Last Update : 18-June-2012, Monday

 

સંગ્માને ઉમેદવારીના મુદ્દે 'મક્કમતા' ભારે પડશે !
રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી સંગ્મા ન ખસે તો શિસ્તભંગનાં પગલાં ઃ પવાર

સંગ્માએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ફોન પર મમતાનો ટેકો માગતાં મમતાએ સામે કલામ માટે સમર્થન માગ્યું

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૭
લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ પી.એ. સંગ્માએ 'મક્કમતા'થી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં આદિવાસી ઉમેદવાર તરીકે ઝંપલાવી તો દીધું પણ હવે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે. તેમના પક્ષ એનસીપીએ યુપીએના ઉમેદવારને ટેકો આપવાનું નક્કી કરતાં સંગ્માને ઉમેદવારી પાછી ખેંચવા જણાવ્યું છે પરંતુ સંગ્મા પક્ષનું ફરમાન ન માને તો હવે તેમના પર શિસ્તભંગના પગલાની તલવાર વિંઝાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એનસીપીએ યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.
એનસીપીના વડા શરદ પવારે જણાવ્યું હતું કે, ''અમે યુપીએનો ભાગ છીએ. રાષ્ટ્રપતિપદ માટે પ્રણવ મુખર્જીની ઉમેદવારીથી અમે ખુશ છીએ અને પક્ષના તમામ લોકોની વર્તણૂંક પક્ષના મંતવ્યને અનુરૃપ જ હોવી જોઈએ. ઉમેદવારી માટે દબાણ ન કરવાનું અગાઉ પણ સંગ્માને કહેવાયું છે.'' રાષ્ટ્રપતિપદના ઉમેદવારને મુદ્દે ૨૧મી જુનના રોજ એનસીપીની બેઠક યોજાશે.જ લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ પી એ સંગ્માએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાને ટેકો આપવા માટે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને ફોન દ્વારા વિનંતી કરી હતી. જોકે મમતાએ દેશના સર્વોચ્ચપદ માટેની ચૂંટણીમાં એ પી જે અબ્દુલ કલામને ટેકો આપવા સંગ્માને જણાવ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કુણાલ ઘોષે જણાવ્યું હતું કે મમતા બેનરજી નવી દિલ્હીથી શુક્રવારે પરત ફર્યા પછી સંગ્માએ તેમને ફોન કરીને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાના માટે બેનરજીનો ટેકો માગ્યો હતો. જોકે મમતા દીદીએ સંગ્માને ટેકા માટે હા કે ના પાડવાને બદલે કલામ માટે સંગ્માનો ટેકો જ માગી લીધો હતો.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઊભા રહે તો સંગ્માને તેમની ઉમેદવારી પાછી ખેંચવા પણ મમતાએ કહ્યું હતું. ઘોષે જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ પદ માટેની રેસમાં કલામને ટેકો આપવાના મુદ્દે તૃણમૂલના વડા મમતા બેનરજી મક્કમ છે.
એનસીપીના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે છે અને તેમણે આ સંદર્ભે એનડીએના નેતાઓનો ટેકો પણ માગ્યો છે. પોતે એનસીપીના નહીં પણ ભારતીય આદિવાસી મંચના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાનું પણ સંગ્માએ ફરીથી એકવાર સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આદિવાસી મંચને કોઈ રાજકીય પક્ષ સાથે લાગતું વળગતું નથી. ઉલ્લેખનીય છે કે સંગ્માના પક્ષ એનસીપીએ તેમને ટેકો આપ્યો નથી અને દેશના સર્વોચ્ચ પદ માટેની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવા વિનંતી કરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રાજકીય કે આર્થિક કટોકટીમાં ફસાયેલા ફ્રાન્સ, ઈજિપ્ત અને ગ્રીસમાં મતદાન થયું

અમેરિકી દરખાસ્તને ફગાવવાના ભારતના નિર્ણયની તાલિબાને પ્રશંસા કરી
નાઈજીરિયામાં ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થતાં ૨૫નાં મોત

સાઉદીના પ્રિન્સ નાયેફ અબ્દુલનું અવસાન

મલ્ટીનેશનલ કંપનીઓ આ વર્ષે ૭૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે
ચલણી નોટો ઉપર ગાંધીજી સિવાયના મહાનુભાવોની તસવીર વિશે વિચારણા

થાણેમાં પાંચમા માળેથી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

ભૂ્રણ પરીક્ષણ અને સ્ત્રી ભૂ્રણ હત્યાના આરોપી ૧૩ ડૉક્ટરને મેડિકલ કાઉન્સિલે સસ્પેન્ડ કર્યાં

સાયનાએ ચીનની લી ને હરાવીને ત્રીજી વખત ઇન્ડોનેશિયા ઓપન જીતી

રશિયાને યુરો કપમાંથી કીક આઉટ કરીને ગ્રીસ ક્વાર્ટર ફાઈનલમાં
હૅલ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવીને હાસ ચેમ્પિયન બન્યો
ભુપતિ મારી પહેલી પસંદ નથી પણ તેની સાથે રમવા તૈયાર છું ઃપેસ

વિન્ડિઝ એ સામે ઇન્ડિયા-એ ની પ્રથમ ઇનિંગ ૨૩૦માં સમેટાઇ

મંે સપનામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કર્યા હતાઃ કેબીસી વિજેતા
પરિવાર દીઠ એક ખાતું થાય તે માટે નાણાં મંત્રાલયનો બેન્કોને નિર્દેશ
 
 

Gujarat Samachar Plus

વરસાદમાં નાસ્તાની સાથે હળવું સંગીત...
ઉંચા સૂર કાનની શાંતિ છીનવી શકે છે
લિટલ બ્લેક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓનો પરસાદ
અમદાવાદની ફેશન સ્ટ્રીટ સિકસ પોકેટ જીન્સ જેવી છે
 

Gujarat Samachar glamour

સૈફ દીપિકાનો દિવાનો બન્યો
ફરારી કી... માટે શરમનને આમિરે શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરની સાથે પરિણીતી ‘બેશરમ’ બનશે
માઘુરી અમેરિકા છોડી મુંબઈ શા માટે આવી?
પ્રિયંકાએ વિદેશમાં શૂટંિગના દિવસોને પર્યટનમાં ફેરવ્યા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved