Last Update : 18-June-2012, Monday

 
દિલ્હીની વાત
 

સંસદમાં દાદાની ગેરહાજરી સાલશે
નવીદિલ્હી,તા.૧૬
જેમની રાષ્ટ્રપતિ ભવનમાં સ્થળાંતરિત થઈ રહ્યા હોવાની વાત હવે ભૂતકાળબની છે એ પ્રણવ મુખરજીના સક્રિય રાજકારણમાં પાંચ દાયકા અને હાલની લોકસભાનું નેતાપદ પછી સાંસદો, પ્રધાનો અને વિવિધ પક્ષોના નેતાઓને કુદરતી રીતે જ એમની ગેરહાજરી સાલશે. ઉપરોક્ત વિવિધ જૂથો પૈકી કેટલાકને દાદાના ખરાબ મિજાજનો પણ અનુભવ હોવા છતાં એમની ગેરહાજરી વર્તાશે. કેન્દ્રના કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે જણાવ્યું કે હવે અમને ઠપકો કોણ આપશે ? દાદાએ વિવિધ નેતાઓને સમયાંતરે ઠપકાર્યા હોવા છતાં એમના વરિષ્ઠપણાને ધ્યાનમાં રાખીને કોઈએ એનું માઠું લગાડયું નથી, એમ એમણે ઉમેર્યું છે.
હવે યુપીએના મુશ્કેલી નિવારક કોણ ?
દાદા ટીએમસી નેતા મમતા બેનરજી (દીદી)ની એમના વિરોધી લાગણીઓનું શમન કરાવવામાં નિષ્ફળ નીવડયા હોઈ શકે, પરંતુ એમણે યુપીએના મુશ્કેલી નિવારકનું વિશેષણ મેળવ્યું છે એ હકીકત છે. નવા ટ્રબલશૂટર માટેની નહિ, ગૃહના નવા નેતા માટેની શોધ પણ શરૃ થઈ ગઈ છે. આ સ્થળ સંભાળવા માટે સોનિયા ગાંધી પર દબાણ વધી રહ્યું છે, પરંતુ શું એમના અનુયાયી એમની જેમ વિપક્ષ સાથે ખુશમિજાજ રહી શકશે એ સમય જ કહેશે. વરિષ્ઠ ભાજપ નેતા યશવંત સિંહાએ પ્રણવ મુખરજી જ્યારે સંસદના અંદાજપત્ર સત્ર દરમિયાન અંદાપત્ર વિષે બોલી રહ્યા હતા ત્યારે ભવિષ્યમાં રાષ્ટ્રપતિપદે બિરાજમાન થવા બાબત એમને અભિનંદન આપ્યા હતા એ સ્મરણીય છે.
દીદી સૂડી વચ્ચે સોપારી બન્યાં
પોતાના દાદાવિરોધી વલણને વળગી રહીને દીદીએ ઐતિહાસિક મહાભૂલ કરી હોવાનું પશ્ચિમ બંગાળના નિરીક્ષકો માને છે. તેઓ દાવપેચમાં મ્હાત થયાં હોવાની સાથે પોતાને એકલાં અટૂલાં પડી ગયાં હોવાનું અનુભવી રહ્યા છે. જો કે તેઓના મતાનુસાર, ઈ.સ. ૧૯૯૬માં જ્યોતિ બસુને મળતા વડાપ્રધાનપદને અવરોધીને સીપીએમએ કરેલી મહાભૂલ સાથે મમતાના છબરડાને બરાબર એકસમાન ગણવાનું મુશ્કેલ છે, પરંતુ દીદીનું વલણ બંગાળી પ્રજાને ના ગમે એ શક્ય છે. આ ઉપરાંત, દાદાને મળતા રાષ્ટ્રપતિપદ સામે ઊભો કરેલો અવરોધ દીદી માટે બેવડો શ્રાપ બની રહેશે. જો તેઓ યુપીએમાં ટકી રહેશે તો એમનું વજન ઘટી જશે. જો એનાથી ણળગાં થશે તો તેઓ એક મૈત્રીપૂર્ણ કેન્દ્ર ગુમાવશે.
જૂઠાણું કોનું - ટીએમસી કે કોંગ્રેસનું ?
કોંગ્રેસે સોનિયા ગાંધી સાથેની બેઠક પછી કોંગી ઉમેદવારોના નામ જાહેર કરવા બદલ ટીએમસી નેતા મમતા બેનરજીને ઝાટક્યાં છે, પરંતુ ટીએમસી નેતા કુણાલ ઘોષે રેકોર્ડ પર જણાવ્યું છે કે મમતાએ એ કામ સોનિયાની સંમતિથી કર્યું છે. આ વિવાદને બાજુએ રાખીએ તો સૂત્રો ૧૦, જનપથ ખઆતેની એમની બેઠક વિષે રસપ્રદ મુદ્દા આપી રહ્યા છે. એમણે જણાવ્યું કે મમતાને સેન્ડવિચ તથા કૂકીઝ ઓફર થયા હતા. મમતાએ નમ્રતાપૂર્વક સેન્ડવિચ ખાવાનો ઈન્કાર કર્યોહતો. પરંતુ સોનિયાએ કહ્યું કે એમણે કૂકીઝ ખાસ મમતા માટે બનાવડાવ્યાં છે એ પછી મમતાએ થોડાં કૂકીઝ ખાધા હતા.
વિરોધીને મ્હાત કરવાની દીદીની નવી ચાલ
દીદી રાષ્ટ્રપતિપદ માટે અબ્દુલ કલામ પર અડગ છે, પરંતુ કલામ સ્પર્ધા ઈચ્છતા નથી, પરંતુ દીદીએ વિરોધીને મ્હાત કરવા નવી ચાવી શરૃ કરી છે. એમણે 'કલામને રાષ્ટ્રપતિપદે ચૂંટો' એ વિષે ફેસબુક પેજ શરૃ કર્યું છે. લોકોને એમના પ્રતિભાવો આપવા જણાવાયું છે. એમને લાગે છે કે, કલામ અન્ય રીતે નહિ તો લોકઅદાલતમાં જીતશે, એમ દીદીની નજીકના સૂત્રો કહી રહ્યા છે.
દીદી - દાદા વચ્ચેની તિરાડ પાછળ શું ?
જૂના જોગીઓના મતે ઈંદિરા ગાંધીના શાસનવેળા દીદી અને દાદા વચ્ચે સારા સંબંધો હતા, પરંતુ એ પછી સંબંધો કથળતા ગયા હતા અને છેલ્લા કેટલાક વર્ષો દીદી દાદા વિરોધી ખૂબ વાચાળ બની ગયા છે. પશ્ચિમ બંગાળના નિરીક્ષકો કહે ચે કે મમતા યુપીએનો હિસ્સો હોવા છતાં ઈ.સ. ૨૦૦૮માં પ્રણવદાને એનાયત થયેલા પદમવિભૂષણના બિરૃદનો મમતાએ વિરોધ કર્યો હતો. આ નિરીક્ષકના મતે આર્થિક પેકેજ માટેની દીદીની માગણીને દાદાએ યોગ્ય ભાવ ના આપ્યો હોવા બાબત દીદી વ્યગ્ર છે. એટલું જ નહિ, કેન્દ્રીય નાણાં મંત્રાલયે પ. બંગાળના નાણા પ્રધાન અમિત મિત્રાને રાજ્યના નાગરિકની માથાદીઠ આવક તેમજ દેવાના આંકના જેવા મુદ્દે અનેક સવાલો કર્યા છે. દીદીને રૃા.૧૮૦૦૦ કરોડનું પેકેજ જોઈએ છે, પરંતુ દાદા આવું પેકેજ કોઈ પણ રાજ્યને આપવાની તરફેણમાં નથી.
દક્ષિણમાંથી કોંગ્રેસ માટે સાવધાનના સિગ્નલ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દાદાને રાષ્ટ્રપતિ બનાવવાનો રસ્તો ખુલી ગયો હોવા વિષે સંભવતઃ રાહત અનુભવી રહ્યાં હશે, પરંતુ આંધ્રની પેટાચૂંટણીના પરિણામોએ દર્શાવ્યું છે કે, એમની સામે ખરો પડકાર દક્ષિણમાં છે, જે ટીડીપી તરફથી નથી પરંતુ સદ્દગત મુખ્ય પ્રધાન વાયએસઆર રેડ્ડીના પુત્ર જગન રેડ્ડીના નેતૃત્વ હેઠળના વાયએસઆર કોંગ્રેસ તરફથી છે. અપ્રમાણસરની મિલકત સંબંધિત કેસ બાબતે જગન રેડ્ડી જેલમાં હોવા છતાં એમના પક્ષે ૧૮માંથી ૧૫ બેઠક જીતી છે. પરંતુ, કોંગ્રેસ માટે ચિંતાપ્રેરક વાત એ છે કે લોકોને જગન માટે સહાનુભૂતિ છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved