Last Update : 18-June-2012, Monday

 
પેટા અનામતના પ્રશ્નો

અન્ય પછાત વર્ગો- ઓબીસી- માટેની ૨૭ ટકા અનામતમાંથી લધુમતીને ૪.૫ ટકા અનામત આપવાના મુદ્દે કેન્દ્ર સરકારને ફરી એક વાર અદાલતમાં નિષ્ફળતા મળી. અગાઉ ૨૮ મેના રોજ આંધ્ર પ્રદેશની હાઇ કોર્ટે કેન્દ્ર સરકારની શિક્ષણ સંસ્થાઓમાં અને નોકરીઓમાં ઓબીસી માટેની ૨૭ ટકા બેઠકોમાંથી લધુમતીને ૪.૫ ટકા અનામત આપવાની સરકારી જાહેરાતને રદબાતલ ઠેરવી હતી. આ પેટા-અનામતની જાહેરાત યુપીએ સરકારે ડિસેમ્બર ૨૨, ૨૦૧૧ના રોજ કરી હતી. એ વખતે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનાં વાદળ ઘેરાયેલાં હતાં. એ રાજ્યોમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કોઇ પણ હદે જવા તૈયાર હતી. તેની જ એક ચેષ્ટા તરીકે, ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુસ્લિમોને ઘ્યાનમાં રાખીને, ઓબીસીની અનામતમાંથી મુસ્લિમો માટે ૪.૫ ટકા અનામત જાહેર કરી દેવાઇ હતી.


પેટા અનામતની જાહેરાત વખતે જ તેના ઔચિત્ય અંગે સવાલ ઊભા થયા હતા. ભાજપે જૂની રસમ પ્રમાણે કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિની ટીકા કરી હતી. અલબત્ત, જમાના પ્રમાણે તેના શબ્દપ્રયોગમાં બદલાવ આવ્યો હતો અને આ જાહેરાતને ભાજપે કોંગ્રેસની કોમવાદી નીતિ ગણાવી. ફરી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે પણ ભાજપે કોંગ્રેસ પર કોમવાદી હોવાનો આક્ષેપ કરતાં, કોંગ્રેસે કહ્યું હતું, કોમવાદીઓના સુલતાન જેવો ભાજપ અમારી પર કોમવાદી હોવાનો આક્ષેપ મૂકે છે.


પક્ષાપક્ષીની ટૂંકી દૃષ્ટિની લડાઇમાં પડવાને બદલે, વ્યાપક દૃષ્ટિથી આખો મુદ્દો જોતાં પણ કેન્દ્ર સરકારની જાહેરાત પાછળનો સંદેહાસ્પદ ઇરાદો વર્તાઇ આવે છે. આંધ્ર પ્રદેશ હાઇ કોર્ટે અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે સરકારની ટીકા કરી છે. હાઇ કોર્ટે પેટા અનામતને રદબાતલ જાહેર કરતાં કહ્યું હતું કે સરકાર આવા સંવેદનશીલ મુદ્દે અત્યંત અસાવધાનીથી વર્તી છે. સરકારે પેટા અનામત બુદ્ધિપૂર્વકની માહિતીના આધારે નહીં, પણ ફક્ત ધાર્મિક કારણોસર જાહેર કરી હોવાની ટીપ્પણી પણ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે કરી. તેનાથી દુઃખી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં ધસી ગઇ હતી અને આ મુદ્દે મનાઇહુકમ માગ્યો હતો. સરકારના માનવ સંસાધન વિભાગની દલીલ હતી કે ૪.૫ ટકા અનામતના હિસાબે આ વર્ષે આઇ.આઇ.ટી.માં પ્રવેશની કાર્યવાહી થઇ રહી છે. એ સ્થિતિમાં પેટા અનામતના લાભાર્થી વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે એ માટે સર્વોચ્ચ અદાલતે હાઇ કોર્ટના ફેંસલા પર તાત્કાલિક મનાઇહુકમ આપવો જોઇએ.


સુપ્રીમ કોર્ટમાં કરેલી રજૂઆતમાં સરકાર પક્ષે સોલિસિટર જનરલે હાઇ કોર્ટના ચુકાદામાંથી ઘણી ખોડખામી કાઢી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે જરાય દયામાયા દાખવ્યા વિના, સરકારની રજૂઆત ફગાવી દીધી અને હાઇ કોર્ટના ચુકાદા પર મનાઇહુકમ આપવાનો ઇન્કાર કરી દીધો. સોમવારે સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં. સુપ્રીમે કશી તૈયારી વિના કે પેટા અનામત કયા આધારે જાહેર કરી છે તેના યથાયોગ્ય દસ્તાવેજો વિના ધસી આવવા બદલ સરકારની ઝાટકણી કાઢી અને હાઇ કોર્ટના વલણને યોગ્ય ગણાવ્યું. વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતી સરકારની રજૂઆતને ઘ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે મંગળવારે સંબંધિત કાગળીયાં રજૂ કરવાનું સરકારને કહ્યું અને બુધવારે કેસ હાથમાં લેવાનું નક્કી કર્યું.


સુપ્રીમ કોર્ટનો સીધો સવાલ હતો કે લધુમતી માટે ૪.૫ ટકાની ટકાવારી કેવી રીતે નક્કી કરી? ઉપરાંત મુસ્લિમ-શીખ-પારસી-બૌદ્ધ-ખ્રિસ્તી આ બધાને એક જ ખાનામાં કેવી રીતે- કયા આધારે મૂકી શકાય, એવો પ્રશ્ન પણ સરકારને પૂછવામાં આવ્યો હતો. અગાઉ તૈયારી વિના અદાલતમાં પહોંચી ગયેલી સરકાર તરફથી મંગળવારે આશરે આઠસો પાનાંના દસ્તાવેજોનો ખડકલો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તેમાં મુખ્યત્વે મંડલ પંચ, સાચર સમિતિ અને રંગનાથ મિશ્રા પંચના અહેવાલોની ભલામણનો સમાવેશ થતો હતો. મંડલ પંચે ૧૯૮૦માં કરેલી વિવાદાસ્પદ ભલામણો પ્રમાણે દેશમાં અન્ય પછાત જ્ઞાતિઓનું પ્રમાણ ૫૨ ટકા જેટલું હોવા છતાં, અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી વધારે હોઇ ન શકે અને ૨૨.૫ ટકા અનામત દલિતો-આદિવાસીઓ માટે હોવાથી, ઓબીસી માટે ૨૭ ટકા અનામત નક્કી કરવામાં આવી હતી. સાચર સમિતિએ ૨૦૦૬માં સરકારી નોકરીઓમાં મુસ્લિમોનું પ્રમાણ વધારવાની ભલામણ કરી હતી. એ જ પ્રમાણે, ૨૦૦૭માં રંગનાથ મિશ્રા પંચે મુસ્લિમો માટે સરકારી નોકરીમાં ૧૦ ટકા અનામતનું સૂચન કર્યું હતું. તેના વિકલ્પે ઓબીસીની ૨૭ ટકા અનામતમાંથી મુસ્લિમો માટે ૬ ટકા પેટા અનામતની વાત પણ તેમાં કરવામાં આવી હતી.


સરકારે રજૂ કરેલા આ દસ્તાવેજો પછી સુપ્રીમ કોર્ટે સરકારની રજૂઆત માન્ય રાખી અને તેની અરજ દાખલ કરી છે, પણ કેસની કાર્યવાહી કોર્ટનું વેકેશન પૂરું થયા પછી આગળ વધશે. દરમિયાન, આ વર્ષે શૈક્ષણિક સંસ્થાઓમાં ૪.૫ ટકા પેટા અનામતનો અમલ નહીં કરવાનો ફેંસલો કાયમ રહેેશે. લધુમતી માટેની પેટા અનામત એક વાર સ્વીકૃત થઇ જાય, તો ભારતના જ્ઞાતિવાદી રાજકારણના રિવાજ પ્રમાણે, નવેસરથી પેટા અનામતની માગણીને લઇને તકરારોનો આરંભ થશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved