Last Update : 18-June-2012, Monday

 

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...

 

- મોનસૂનમાં કેટલાંક લોકો ઘરની બહાર જઇને વરસાદને એન્જોય કરતા હોય છે. જ્યારે કેટલાંક લોકો હાઉસ પાર્ટી, કોફી ચાટ, કુકીંગ અને બેકીંગ, રીડીંગ, મ્યુઝિક, બોર્ડ ગેમ્સ, ડાન્સ, હોમ મેકઓવર વગેરે જેવી એક્ટીવીટી કરી મોનસૂનને મજેદાર બનાવે છે.

કેટલીક એક્ટીવીટી એવી હોય છે કે જે ફક્ત મોનસૂન માટે જ બની હોય. તો કેટલાંક લોકોને મોનસૂનમાં કામ કરવાનું પણ જોર આવતું હોય છે. તેઓ વરસાદને ભરપૂર રીતે માણે છે. માટે વરસાદને એન્જોય કરવા કેટલાંક લોકો એવી જગ્યાએ પહોંચી જાય છે કે જ્યાંથી વરસાદની મજા માણી શકાય. પરંતુ કેટલાંક લોકો ઘરમાં જ રહીને વરસાદને માણતા હોય છે. હાઉસ પાર્ટી, કોફી ચાટ, કુકીંગ અને બેકીંગ, રીડીંગ, મ્યુઝિક, બોર્ડ ગેમ્સ, ડાન્સ, હોમ મેકઓવર વગેરે જેવી એક્ટીવીટી પણ ઘરમાં રહીને મોનસૂનને મજેદાર બનાવે છે.
નીતા પરમાર કહે છે કે, હું મોનસૂનમા મારા ફ્રેન્ડ્‌ઝને ઇનવાઇટ કરું છુ. બપોરના સમયે નાની પાર્ટી રાખીને એન્જોય કરું છું. ફૂડ કેવુ બનાવવું એ મૂડ પર આઘાર રાખે છે. એક બાજુ રસોઇ થતી હોય અને એક બાજુ મ્યુઝિક વાગતું હોવાથી એન્જોય કરવાની મજા આવે છે. વળી બાલ્કનીમાં બેઠા બેઠા ચા કે કોફી પીતા પીતા વરસાદને જોવાની અને માણવાની મજા પણ કંઇ અલગ લાગે છે. સાથો સાથ બેસ્ટ ફ્રેન્ડ હોય તો વાત જ કંઇ અલગ બની જાય છે. જો વરસાદના કારણે ઘરની બહાર ના નીકળી શકાય તો હું મારી રસોઇકળા પર વિવિઘ એક્સપિરીમેન્ટ કરીને અવનવી વાનગી બનાવું છું. પણ આવા એક્સપીરીમેન્ટ હું એકલી હોઉ ત્યારે જ કરું છું.
પ્રકાશ વ્યાસ કહે છે કે, વરસાદમાં બહાર જવાનું કંટાળો આવે છે. વળી મને વાંચવાનો પણ બહુ શોખ છે. જેથી હું વરસાદમાં ઘરમાં બેડ પર પડ્યો પડ્યો મારી ફેવરીટ બુક વાંચવાનું વઘુ પસંદ કરું છું. જો કે, મારા ફ્રેન્ડ વરસાદ પડે એટલે બહાર પલળવા જતા હોય છે અને મને પણ સાથે આવવાનો આગ્રહ કરે છે. પરંતુ મને આવી સિઝનમાં વાંચવુ અને મ્યુઝિક સાંભળવું વઘુ પસંદ છે. વળી જો ઇન્ટરેસ્ટીંગ બુક હોય અને ઝરઝર વરસાદ પડતો હોય તો સ્વભાવિક છે કે બુક બંઘ કરવાની ઇચ્છા પણ ના થાય. તો કેટલીક વાર હું મારા મનપસંદ સોગ્સ અને એમાંય ખાસ કરીને વરસાદને લગતા સોંગ સાંભળું છું. કારણકે વરસાદમાં બહાર વાદળોનો ગડગડાટ હોય અને ઘરની અંદર મોનસૂન સોંગ્સ ચાલતા હોય તો વાતાવરણ આહલાદક બની ઉઠે છે. તો ક્યારેક મારા બાળકો સાથે હું બોર્ડ ગેમ્સ પણ રમુ છું. જેથી બાળકોને પણ એન્ટરટેઇનમેન્ટ મળી રહે. જ્યારે શ્રૃતિ દેસાઇ કહે છે કે, વરસાદ વરસતો હોય એટલે આપણે ઘરના કેદી બની જઇએ એવું સમજી લેવું. જેથી આવા સમયે હું ઘરના તમામ કામકાજ પૂરાં કરીને મારા વોર્ડ કે અન્ય ચીજવસ્તુઓને સાફ કરીને ગોઠવીને સમય પસાર કરું છું. ઘરની અંદરના કામો હોય કે પછી હોમ મેકઓવર હોય. આ એ જ સમય છે આવા કામ નીપટાવાના. વળી બહાર ક્યાંય જવાની ચંિતા પણ હોતી નથી. જેથી એકાગ્રતાપૂર્વક આ કામકાજ થઇ શકે છે. ઘરમાં બેસીને ફક્ત ટીવી જોવાના બદલે હોમમેકઓવર કરવાથી થોડી કસરત પણ થઇ જાય છે અને શરીરને તાજગી પણ મળી રહે છે. શહેરની ગીચતા જોતા વરસાદની મજા માણવાની સ્થળો રહ્યા જ નથી. વરસાદ શરૂઆત થતાની સાથે જ શહેરમાં ટ્રાફીક વઘી જાય છે જો તમેં ઘરેથી એ વિચાર કરીને નિકળશો કે શહેરમાં ખુલ્લા રસ્તા પર ભીંજાવવાની મજા પડશે તો તમેં તદ્દન ખોટા પડશો કારણ કે વરસાદ ટાળે ટ્રાફીક વઘી જાય છે. તેથી હવે વરસાદમાં બહાર નિકળવાને બદલે ઘરમાં જ ફેમિલી સાથે સરસ મજાનો નાસ્તો તૈયાર કરીને ઘરની અટારીમાંથી જ વરસાદ માણી લેવો યોગ્ય છે. કામમાં હળવુમ સંગીત અને હાથમાં ગરમ નાસ્તની મજા જ કઇક અલગ જ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved