Last Update : 18-June-2012, Monday

 

વરસાદની સાથે બીઆરટીએસની ગડદા વેઠશે દરેક નાગરીક

ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ

- બીઆરટીએસ ફેઝ ટુ ફેઝ સાથે અમદાવાદનું ચોમાસુ તૌબા પુકારી દે તેવું રહેશે. વરસાદની આગાહી કરવી મુશ્કેલ છે પણ દરેક નાગરીક આ શહેરના ચોમાસાની ચોક્કસ આગાહી કરે છે

 

શહેરીજનો માટે આ વર્ષનું ચોમાસુ ખુબ જ કઠિનાઈ ભર્યુ રહેશે. એક તરફ માંથા પર ધમધોકાર વરસાદ પડતો હશે તો બીજી તરફ બીઆરટીએસના શરૂ કરાયેલા પણ અઘુરાં રહી ગયેલા કામો શહેરીજનો માટે માંથાનો દુઃખાવો બનીને રહી જશે. સામાન્ય રીતે શહેરમાં એક જગ્યાથી બીજી જગ્યા સુધી ઝડપીમાં ઝડપી પહોંચવા માટે એ.એમ.ટી.એસ.ની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બીઆરટીએસ પ્રોજેક્ટ હાથ ધરાવામાં આવ્યો છે. શહેરની કેટલીક જગ્યાએ તો આ પ્રોજેક્ટ અંતર્ગત કામ પૂરું પણ થઈ ગયુ છે અને બીઆરટીએસની બસો રોજે રોજ અનેક લોકોને પોતાના મુકામે સમયસર પહોંચાડવા પણ લાગી છે. અત્યારે ૬૦ ટકાથી પણ વધારે શહેરીજનો બીઆરટીએસના ઉપયોગથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે ઉપયોગમાં લે છે. પરંતુ હવે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે જે જગ્યાઓ પર બીઆરટીએસના અઘુરાં અને બાકી ગયેલા કામો શહેરીજનોને માટે ખુબ જ તકલીફ દેહ બની રહ્યા છે. ચોમાસુ શરૂ થતા જ આ પ્રોજેક્ટનુ કામ ખુબ જ ધીમી ગતિએ ચાલતુ રહે છે. ત્યારે રસ્તાઓ પર ખોદવામાં આવેલા ખાડાઓ અને બે રસ્તાની આજુબાજુ લગાડવામાં આવેલા પતરાં ઉપરાંત પ્રોજેક્ટ માટે વાપરવામાં આવતા મહાકાય મશીનોથી વાહનચાલકોને તકલીફ પડવા લાગી છે. ખાસ કરીને આ તકલીફ સૌથી વધારે પ્રમાણમાં પૂર્વ વિસ્તારમાં દેખાઈ રહી છે.
બીઆરટીએસના પ્રોજેક્ટની તબક્કા વાર વાત કરીએ તો અત્યારે બીઆરટીએસ પ્રોજેક્ટ અંતર્ગત બીઆરટીએસ રુટ તૈયાર કરવાનો આ બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં નરોડાથી કાલુપુર રુટ, લાલદરવાજા થી સારંગપુર રુટ, નહેરુનગર થી એલિસબ્રિજ રુટ શિવરંજની થી ઈસ્કોન રુટ, ઈસ્કોન થી બોપલ રુટ, આરટીઓ થી ચાંદખેડા રુટ પર અત્યારે સુધી કામ ચાલી રહ્યુ હતુ. હાલ તો ચોમાસાએ પોતાનો રંગ દેખાડ્યો નથી એ પહેલાથી જ આ તમામ જગ્યાઓ પર જઈને જોઈએ તો ટ્રાફિકની લાંબી લાંબી લાઈનો લાગવા લાગી છે.
જો કોઈ વ્યક્તિ અત્યારે કાચા ચોમાસામાં નરોડાથી કાલુપુર તરફ પોતાની જોબ માટે આવે તો પણ તેને સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય લાગી જાય છે. પણ જ્યારે ચોમાસુ પોતાનો રંગ દેખાડશે ત્યારે આ જ રસ્તા પર આવા જવા માટે એક કલાક કરતા પણ વધારે સમયની જરૂર પડશે. આનુ મુખ્ય કારણ છે બીઆરટીએસ પ્રોજેક્ટના અઘુરા રહી ગયેલા કામો છે. રસ્તો પર અત્યારે જ્યાં જોઈએ ત્યાં પ્રોજેક્ટના મશીનો, પ્રોજેક્ટનો કાચો માલ, પડી રહ્યો છે. જેના કારણે પહેલાથી સાંકળા રસ્તાઓ વધારેને વધારે સાંકળા બની ગયા છે. આવી પરિસ્થિતીમાં રોેજે રોજ સમયસર ઓફિસ જવાનો નિયમ કરનારા કર્મચારીઓને પણ હવે ઓફિસોમાં બેઠેલા તેમના બોસના બોલણા સાંભળવા લાગ્યા છે. અત્યારે એવી પણ પરિસ્થિતી છે કે અતિશય ટ્રાફિકમાં ફસાયેલા મોટરસાયકલ ચાલકોની આંખો પ્રદુષિત વાતાવરણને કારણે બળવા લાગી છે.
બીઆરટીએસ રુટમાં અત્યાર સુધીમાં ૪૫ કિ.મી જેટલો તૈયાર થઈ ગયો છે. ત્યારે એક સત્ય એવું પણ છે કે અત્યારે સુધીમાં જેટલી જગ્યાઓએ બીઆરટીએસ સેવાની શરૂઆત થઈ છે તે તમામે તમામ પશ્ચિમ વિસ્તાર કે એવા એરિયામાં શરૂઆત કરવામાં આવી છે જ્યાં ટ્રાફિકની સમસ્યા પ્રમાણમાં ઓછી હતી પણ અત્યારે જ્યારે નરોડા થી કાલુપુર અને દિલ્હી દરવાજાથી નરોડા પાટિયા તરફ, દાલીલિમડા થી નારોલ વગેરે જેવા ગીચ વિસ્તારો છે જ્યાં કેટલીક જગ્યાઓ પર બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે અથવા તો થવાની તૈયારીમાં છે.
આ અંગે મ્યુનસિપલ કમિશનર સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ વાતચીત થઈ શકી ન હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved