Last Update : 18-June-2012, Monday

 
મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
કોન બનેગા કરોડપતિમાં પાંચ કરોડ રૃપિયા જીતનારા સુશિલકુમાર હવે માધુરી દીક્ષિત સામે નૃત્ય કરવા માટે સજ્જ
મુંબઈ, તા. ૧૭
'કોન બનેગા કરોડપતિ'માં પાંચ કરોડ રૃપિયા જીતનારા સુશિલ કુમાર હવે નૃત્ય કરીને માધુરી દીક્ષિતને પ્રભાવિત કરવા માટે સજ્જ છે. માધુરી દીક્ષિત ડાન્સ રિયાલીટી શો 'ઝલક દિખલા જા'ની નિર્ણાયક છે અને સુશીલ કુમાર આ શોમાં પોતાનું નૃત્ય કૌશલ્ય રજૂ કરવાના છે. તેમણે સ્વીકાર્યું હતું કે 'જલક દિખલા જા'માં માધુરી દીક્ષિત હોવાથી જ મેં આ ઓફર સ્વીકારી છે. મેં મારા સપનામાં માધુરી સાથે લગ્ન કર્યા છે.
૨૬ વર્ષીય સુશીલકુમાર હાલ તો તેની આઇએએસ(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ)ની તૈયારી થંભાવી દઈને 'ઝલક દિખલા જા'ની તૈયારીમાં પડયો છે. તેણે કહ્યું હતું કે 'હું સાતમાં ધોરણામાં હતો ત્યારે મેં માધુરી દીક્ષિતનું પોસ્ટર ખરીદ્યું હતું. ત્યાર બાદ મેં મારા સ્વપ્નમાં તેની સાથે લગ્ન કર્યા હતા. માધુરી સામે ડાન્સ કરવાનો વિચાર આવતા જ હું ઉછળી પડું છું. '
ટીવી ગેમ શો 'કોન બનેગા કરોડપતિમાં' ગયા વર્ષે સુશિલ કુમાર પાંચ કરોડ રૃપિયા જીત્યો હતો. કેબીસી અને ભારતના કોઇપણ ટીવી ગેમ શોમાં આટલી મોટી રકમ જીતનારો તે પ્રથમ હતો. તે બિહારના મોતીહારીમાં ખેતર ધરાવે છે. તેણે આ રકમમાંથી અમુક ભાગ ખર્ચીને તેના પિતાને મકાન બનાવી આપ્યું તથા ભાઇઓ માટે ધંધા ગોઠવ્યા. બાકીની રકમ તેણે પોતાની આઇએએસ બનવાની ઇચ્છા પૂરી કરી શકાય એ માટે રાખી છે.
તેણે કહ્યું હતું કે 'હું મારી આઇએએસ બનવાની ઇચ્છાને આવજો કહી દેવા માગતો નથી. મારા જેવા સામાન્ય માણસને આટલા મોટા કલાકારો સાથે એક મંચ પર પર્ફોર્મ કરવાનો આસાનીથી મોકો મળતો નથી. આથી જ મેં 'જલક દિખલા જા'માં નૃત્યમાં ભાગ લેવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.'
સુશીલકુમાર પહેલા શિક્ષકનું કામ કરતો હતો. રિયાલિટી શો તરફ તેને ક્યારેય ખેંચાણ નહોતું. તેણે કહ્યું હતું કે 'હું અંતર્મુખી છું. મેં મારા જીવનમાં ક્યારેય ડાન્સ કર્યો નથી. હું મારા મિત્રોના લગ્નમાં પણ નથી નાચ્યો. કોઇ મને નાચવા માટે ખેંચવા આવે એ પહેલા જ હું છૂપાઈ જાઉં છું.'

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved