Last Update : 18-June-2012, Monday

 

પોલેન્ડ સામેની જીત સાથે ચેક રીપબ્લીકની આગેકૂચ
રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં

આજે ક્રોએશિયા-સ્પેન અને ઇટાલી-આયર્લન્ડ વચ્ચે રાત્રે ૧૨.૧૫થી મુકાબલો

વર્સોવા, તા. ૧૭
કેપ્ટન કારાગોનીસના નિર્ણાયક ગોલને સહારે ૨૦૦૪ના ચેમ્પિયન ગ્રીસે ૧-૦થી રેડ હોટ રશિયાને હરાવીને યુરો કપમાંથી બહાર ફેંકી દીધું હતું. ગ્રીસે આ સાથે યુરો કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે કંગાળ શરૃઆત બાદ ફોર્મ મેળવનારા ચેક રીપબ્લીકે ૧-૦થી પોલેન્ડને હરાવીને સ્થાનિક ચાહકોને આંચકો આપતા અંતિમ આઠમાં પ્રવેશ કર્યો હતો. ચેક રીપબ્લીક તરફથી એકમાત્ર ગોલ જીરાસેકે ફટકાર્યો હતો.
ગ્રીસની સાવ સામાન્ય લાગતી ટીમ સામે રશિયાએ પ્રભુત્વ સાથેની શરૃઆત કરતાં કેટલીક દર્શનીય કીક ફટકારી હતી. જોકે સિનિયર ખેલાડી કારાગોનીસે રશિયન ડિફેન્ડર ઈગ્નાશેવિચની ભૂલનો ફાયદો ઉઠાવતા ગોલ ફટકારી દીધો હતો. કારાગોનિસના ગોલની સાથે જ સ્ટેડિયમમાં ઉપસ્થિત ચાર હજાર ગ્રીક સમર્થકો ખુશીથી ઝુમી ઊઠયા હતા જ્યારે ૨૦ હજાર રશિયનોએ આંચકો અનુભવ્યો હતો.
પ્રથમ હાફમાં ગ્રીસના પેનલ્ટી એરિયામાં કારાગોનીસે રશિયન ખેલાડી શિરોકોવને ધક્કો માર્યો હતો, જે અંગે રશિયાની અપીલ છતાં રેફરીએ પેનલ્ટી કીક આપી ન હતી. જેનાથી પણ રશિયન કોચ નારાજ હતા. બીજા હાફમાં પણ રશિયાના ગોલ્ડન બોય ડીઝાગોવ અને અર્શાવીને ગોલ ફટકારવાની ભરપૂર કોશિશ કરી હતી પણ તેમને ભાગ્યનો પુરતો સહકાર મળ્યો ન હતો.
અંતિમ પળોમાં મળેલી ફ્રિ કીકને ઝાવેાએ ફટકારી હતી પણ તે ગોલ પોસ્ટને ટકરાઇ હતી. ગ્રીસે તેના ડિફેન્સને વધુ મજબુત બનાવ્યું હતું અને આખરે તેઓએ રશિયા સામેની ૧૭મી મેચમાં પ્રથમ અને યાદગાર વિજય મેળવવામાં સફળતા મેળવી હતી.
રશિયા સામે આઘાતજનક પરાજય સાથે શરૃઆત કરનારા ચેક રીપબ્લીકે હિંમત હાર્યા વિના જોરદાર દેખાવ કરતાં પોલેન્ડને ૧-૦ થી પરાજય આપ્યો હતો. અંતિમ આઠમાં પ્રવેશવા માટે પોલેન્ડ માટે વિજય અનિવાર્ય હતો. જોકે ચેક રીપબ્લીક વધુ સારી તૈયારી સાથે રમવા માટે ઉતર્યું હતું. પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ ફટકારવામાં નિષ્ફળ રહેતાં સ્કોર ૦-૦થી બરોબરી પર રહ્યો હતો.
મેચની ૭૨મી મિનિટે સ્ટ્રાઇકર મિલાન બારોસ પાસેથી બોલ લઇને આગળ વધતા જીરાસેકે પોલીશ ડિફેન્ડર વાસીલેવસ્કીને બીટ કર્યો હતો અને બોલીને ગોલમાં મોકલી આપ્યો હતો. પોલેન્ડના ગોલકિપર થીટોને ડાઇવ લગાવી હતી પણ તે બોલને અટકાવી શક્યો ન હતો. પોલેન્ડે મેચમાં પરત ફરવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા પણ તેઓ ચેક રીપબ્લીકના ડિફેન્સને ભેદવામાં નિષ્ફળ રહ્યા હા. આ સાથે ગ્રીસ અને ચેક રીપબ્લીક ગૃપ એમાંથી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા. જ્યારે રશિયા અને પોલેન્ડ બહાર ફેંકાયા હતા. ગ્રીસ અને રશિયાના પોઇન્ટ સરખા થયા હતા પણ ગ્રીસે રશિયાને હરાવ્યું હોવાથી તેને આગેકૂચ આપવામાં આવી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved