Last Update : 19-June-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૯-૦૬-૨૦૧૨, મંગળવાર
જેઠ વદ અમાસ
મંગળવારી અમાસ - અશુભ સંકેતના એંધાણ ?
નાથદ્વારા - તિ.બડે ગિરધારીજીનો ઉત્સવ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૪ મિ., (સૂ) ૬ ક. ૪૭ મિ., (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશી ઃ આજે સવારના ૧૧ ક. ૧૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ રાત્રે ૧૨ ક. ૨૭ મિ. સુધી પછી આદ્રા
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - સંિહ, બુધ - મિથુન, ગુરૂ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - સવારના ૧૧ ક. ૧૩ મિ. સુધી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, ગ્રીષ્મ ૠતુ, રા.દિ. જેઠ ૨૯.
માસ-તિથિ-વાર ઃ જેઠ વદ અમાસને મંગળવાર
મંગળવારી અમાસ, અશુભ સંકેતના એંધાણ. દર્શ અમાવાસ્યા. યમઘંટયોગ,રાત્રે ૧૨ ક. ૨૭ મિ.થી શરૂ. રાત્રે ૮ ક. ૩૨ મિ. સુધી અમાસ.
- નાથદ્વારા, નિ. બડે ગિરધારીજી મહારાજનો ઉત્સવ.
- અનાજના ભાવ વધે ? આજે જેમાં મંદી જણાય તેમાં બુધવારે તા. ૨૦મીએ બપોર પછી ભાવ વધે ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૨૮ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૬ રોજ ખોરદાદ.
ફસલી માસ ચોથો તીર શરૂ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ અમાવાસ્યાનો આજનો દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ ચંિતા-વ્યગ્રતા અનુભવાય. સગાસંબંધીની, નોકરી-ધંધાની ચંિતા રહે.

 

વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારી માનસિક ચંિતા, વ્યગ્રતા ઓછી થતી જાય. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો.

 

મિથુન ઃ ચંિતા-વ્યથા હળવી થવાથી બપોર પછી હળવાશ-રાહત રહે. તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

કર્ક ઃ અમાવાસ્યાનો આજનો દિવસ ચંિતા-બંધન-બેચેનીમાં પસાર થાય. આકસ્મિક વધારાનો ખર્ચ કરવો પડે. નાણાંભીડ રહે.

 

સંિહ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારો આનંદ, ઉત્સાહ વધતો જાય. નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહી શકો.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. તે સિવાય ઘર-પરિવારનું કામ થઈ શકે. બહારનુંકામ થઈ શકે.

 

તુલા ઃ અમાવાસ્યાનો આજનો દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ ચંિતા-મુંઝવણ ઓછી થાય. શારીરિક-માનસિક સ્વસ્થતા રહે.

 

વૃશ્વિક ઃ આજે અમાવાસ્યાનો દિવસ આકસ્મિક ચંિતા-ઉપાધિ અશાંતિનો રહે. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. તબિયત સાચવવી.

 

ધન ઃ નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. બપોર પછી હળવાશ-રાહત થવાથી આરામ રહે.

 

મકર ઃ ચંિતા-દોડધામ હળવી થવાથી, તમારા નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. જુના સંબંધો તાજા થાય, કામ ઉકેલાય.

 

કુંભ ઃ હૃદય-મનની વ્યગ્રતા હળવી થાય. નોકરી-ધંધાનું કામ બપોર પછી થઈ શકે. અમાવાસ્યા હોવા છતાં બપોર પછી ધંધો-આવક થાય.

 

મીન ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા-ઉચાટ-બેચેની અનુભવો. નોકરી-ધંધાના કામમાં ચંિતા-વિચારો રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૯-૦૬-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ સંઘર્ષ-ચંિતાનું રહે. વર્ષારંભે સંયુક્ત પરિવારના, સંયુક્ત મીલકતના, સંયુક્ત ધંધાનાતેમજ મોસાળપક્ષ, સાસરીપક્ષના પ્રશ્ને ચંિતા-વિવાદથી તકલીફ અનુભવાય. નવી ખરીદીમાં તમારે ઉતાવળ કરવી નહીં. કોઈની વાતોથી કે જાહેરાતના માઘ્યમથી પ્રભાવિત થઈ જવું નહીં.

 

વિશેષમાં -

- બીપીની વધઘટ, છાતીમાં, પાંસળીમાં કફ, પીડા, અસ્થમાની તકલીફ, હાર્ટની તકલીફથી સંભાળવું પડે. તમારી બેકાળજી-આળસમાં બીમારી વધી જાય.

 

- નોકરી-ધંધામાં હરિફવર્ગના કારણે તમને મળતો લાભ-ફાયદો અટકે, આવકમાં, આવક યથાવત અને ખર્ચા વધવાથી નાણાંકીય ખેંચ, મુંઝવણ અનુભવાય. બચત વપરાતી જાય કે દેવું થાય.

 

- સ્ત્રી વર્ગને ઘર-પરિવારની ચંિતા-બીમારી-વિવાદના કારણે શાંતિ જણાય નહીં. શારીરિક, માનસિક શ્રમ-થાક-કંટાળો અનુભવાય.

 

- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગની સંગતમાં ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. સમય-નાણાંનો વ્યય થાય. કારકિર્દીને નુકસાન થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનનો દિકરો લલ્લુ સ્કુલે જતા રડી રહ્યો હતો. દિકરાને પ્રોત્સાહન આપવા છગને લલ્લુને કહ્યું, ‘‘દિકરા, સંિહના બાળકો કદી રડતા નથી...’’
‘‘બરોબર છે, પપ્પા,’’ લલ્લુ બોલ્યો, ‘‘પણ સંિહના બાળકો કદી સ્કુલે પણ નથી જતા.’’

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved