરે કારણોસર ભારતનું આર્થિક ચિત્ર કથળી રહ્યું છે. હવે મક્કમ સરકારી નીતિની જરૃર છે તેમજ ભારત અસરકારક સુધારાઓ અપનાવે તેની તાતી જરૃર છે. અન્યથા વૈશ્વિક કક્ષાએ નબળી પડી રહેલી આર્થિક સ્થિતિ હજી પણ ભારતની સ્થિતિ નબળી બનાવી શકે છે. હાલમાં બજાર પરનો વિશઅવાસ નબળી ધાર (અંડર પીન) ચાલી રહ્યો છે. જે લાંબે ગાળે વિકાસ પર વિપરીત અસર પાડી શકે છે. ફીચે ભારતને તેનો સૌથી નીચો બીબીબી ગ્રેડ આપ્યો છે. આ પ્રકારનું ગ્રેડેશન ધરાવતા દેશો રોકાણ માટે સૌથી નીચી પસંદગી ધરાવતા રાષ્ટ્રોમાં આવે છે.
ફીચે ઉમેર્યું છે કે ભારતમાં અત્યારે ખરેખર વિચિત્ર આર્થિક સ્થિતિ સર્જાઈ છે. વિકાસનો વેગ ધીમો પડી રહ્યો છે જ્યારે ફુગાવો વધી રહ્યો છે. આ પૂર્વે ૧૧મી જૂને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે પણ ભારતનું રેટિંગ ઘટાડયું હતું અને આર્થિક સુધારણા તેમજ ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા ભલામણ કરાઈ હતી.
આ ઉપરાંત ફીચે કેટલીક સરકારી માલીકીની ભારતીય કંપનીઓના રેટીંગમાં પણ ઘટાડો કર્યો છે. અને તે અંગે નેેેગેટીવ મત વ્યક્ત કર્યો છે. લાંબે ગાળે આ કંપનીઓ તેમની નફાકારકતા ગુમાવી દેશે તેવો ભય વ્યક્ત કર્યો છે.
ફીચ રેટીંગ્ઝે જે સાત સરકારી સાહસોને નેગેટીવ લીસ્ટમાં મૂક્યા છે તેમાં એન.ટી.પી.સી., સેઇલ, ગેઇલ, આઇ.ઓ.સી., આર.ઇ.સી., અને એન.એચ.સી.નો સમાવેશ થાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved