Last Update : 19-June-2012, Tuesday

 

ગ્રીસની ચૂંટણીએ યુરો ઝોનની ચિંતા હળવી કરતાં આરંભિક ૧૬૦ પોઈન્ટની તેજી બાદ...
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬

બેંક શેરોમાં ગાબડાં ઃ બેંકેક્ષ ૩૬૬ પોઈન્ટ તૂટયોઃ છ મીનિટમાં સેન્સેક્ષ ૨૭૦, નિફટી ૯૧ પોઈન્ટ ગબડયા

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ડી. સુબ્બારાને પ્રવર્તમાન ફુગાવા- મોંઘવારીના જોખમી પરિબળ મે, ૨૦૧૨ મહિનાના ૭.૫૫ ટકા ફુગાવાના દરને પ્રાથમિકતા આપીને સીઆરઆર, રેપો રેટમાં ઘટાડાની બહુમતી વર્ગની ડીમાન્ડને અવગણીને વિદાય લઈ રહેલા નાણાપ્રધાન પ્રણવ મુખર્જીનું પણ કહ્યું નહીં માની આજે બધા દરો યથાવત રાખતા બેંકિંગ, રીયાલ્ટી, પાવર- કેપિટલ ગુડઝ, પીએસયુ શેરોમાં ધબડકો બોલાઈ જતાં સેન્સેક્ષે વધ્યા મથાળેથી ૪૦૫ પોઈન્ટ અને નિફટીએ ૧૪૯ પોઈન્ટની પછડાટ ખાઈ અંતે સેન્સેક્ષ આગલા બંધ તુલનાએ ૨૪૪ પોઈન્ટ અને નિફટી ૭૫ પોઈન્ટ તૂટયા હતા. યુરો ઝોનમાં ગ્રીસના ચૂંટણી પરિણામો ઓસ્ટેરિટીની તરફેણ કરનારા નવા ડેમોક્રેટિક પક્ષની તરફેણમાં આવ્યાના સમાચારે એશીયાના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત મજબૂતીએ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ ધિરાણ નીતિની સમીક્ષામાં સીઆરઆર, રેપો રેટમાં ૦.૨૫થી ૦.૫૦ ટકાનો ઘટાડો કરશે એવી અપેક્ષાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ બેંકિંગ શેરો સાથે ટાટા સ્ટીલ સહિત મેટલ શેરો અને પાવર, ઓટો, રીયાલ્ટી શેરોમાં આર્કષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૬૯૪૯.૮૩ સામે ૧૭૦૩૯.૫૪ મથાળે ખુલીને આરંભમાં ૧૬૦.૧૨ પોઈન્ટની તેજીએ ઉપરમાં ૧૭૧૦૯.૯૫ની ઊંચાઈએ પહોંચ્યો હતો. પરંતુ ૧૧ વાગ્યા નજીક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર ડી. સુબ્બારાવે અનેકની અપેક્ષાઓ પર પાણી રેડી દઈ આર્થિક વૃધ્ધિને ન્યાય આપવાને બદલે ડીઝલ, રાંધણ ગેસના તોળાતા ભાવ વધારાએ ફુગાવાના જોખમને મહત્ત્વ આપી અને ગ્રીસ મુદ્દે હજુ યુરો ઝોનમાં ઓસ્ટેરિટી તરફી ડેમોક્રેટિક પક્ષના જીતના સંકેત છતાં હજુ ગઠબંધન સરકાર રચવા વિશે અનિશ્ચતતા અને સ્પેનમાં કટોકટીના સંકેતે હાલ તુરત કોઈપણ વ્યાજ દરમાં ઘટાડો નિરર્થક પૂરવાર થવાની શક્યતાએ પ્રમુખ દરો યથાવત રાખતાની સાથે સંપૂર્ણ સુધારો ક્ષણિકમાં ધોવાઈ જઈ ૬ મીનિટમાં જ વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ ગુમાવી દઈ ૧૬૮૪૦ની સપાટીએ આવી ગયો હતો. સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી સહિત બેંકિંગ શેરોમાં કડાકા સાથે ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ડો. રેડ્ડીઝ લેબ., ગેઈલ ઈન્ડિયા, જિન્દાલ સ્ટીલમાં ધોવાણને પરિણામે આ ઘટાડો આગલા બંધની તુલનાએ ૨૦૦થી ૨૧૦ પોઈન્ટ થયા બાદ આંશિક ઘટાડો પચાવી બપોરે ૧૫૦થી ૧૭૦ પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો. પરંતુ રેટીંગ એજન્સી ફીચ દ્વારા ભારતના રેટીંગને સ્ટેબલમાંથી ડાઉનગ્રેડ નેગેટીવ કર્યાના સંકેત અને યુરોપમાં સ્પેનની મુશ્કેલી, ગ્રીસમાં હજુ સરકાર રચવાની અનિશ્ચતતાએ યુરોપના બજારોમાં સુધારો ધોવાતા મુંબઈ શેરબજારોમાં પણ બેંકિંગ, રીયાલ્ટી, શેરોમાં હેમરીંગ વધતા સેન્સેક્ષ એક સમયે ૩૧૩.૭૪ પોઈન્ટ તૂટી જઈ નીચામાં ૧૬૬૩૬.૦૯ના તળાયે આવી જઈ અંતે ૨૪૪ પોઈન્ટ ઘટીને ૧૬૭૦૫.૮૩ બંધ રહ્યો હતો.
સેન્સેક્ષે ૬ મીનિટમાં ૨૭૦ પોઈન્ટ, નિફટીએ ૯૧ પોઈન્ટ ગુમાવ્યાઃ ૫૧૯૦થી ૫૦૪૧ સુધી ખાબકયો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૧૩૯.૦૫ સામે ૫૧૭૪ મથાળે ખુલીને ટ્રેડીંગની શરૃઆતમાં આઈટીસી, લીવર, ડો. રેડ્ડીઝ, સિવાયના શેરો સ્ટેટ બેંક, એકસીસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના શેરોમાં લેવાલીના આર્કષણે એક સમયે ૫૧.૧૫ પોઈન્ટના સુધારે ઉપરમાં ૫૧૯૦.૨૦ સુધી પહોંચ્યો હતો. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનરે બધા દરો જાળવી રાખીને નિરાશ કરતા ઓવરબોટ બેંકિંગ શેરોમાં ગભરાટમાં લેણના પોટલા છૂટવા લાગતા નિફટીએ ૧૦ઃ૫૯ વાગ્યાની ૫૧૭૪ની સપાટીથી ૬ મીનિટમાં ૯૧ પોઈન્ટ ગુમાવી દઈ ૧૧ઃ૦૫ વાગ્યે ૫૦૮૨.૮૫ સુધી ખાબકી ગયો હતો. જે વધુ તૂટતો જઈ નીચામાં ૫૦૬૯ નજીક આવી ગયો હતો. પરંતુ ઘટયા મથાળે આંશિક કવરીંગ નફારૃપી શોર્ટ કવરીંગે આ ઘટાડો ૫૦થી ૫૫ પોઈન્ટ બતાવાતો હતો. પરંતુ છેલ્લા કલાકમાં ફરી હેમરીંગ વધતા નિફટીએ ૫૦૫૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૫૦૪૧.૭૦ સુધી આવી ગયો હતો. જે અંતે ૭૪.૮૦ પોઈન્ટના ઘટાડે ૫૦૬૪.૨૫ બંધ રહ્યો હતો.
નિફટીએ ૫૦૬૫ સપાટી ગુમાવતા હવે સર્પોટ ૫૦૧૫ઃ ટ્રેન્ડ બદલાવ માટે ૫૧૬૫ ઉપર બંધ જરૃરી
નિફટીએ ૫૦૬૫ની સપાટી ગુમાવી દેતા હવે ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ નેગેટીવ બન્યો હોવાનું અને નિફટી સ્પોટ ૫૧૬૫ ઉપર બંધ આવવાના સંજોગોમાં જ ટ્રેન્ડ બદલાવે એવું ધ્યાન બતાવાતું હતું. નિફટી માટે હવે ૫૨૦૦ મજબૂત પ્રતિકાર સપાટી છે. નીચામાં હવે ૫૦૧૫ મહત્ત્વની ટેકાની સપાટી રહેશે.
નિફટી ૫૨૦૦નો કોલ ૮૭.૭૦ થઈ પટકાઈ ૧૮ઃ ૫૦૦૦નો પુટ ૨૧.૨૫ થઈ ઉછળી ૪૨.૪૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૨૦૦નો કોલ ૭,૯૨,૬૫૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૦૭૪૪ કરોડના ટર્નઓવરે ૬૯ સામે ૮૩ ખુલી ઉપરમાં ૮૭.૭૦ થઈ નીચામાં ૧૫.૩૦ સુધી પટકાઈ જઈ અંતે ૧૮.૧૫ હતો. નિફટી ૫૦૦૦નો પુટ ૬,૭૪,૪૮૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૭૦૦૫ કરોડના ટર્નઓવરે ૪૭.૫૦ સામે ૩૨.૪૦ ખુલી નીચામાં ૨૧.૨૫ થઈ પાછો ફરી ઉછળીને ઉપરમાં ૬૧.૮૦ સુધી જઈ અંતે ૪૨.૪૦ હતો. નિફટી ૫૧૦૦નો કોલ ૧૨૧.૯૫ સામે ઉપરમાં ૧૪૨.૫૦ થઈ નીચામાં ૪૧.૬૫ સુધી ગબડી અંતે ૫૦.૬૫ હતો.
બેંક નિફટી ફયુચર ૧૦૧૮૫ વધ્યા મથાળેથી ૫૩૫ પોઈન્ટ તૂટી નીચામાં ૯૬૫૦ સુધી ગબડયો
નિફટી જૂન ફયુચર ૪,૫૩,૩૧૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૫૪૮ કરોડના ટર્નઓવરે ૫૧૪૭.૭૦ સામે ૫૧૮૦.૫૦ ખુલી ઉપરમાં ૫૧૯૧ થઈ નીચામાં ૫૦૩૧.૩૫ સુધી ગબડી જઈ અંતે ૫૦૬૬ હતો. બેંક નિફટી જૂન ફયુચર ૧,૩૮,૧૦૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૩૩૯૫ કરોડના ટર્નઓવરે ૧૦૦૬૦.૮૫ સામે ૧૦૧૫૦.૧૦ ખુલી ઉપરમાં ૧૦૧૮૫ થઈ પાછો ફરી નીચામાં ૯૬૫૦.૨૫ સુધી પટકાઈ અંતે ૯૭૧૫ હતો. નિફટી ૪૯૦૦નો પુટ ૨૯.૬૦ સામે ૨૨ ખુલી નીચામાં ૧૦.૭૫ થઈ ઉછળી ૩૨.૬૦ સુધી જઈ અંતે ૨૦.૭૫ હતો.
સ્ટેટ બેંક આરંભિક રૃ.૫૦ ઉછાળા બાદ વધ્યા મથાળેથી રૃ.૧૫૦ તૂટી રૃ.૨૦૮૨ સુધી ખાબકયોઃ ગુ્રપ શેરો તૂટયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સુબ્બારાવે આજે ધિરાણ નીતિની સમીક્ષામાં ફરી ફુગાવાને મહત્ત્વ આપી નબળી આર્થિક વૃધ્ધિને અવગણતા બેંકિંગ શેરોમાં સૌથી વધુ ગાબડા પડયા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટ્રેડીંગની શરૃઆતમાં આગલા બંધ રૃ.૨૧૮૨.૮૦ સામે રૃ.૨૨૧૮ ખુલીની એક સમયે રૃ.૫૦ વધીને ઉપરમાં રૃ.૨૨૩૧.૮૦ થયો હતો. જે રિઝર્વ બેંકે નિરાશ કરતા વધ્યા મથાળેથી એક તબક્કે રૃ.૧૪૯.૬૫ અને આગલા બંધથી રૃ.૧૦૦.૬૫ તૂટીને નીચામાં રૃ.૨૦૮૨.૧૫ સુધી ગબડી જઈ અંતે રૃ.૯૫.૧૫ ઘટીને રૃ.૨૦૮૭.૬૫ બંધ રહ્યા હતો. સ્ટેટ બેંક ગુ્રપ શેરોમાં સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર રૃ.૧૩.૨૦ ઘટીને રૃ.૩૬૪, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃ.૩૨.૮૫ તૂટીને રૃ.૪૮૫.૧૫, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર રૃ.૧૬.૧૫ તૂટીને રૃ.૪૯૦.૪૫ રહ્યા હતા.
પીએનબી રૃ.૩૨, કેનરા રૃ.૧૭, બીઓબી રૃ.૨૫ તૂટયાઃ બેંકેક્ષ ૩૬૬ પોઈન્ટ તૂટયો
અન્ય બેંકિંગ શેરોમાં આઈડીબીઆઈ બેંક રૃ.૪.૩૦ તૂટીને રૃ.૮૭.૫૫, પીએનબી રૃ.૩૨ તૂટીને રૃ.૭૬૦.૧૦, કેનરા બેંક રૃ.૧૬.૯૫ ઘટીને રૃ.૪૦૪.૮૫, બેંક ઓફ બરોડા રૃ.૨૪.૮૦ તૂટીને રૃ.૬૭૭.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨૮.૨૦ તૂટીને રૃ.૮૧૬.૭૦, એકસીસ બેંક રૃ.૩૨.૫૦ તૂટીને રૃ.૯૯૯.૭૫, યશ બેંક રૃ.૯.૪૦ ઘટીને રૃ.૩૨૪.૯૦, એચડીએફસી બેંક રૃ.૧૪.૮૫ ઘટીને રૃ.૫૩૩, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૭.૬૫ ઘટીને રૃ.૩૧૦.૬૫, યુકો બેંક રૃ.૩.૯૫ ઘટીને રૃ.૭૨.૮૫, સિન્ડિકેટ બેંક રૃ.૪.૪૦ ઘટીને રૃ.૯૯.૦૫, દેના બેંક રૃ.૪.૨૦ ઘટીને રૃ.૯૪.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૩૬૫.૭૮ પોઈન્ટ તૂટીને ૧૧૨૨૦.૮૭ રહ્યો હતો.
હવે રીયાલ્ટી કંપનીઓના ઊઠમણા નક્કી! અનંતરાજ, ડીએલએફ, એચડીઆઈએલ તૂટયા
રિઝર્વ બેંકે નિરાશ કરતા હવે હોમ લોન સસ્તી નહીં થવાથી રીયાલ્ટી કંપનીઓની હાલત કફોડી બનવાની અને અનેક બિલ્ડરો- ડેવલપરો મુશ્કેલીમાં મૂકાવાના ભયે રીયાલ્ટી શેરોમાં વેચવાલી નીકળી હતી. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૨.૯૫ ઘટીને રૃ.૪૪.૨૦, ડીએલએફ રૃ.૯ તૂટીને રૃ.૧૮૭.૮૦, ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૧.૮૦ ઘટીને રૃ.૫૪.૫૦, ફિનિકસ મિલ રૃ.૩.૩૦ ઘટીને રૃ.૧૭૬.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૫.૯૫ ઘટીને રૃ.૫૬૬.૦૫ રહ્યા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૪૫.૦૮ પોઈન્ટ તૂટીને ૧૫૭૭.૭૮ રહ્યો હતો.
ચોમાસું વિલંબમાં ઃ એફએમસીજી શેરોમાં ગાબડાં ઃ આઈટીસી, લીવર ઘટયા
ચોમાસું શરૃ થવામાં વિલંબ બાદ હવે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સિવાય ચોમાસું વધુ વિલંબમાં પડયું હોઈ એક તરફ ફુગાવાનું જોખમ અને બીજી તરફ કૃષિ થકી આર્થિક વૃધ્ધિને જાળવવાના પ્રયાસ નિષ્ફળ રહેવાના ભયે એફએમસીજી શેરોમાં પણ ગાબડાં પડયા હતા. આઈટીસી રૃ.૫.૦૫ ઘટીને રૃ.૨૪૩.૦૫, ટાટા ગ્લોબલ રૃ.૧.૮૫ ઘટીને રૃ.૧૦૫.૮૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૪.૨૫ ઘટીને રૃ.૪૪૫.૮૫, ગોદરેજ કન્ઝયુમર રૃ.૪.૨૦ ઘટીને રૃ.૫૫૦.૭૦, યુનાઈટેડ સ્પિરીટ રૃ.૨૮.૫૫ તૂટીને રૃ.૬૫૯, યુનાઈટેડ બ્રીવરીઝ રૃ.૧૫.૧૫ ઘટીને રૃ.૪૯૭.૮૦, કોલગેટ પામોલીવ રૃ.૨૨.૫૦ તૂટીને રૃ.૧૧૨૮.૨૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્ષ ૮૧.૨૦ પોઈન્ટ ઘટીને ૪૮૫૭.૬૭ રહ્યો હતો.
રિલાયન્સ ગુ્રપ શેરોમાં ગાબડાં ઃ કેપિટલ રૃ.૧૫, કોમ્યુનિકેશન્સ રૃ.૩, ઈન્ફ્રા. રૃ.૧૭ તૂટયા
રિલાયન્સ- બન્ને ગુ્રપ કંપનીઓના શેરોમાં મોટાપાયે ધોવાણ થયું હતું. રિલાયન્સ કેપિટલ રૃ.૧૫.૩૦ તૂટને રૃ.૩૩૦.૯૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃ.૩ ઘટીને રૃ.૬૫.૧૫, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૧૭.૪૫ ઘટીને રૃ.૫૦૩.૨૦, રિલાયન્સ પાવર રૃ.૨.૫૦ ઘટીને રૃ.૯૫.૯૫ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૭.૯૦ ઘટીને રૃ.૭૧૮.૭૦ રહ્યો હતો.
પાવર પ્રોજેક્ટો સસ્તા ધિરાણના અભાવમાં અટવાશેઃ અદાણી પાવર, રિલાયન્સ ઈન્ફ્રા. ગબડયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરો યથાવત રાખતા પાવર પ્રોજેક્ટ સસ્તા ધિરાણના અભાવમાં અટવાઈ પડવાની શક્યતાએ વેચવાલી નીકળી હતી. અદાણી પાવર રૃ.૨.૧૫ ઘટીને રૃ.૪૬, પાવર ફાઈનાન્સ રૃ.૭.૩૦ ઘટીન ેરૃ.૧૬૦.૭૫, જેપી પાવર રૃ.૧.૨૫ ઘટીને રૃ.૩૫.૨૫, આરઈસી રૃ.૫.૯૫ ઘટીને રૃ.૧૭૧.૬૫, સિમેન્સ રૃ.૧૯.૮૫ ઘટીને રૃ.૬૭૭.૫૦, એનએચપીસી હાઈડ્રોપાવર ક્ષેત્રે ઓછી તકોએ હવે અન્ય પાવર પ્રોજેક્ટો પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્ણયે ૪૦ પૈસા તૂટીને રૃ.૧૭.૯૦, ભેલ રૃ.૪.૨૦ ઘટીને રૃ.૨૧૪.૪૦ રહ્યા હતા.
ગ્રીસમાં હજુ અનિશ્ચતતાઃ સ્પેન મુશ્કેલીમાં મેટલ શેરોમાં ફંડો વેચવાલઃ જિન્દાલ શેરો ગબડયા
યુરો ઝોનમાં ગ્રીસની ચૂંટણીમાં ઓસ્ટેરિટી તરફી નવી ડેમોક્રેટિક પાર્ટીના વિજયના અહેવાલ છતાં સંયુક્ત મોરચા સરકાર રમવામાં હજુ અનિશ્ચિતતા અને સ્પેનમાં બોન્ડસ યીલ્ડ વધીને ૭.૧૧ ટકા પહોંચી જતાં હવે સ્પેનને ઉગારવાની ફરજ પડવાના અહેવાલે યુરોપમાં લંડન મેટલ સહિતમાં સુધારો ધોવાતા મેટલ શેરોમાં વેચવાલી હતી. સ્ટરલાઈટ રૃ.૪.૩૫ તૂટીને રૃ.૯૫.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૨૪.૫૦ તૂટીને રૃ.૬૨૬.૩૦, જિન્દાલ સ્ટીલ રૃ.૭.૮૫ ઘટીને રૃ.૪૨૯.૪૦ રહ્યા હતા.
માર્કેટ કેપિટલાઈઝેશન રૃ.૭૫ હજાર કરોડ ધોવાયું ઃ ૧૬૮૮ શેરો ઘટયાઃ ૧૮૦ શેરોમાં મંદીની સર્કિટ
બેંકિંગ શેરો પાછળ આજે વ્યાપક ગાબડાં પડતા રોકાણકારોની સંપત્તિ- મુંબઈ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૃ.૭૫ હજાર કરોડ ધોવાઈ જઈ રૃ.૫૯.૦૧ લાખ કરોડ રહી ગયું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાંથી ૨૮૦૮ સ્ક્રીપમાં થયેલા ટ્રેડીંગમાંથી ૧૬૮૮ ઘટનાર અને ૧૦૦૧ વધનાર હતા. ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ સામે ૧૬૧ શેરોમાં તેજીની સર્કિટ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રિઝર્વ બેંકે વ્યાજ દરો નહીં ઘટાડતા સેન્સેક્ષ છ મિનિટમાં વધ્યા મથાળેથી ૨૭૦ પોઈન્ટ તૂટયો

બિનશરતી હડતાળ પાછી ખેંચે તો બરતરફ પાઇલટોને ફરીથી કામ પર લેવાશે ઃ અજિત સિંહ

પાલિકાની જમીન પર ઈમારતો બાંધનારા બિલ્ડરોએ રૃ.૭૨૮ કરોડનો ચૂનો લગાડયો
૧૯ લાખ બોગસ વિદ્યાર્થી પાછળ રૃા. ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ
રાષ્ટ્રપતિ માટે સંગ્માને બીજદનો ટેકો ચાલુ જ છે ઃ નવીન પટનાયક
રિઝર્વ બેંક નિરાશ કરતાં શેરોમાં ધબડકોઃ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૪૦૪ પોઈન્ટ તૂટીને ૧૬૭૦૬
સોનામાં આગળ વધતી તેજી ઃ અમદાવાદમાં ઉંચામાં રૃ.૩૦૫૦૦નો રેકોર્ડ થયો
અર્થતંત્રને વૃધ્ધિ આપવા ટૂંકમાં શ્રેણીબધ્ધ પગલા જાહેર કરાશે

ભૂપતિ બાદ બોપન્નાનો પણ પેસ સાથે ઓલિમ્પિકમાં રમવાનો ઇન્કાર

શ્રીલંકા પાક. સામે ૩-૧થી શ્રેણી જીત્યુ
નેધરલેન્ડને સ્પર્ધામાંથી બહાર ફેંકતા પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
વન ડે રેન્કિગમાં કોહલી અને ધોની ટોચના ચારમાં

પોવેલના ૧૩૯ ઃ ભારત 'એ'ના ૨૩૦ સામે વેસ્ટ ઈંડિઝ 'એ'ના ૩૨૦/૮

એરલાઇન્સ ક્ષેત્રે FDIના મુદ્દે વિદેશી કેરિયર્સનો ફિક્કો પ્રતિસાદ

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદને કેશ માર્જીન તરીકેે નહીં સ્વીકારવાના નિર્ણયને એનસીડેકસે પડતો મૂક્યો

 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved