Last Update : 18-June-2012, Monday

 

સુનીલ તટકરેના પુત્રની કંપનીઓ દ્વારા કરોડોના શંકાસ્પદ શેર સોદા થયા હતા

 

મુંબઈ,તા.૧૭
રાજ્યના જળસ્ત્રોત ખાતાના પ્રધાન સુનીલ તટકરેના ૨૯ વરસના પુત્ર અનિકેત તટકરે વિવિધ ક્ષેત્રમાં વેપારી હિતો ધરાવતુ વેપારી સામ્રાજ્ય ચલાવે છે. તેઓ રિયલ એસ્ટેટ, હોટેલ્સ, ફાયનાન્સિયલ સર્વિસીસ અને ડેરી ફાર્મસ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે. છતાં એમની કેટલીક કંપનીઓની બારીકાઈથી છણાવટ અમુક વિચલિત કરી મૂકે એવા પ્રશ્નો ઊભા કરે છે. અને એ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કરવેરા નિષ્ણાતને પણ મુંઝવી શકે છે. તટકરેની ઘણી પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓએ કેટલીક નાની કંપનીઓ અને વ્યક્તિઓને વધુ પડતા પ્રિમીયમ સાથે શેર્સ ઈસ્યુ કર્યા હતા (એક કેસમાં તો શેરના ફેસ વેલ્યુ કરતા ૪૯ ગણું પ્રિમીયમ લેવાયું હતું) અને થોડા વખત પછી એ જ શેર્સ તળિયાના ભાવે પાછા ખરીદી લીધા હતા.
મોટા પ્રિમીયમ સાથે શેર્સ વેચવાના અને પછી સાવ મામૂલી ભાવે પાછા ખરીદી લેવાના

તટકરેની કેટલીક કંપનીઓને ભંડોળ પુરું પાડનાર બીજી એક કંપનીનું શેર કેપીટલ માત્ર રૃા.૧ લાખ છે. પરંતુ એને ૨૦૦૮માં એની સ્થાપનાના એક વરસમાં રૃા.૩૫૦૦ કરોડની અનસિક્યોર્ડ લોન મળી ગઈ હતી. અગાઉના અખબારી અહેવાલમાં જણાવાયું છે એમ છેલ્લા બે દાયકાથી તટકરેના રાજકીય ગઢ ગણાતા રાયગડ જિલ્લામાં પ્રધાનનો પરિવાર અને એમના નજીકના સાથીઓની ૩૦૦ એકરથી વધુ કૃષિલાયક જમીન છે. તટકરેની બે ડઝન કંપનીઓ દ્વારા એનો વહીવટ થાય છે. મુખ્યત્વે ખેતીની જમીન અને પ્રોપર્ટી ખરીદવા જ આ કંપનીઓ સ્થપાઈ હતી.
અનિકેત તટકરેના પિતા સુનીલ તટકરે છેલ્લા એક દાયકાથી મહારાષ્ટ્રની ડેમોક્રેટીક ફ્રંટ (ડીએફ) સરકારના પ્રધાન છે. એમણે અગાઉ એવું નિવેદન કર્યું કે મારા પુત્રની પોતાની ઓળખ છે. એ ખેડૂત છે અને બિઝનેસમાં સારું કમાય છે.
કોઈ પણ કંપનીના શેર એની રૃા.૧૦ કે રૃા.૧૦૦ ની ફેસ વેલ્યુના ૧૦ ગણા ભાવે વેચી શકાય છે. પરંતુ કંપનીએ એ માટે પ્રિમીયમને વાજબી ઠેરવવું પડે અને એના ટેકામાં ઓડિટર્સ અથવા વેલ્યુઅર્સના સર્ટિફિકેટ આપવા પડે. તટકરે કોઈ ટીપ્પણ કરવા તૈયાર ન હોવાથી આવા શેર્સના સોદાઓથી કયો હતુ સરતો હતો એ જાણવું શક્ય નથી.
એક દાખલો લઈએ. તટકરે પરિવારની એક કંપની મલ્ટીવેન્ચર ફાયનાન્સિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડની નરીમાન પોઈન્ટના મેકર ચેમ્બર્સ - ૫ માં રજિસ્ટર્ડ ઓફિસ છે. નરીમાન પોઈન્ટ જેવા બિઝનેસ ડિસ્ટ્રીક્ટનું આ એક મોંઘુ કમર્સિયલ બિલ્ડીંગ છે. કંપનીએ ગયા વરસ સુધી રૃા.૨૪ લાખની ખોટ જાહેર કરી હતી અને છતાં એણે કોલકત્તાની પાંચ કંપનીઓને રૃા.૧૦૦ની કિંમતના ૧૯૦૦૦ શેર શેર દીઠ રૃા.૧૯૦૦ના જંગી પ્રિમીયમ સાથે વેચ્યા હતા. પ્રિમીયમ ચુકવનાર પાંચ પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓમાં ડિઝાયર વિન્કોમ, નાઈટેન્ગલ વ્યાપાર, ચિન પૂર્ની કોમર્સ, ચન્દ્રમુખી ઈન્વેસ્ટમેંટ એડવાઈઝરી અને વેલપ્લાન વિન્કોમનો સમાવેશ છે.
મલ્ટી વેન્ચર્સની ખોટથી રોકાણકારો જરાય વિચલિત નહોતા થયા. ૩૧ માર્ચ, ૨૦૧૧ના પુર થયેલા નાણાંકીય વરસ દરમ્યાન કંપનીને રૃા.૭ કરોડના શેર્સની અરજીના નાણાં મળ્યા હતા. અનિકેતની એક બીજી કંપની નેકસ્ટ ટેકનોલોજીસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ શેરદીઠ રૃા.૩૯૦ના પ્રિમીયમ સાથે રૃા.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ૧,૯૦,૫૭૫ શેર્સ ઈસ્યુ કરી ૨૦૦૬માં રૃા.૮ કરોડ ભેગા કરી લીધા હતા. તટકરેની ત્રણ એસોસિયેટ કંપનીઓ દ્વારા આ શેર્સ ૧૫ મે, ૨૦૧૦ના રોજ શેર દીઠ માત્ર રૃા.૧૧ ના ભાવે પાછા ખરીદી લેવાયા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved