Last Update : 19-June-2012, Tuesday

 

મમતા માટે 'ન ઘરના, ન ઘાટના' જેવી સ્થિતિ
ભાજપ-મમતાને ફટકો ઃ ચૂંટણી લડવા કલામની ના

આત્માના અવાજને અનુસરીને પૂર્વ રાષ્ટ્રપતિનો નિર્ણય ઃ લોકોની લાગણી- ટેકા બદલ આભાર માન્યો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૮
પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલકલામે આજે સ્પષ્ટતઃ જણાવી દીધું છે કે, તેઓ રાષ્ટ્રપતિપદ માટેની આ વખતની ચૂંટણીના ઉમેદવાર નથી. તેઓએ અડવાણીને સ્પષ્ટતઃ જણાવી દીધું હતું કે, તેઓનો આત્માનો અવાજ તેમને ઉમેદવારી માટે ના કહે છે આ રીતે પોતાની રાષ્ટ્રપતિપદની ઉમેદવારી અંગે કલામે મૌન તોડયું છે.
આ સાથે યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજી સામે સ્પર્ધામાં કલામને ઉભા રાખવાની મમતા બેનરજી અને ભાજપની યોજના ઊંધી વળી ગઈ છે. જ્યારે કોંગ્રેસે કલામના આ નિર્ણયને આવકાર્યો છે.
તા. ૧૯મી જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમા તેઓને ઉમેદવાર તરીકે ઉભા રાખવા ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને આતુર હતા. પરંતુ તેમની ઇચ્છાઓ ઉપર પાણી ફેરવતા હોય તે રીતે આ પૂર્વ રાષ્ટ્રપતિએ આજે એક નિવેદન પ્રસિદ્ધ કરતા જણાવ્યું હતું કે, 'પરિસ્થિતિનો સમગ્ર રીતે અભ્યાસ કર્યા પછી અને પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી, સઘન વિચાર કર્યા પછી મેં આ નિર્ણય લીધો છે.'
આ સાથે તેઓએ અમે પણ જણાવ્યું હતું કે, 'મેં કદી બીજી મુદત માટે (રાષ્ટ્રપતિ બનવા) વિચાર્યું પણ ન હતું. તેમજ તે અંગેની ચૂંટણી લડવા પણ વિચાર્યું ન હતું. મમતા બેનરજી અને અન્ય રાજકીય પક્ષો મને તેમના ઉમેદવાર બનાવવા ઇચ્છતા હતા.'
'આ ઉપરાંત અનેકાનેક નાગરિકોએ પણ આવી જ ઇચ્છા દર્શાવી હતી. આ તેઓના માર પ્રત્યેના પ્રેમ અને ભાવનાઓનું તથા જનસામાન્યની આકાંક્ષાઓનું પ્રતિબિંબ પાડે છે. મને અપાયેલા ટેકાથી હું ભાવવિભોર થઈ ગયો છું.' તેમ પોતાના નિવેદનમાં જણાવતા અબ્દુલ કલામે કહ્યું હતું કે, 'તેઓની ઇચછાઓને હું માન આપું છું. તેઓએ મારામાં મુકેલા વિશ્વાસ અંગે હું તેઓનો આભારી છું પરંતુ પરિસ્થિતિને સર્વગ્રાહી રીતે જોતાં તથા વર્તમાન રાજકીય પરિસ્થિતિને અનુલક્ષીને મે ૨૦૧૨ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉભા નહી રહેવા નિર્ણય કર્યો છે.'
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યુપીએએ પ્રણવ મુખરજીને પસંદ કર્યા પછી તે ગઠબંધનનમાં જ રહેલા મમતા બેનરજીએ ગઠબંધનની મર્યાદાઓ ઉવેખીને કલામનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતુ. આ પછી ભાજપે પણ તેઓના વિપક્ષોના સર્વમાન્ય ઉમેદવાર તરીકે આ ચૂંટણીમાં ઉભા રહેવા તેઓને સમજાવવા પ્રયત્નો કર્યા હતા. ભાજપના નેતા એલ. કે. અડવાણીએ તેઓની ત્રણ વખત મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ પોતાના નિકટવર્તી સહાયક સુધીન્દ્ર કુલકર્ણીને પણ બે વખત તેઓને 'સમજાવવા' મોકલ્યા હતા. કલામે અડવાણીને સ્પષ્ટતઃ જણાવી દીધું હતું કે, તેમનો અંતરાત્માનો અવાજ એ (ઉમેદવારી) અંગે ના કહે છે.
જો કે, એક અહેવાલ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિએ પૂર્વે તેમ જણાવ્યું હતું કે, જો તેઓના વિજયની ખાતરી હોય તો તેઓ આ સ્પર્ધામાં ઉભા રહેવા તૈયાર છે. દરમિયાન કેટલાય વિપક્ષી નેતાઓએ અબ્દુલ કલામ સાથે ગઈકાલે ફોન ઉપર પણ વાત કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved