Last Update : 18-June-2012, Monday

 
 

હાઇરેન્કર હરિફ સામે સાયનાનો ૧૩-૨૧, ૨૨-૨૦, ૨૧-૧૯થી વિજય
સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

ઓલિમ્પિક અગાઉ સાયનાના શાનદાર ફોર્મથી ભારતની મેડલ જીતવાની આશા વધી

નવી દિલ્હી,તા.૧૭
ભારતીય સુપરસ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે તેના કરતાં હાઇ રેન્કર ચાઇનીઝ હરિફ ક્ષુરુઇ લી ને ફાઇનલમાં ૧૩-૨૧, ૨૨-૨૦ અને ૨૧-૧૯થી હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરિઝ જીતી લીધી હતી. ભારે રોમાંચક બનેલી ફાઇનલમાં પાંચમો સીડ ધરાવતી સાયનાએ પ્રથમ ગેમ ગુમાવવા છતાં હિંમત હારી નહતી. તેણે બીજી અને ત્રીજી ગેમમાં પોતાની રમત સુધારી હતી અને એક કલાક તેમજ ચાર મિનિટના મુકાબલા બાદ ચેમ્પિયનશીપ જીતી હતી. તે અગાઉ અંહી ૨૦૦૯, ૨૦૧૦માં ચેમ્પિયન બની હતી
સાયના નેહવાલનું આ સતત બીજા સપ્તાહે બીજું ટાઇટલ છે. ગત સપ્તાહે તેણે થાઇલેન્ડ ઓપન જીતી હતી અને હવે ઇન્ડોનેશિયા સુપર સિરિઝના ટાઇટલ સાથે ભારતને લંડન ઓલિમ્પિકમાં મેડલ અપાવવાની આશા વધુ મજબુત બનાવી છે. લંડનમાં આવતા મહિને ઓલિમ્પિક યોજાવા જઇ રહ્યા છે.
ઇન્ડોનેશિયામાં સતત ત્રીજું ટાઇટલ જીત્યા બાદ ૨૨ વર્ષીય ભારતીય ખેલાડીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આજની મેચ ખુબ જ મુશ્કેલ હતી. મને અંહીના પ્રેક્ષકો ખુબ જ ગમે છે. તેઓ સતત મારો ઉત્સાહ વધારતા રહે છે. જ્યારે પણ હું અહીં બેડમિંટન કોર્ટ પર રમવા ઉતરું છું ત્યારે મને ચેમ્પિયન હોવાનો અહેસાસ થાય છે. સાયનાની આ જીત એટલા માટે મહત્વની છે કારણ કે તેની ચાઇનીઝ હરિફ ક્ષુરુઇ લીએ સેમિ ફાઇનલમાં ટોપ સીડ ખેલાડીને હરાવી હતી. વધુમાં સાયના તેની સામે ચાર મેચ હારી છે જ્યારે તેને એકમાત્ર વિજય ૨૦૧૦માં મળ્યો હતો. જો કે આ જીત સાથે સાયનાએ પોતાનું ફોર્મ સાબિત કર્યું હતુ.
ફાઇનલમાં સાયના નેહવાલે આક્રમક શરૃઆત કરી હતી અને સતત ચાર પોઇન્ટ જીત્યા હતા. બંને ખેલાડીઓએ ટાઇટલ જીતવા માટે જોરદાર પ્રયાસ કર્યો હતો અને તેમના સ્મેશીસ તેમજ બેઝલાઇન રેલીઝ પર દર્શનીય રહી હતી. પ્રથમ ગેમમાં લી એ અસરકારક નેટપ્લે દર્શાવ્યો હતો, જેના કારણે સાયનાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને તે પ્રથમ ગેમ હારી ગઇ હતી. પ્રથમ ગેમમાં લી એ ૧૩ સ્મેશ ફટકાર્યા હતા, જેની સામે સાયનાના માત્ર આઠ સ્મેશ હતા.
લી એ સાયનાને સતત બેઝલાઇન રેલીસમાં વ્યસ્ત રાખી હતી અને તેની ભુલોનો ફાયદો ઉઠાવવાની વ્યુહરચના અપનાવી હતી. જો કે ઇન્ડોનેશિયા ઓપનમાં ફાઇનલ અગાઉના બરોબરીના મુકાબલાને કારણે સાયનાની રમતમાં નિખાર આવ્યો હતો અને તેણે લી ને જોરદાર લડત આપી હતી.
બીજી ગેમમાં વધુ મક્કમતા સાથે રમવા ઉતરેલી સાયનાએ ધીમે ધીમે પોતાની રમત સુધારી હતી અને એક તબક્કે ૭-૪થી સરસાઇ મેળવી લીધી હતી. ચોથો સીડ ધરાવતી લી ની કેટલીક ભુલોનો ફાયદો સાયનાએ ઉઠાવ્યો હતો. સાયનાએ પ્રભુત્વ જાળવી રાખતાં બીજી ગેમમાં ૧૧-૭ અને ત્યાર બાદ ૧૮-૧૪થી સરસાઇ મેળવી લીધી હતી.
આ દરમિયાન લી એ ભારે રોમાંચક તબક્કામાં સરસાઇ મેળવીને સાયનાને પરાજય તરફ ધકેલી હતી. એક તબક્કે ૨૦-૧૮ની સરસાઇ મેળવનારી લી ને ચેમ્પિયનશીપ પોઇન્ટની તક મળી હતી પણ સાયનાએ બહાદૂરીપૂર્વક તેનો સામનો કરતાં ચેમ્પિયનશીપ પોઇન્ટ બચાવ્યો હતો અને ટાઇટલ જીતવાની આશા જીવંત રાખી હતી.
આંકડાકીય રીતે જોઇએ તો બંને ખેલાડીઓ એકબીજાની ખુબ જ નજીક રહી હતી. જો કે લી એ નિર્ણાયક તબક્કે કરેલી કેટલીક ભુલો ભારતીય ટેનિસ સ્ટાર માટે ફાયદારૃપ સાબિત થઇ હતી. બીજી ગેમ જીતીને બરોબરી મેળવનારી સાયનાએ ત્રીજી ગેમમાં પોઝીટીવ શરૃઆત કરતાં ૫-૨થી સરસાઇ મેળવી હતી. જો કે લીએ વળતી લડત આપતાં સાયના પર ૧૧-૧૦થી સરસાઇ મેળવી હતી.
આ તબક્કે સાયનાની રમતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને તેણે ૧૯-૧૬થી સરસાઇ મેળવી લીધી હતી. સાયનાએ પણ એક વખત ચેમ્પિયનશીપ પોઇન્ટની તક ગુમાવી હતી. જો કે તેણે ફરી વખત આવી ભુલનું પુનરાવર્તન કર્યું નહતુ અને ટાઇટલ જીત્યું હતુ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved